શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અલગ અલગ દેવતાઓને અલગ અલગ પુષ્પો ચડાવવાનું છે ખુબ મહત્વ, જરૂરથી જાણો 

અલગ અલગ દેવતાઓને અલગ અલગ ફૂલ ચડાવવા જોઈએ: દેવી દેવતાઓને ફળ અને ફૂલ ચડાવવાએ શાસ્ત્રોમાં ખુબજ શુભ માનવામાં આવેલ છે, લક્ષ્મીજીને કમળની કળી ચડવામાં આવે છે, તેમજ સુન્ઘેલું હોય , અથવાતો જે આપણા શરીરને સ્દાદેલું હોય, જેની પાંખડીઓ ખરી ગઈ હોય, ફૂલ વાસી અથવાતો દુર્ગંધ વાળું હોય તો તેવું ફૂલ દેવી દેવતાઓને ક્યારેય ના ચડાવવું જોઈએ.

તેમજ ભગવાનને જે પુષ્પ ચડાવવાનું હોય તેને ક્યારેય પાણીમાં ડુબાડીને ધોવું ના જોઈએ. માળીના ઘરે રાખી મુકેલા પુષ્પોને વાસી માનવામાં નથી આવતા. અને જો કોઈ વ્યક્તિ જાતેજ ફૂલ તોડે તો તેને વિધિ વિધાનની સાથે તોડવા જોઈએ. અને સ્નાન કર્યા પછીજ તે પુષ્પ ભગવાનને અર્પણ કરવા જોઈએ.

તેમજ અલગ અલગ દેવતાઓને અલગ અલગ પુષ્પ અર્પણ કરવા જોઈએ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર વિશેષ પુષ્પો દેવતાઓને અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થઇ જાય છે. તેમજ જો તેમને પસંદ ના હોય એવા પુષ્પ અર્પણ કરવાથી તેઓ નારાજ પણ થઇ જાય છે. દેવતાઓને અર્પણ કરી શકાય એવા પુષ્પો:

જો કોઈ પૂજા પાઠ કે કોઈ અન્ય જાપ ના કરી શકે તેમ હોય તો બીજું કઈ નહિ પરંતુ પોતાના ઇષ્ટ દેવને પ્રિય પુષ્પ અર્પણ કરવું જોઈએ તેનાથી દેવતા પ્રસન્ન થાય છે. શિવજીને પ્રસન્ન કરતા પુષ્પ: આકડો, શંખ પુષ્પી, નાગકેસર, ચમેલી, પલાશ, કાસ, કટેરી, વગેરે પુષ્પ ચડાવવાથી શિવજી ખુશ થઇ જાય છે.

તેમને અપ્રિય હોય તેવા ફૂલો જોઈએ તો તે છે, કદંબ, સેમલ, દાડમ, કેતકી, માલતી, જુહી, કપાસ, કેવડો વગેરેના ફૂલ શિવજીને ના ચડાવવા જોઈએ. દુર્ગમાં ને પ્રસન્ન કરતા પુષ્પો: દુર્ગામાં ને એ બધાજ પુષ્પો અર્પણ કરી શકાય છે જે શિવજીને કરવામાં આવે છે. તે ઉપરાંત કેવડો, બેલા, અશોક વગેરે પુષ્પ પણ દુર્ગમાં ને અર્પણ કરી શકાય છે.

પ્રતિબંધિત પુષ્પો: તમાલ, ઘાસ, તુલસીદળ વગેરે પુષ્પ દુર્ગા માતાને ક્યારેય ના ચડાવવા જોઈએ. ભગવાન વિષ્ણુને કમળનું પુષ્પ ખુબજ પ્રિય છે. માલતી, અશોક, ચંપો, જુહી, કદંબ, ચમેલી, બસંતી, કેવડો, પારીજાત, તુલસી, વગેરે પણ ચડવામાં આવે છે.

કારતક મહિનામાં કેતકી પુષ્પ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ ખુબજ પ્રસન્ન થઇ જાય છે. પ્રતિબંધિત પુષ્પો: આકડો, ધતુરો, સહજન, સેમલ, કાંચનાર, વગેરે પુષ્પ વિષ્ણુજીને ક્યારેય ના ચડાવવા જોઈએ તે ઉપરાંત વિષ્ણુ ભગવાનને ક્યારેય ચોખા પણ ના ચડાવવા જોઈએ.

ગણેશજીને ચડવામાં આવતા પુષ્પો: ગણેશજીને લીલી ધરો સૌથી વધારે પ્રિય છે. તેમને દરેક પુષ્પો અર્પણ કરી શકાય છે. ગણેશજીને લાલ પુષ્પ ચડવાથી તે ખુબજ ખુશ થઇ જાય છે. પ્રતિબંધિત પુષ્પો: ગણેશજીને તુલસી દલ ના ચડાવવું જોઈએ, જે ફૂલો અન્ય દેવી દેવતાઓ માટે પ્રતિબંધિત છે તે ગણેશજી માટે પણ પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. તેથી તેવા પુષ્પો ગણેશજીને પણ ના ચડાવવા જોઈએ.

અપવાદિત પુષ્પો: વિષ્ણુજીની પૂજામાં ધતુરો, મદાર, તેમજ કનેરના ફૂલનો ઉપયોગ ના કરવો જોઈએ અને શિવજીની પૂજામાં તુલસીના માંજર ના ચડાવવા જોઈએ. સરસ્વતીને પ્રિય પુષ્પ:  માં સરસ્વતીને સફેદ પુષ્પ ખુબજ પસંદ છે. તેમજ માં બગુલામુખીને પીળા ફૂલ ખુબજ પ્રિય હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer