ભગવાન શિવ માટે અને તેમના ભક્તો માટે શ્રાવણ માસ નું ખુબજ મહત્વ હોય છે અને દરેક ભક્તો એવું ઈચ્છતા હોય છે કે ભગવાન શિવજીની પૂજામાં અને અભિષેક માં તેમના થી કોઈ ભૂલ ના થાય અને ભગવાન શિવ ના આશીર્વાદ તેમને પ્રાપ્ત થાય. અને તે માટે જ ભગવાન શિવની પૂજા માં અને અભિષેક કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ભક્તો માટે એક વાત જાણવી જરૂરી છે કે શ્રાવણમાં જો શિવજીને રુદ્રાભિષેક કરવામાં આવે તો તે સૌથી વધુ પ્રસન્ન થાય છે કેમકે શિવજીને તે સૌથી વધુ પસંદ છે. જો તમે તમારી કોઈ મનોકામના પૂર્ણ કરવા ઈચ્છો છો તો તમે આ રુદ્રાભિષેકની મદદ લઈ શકો છો. આજે અમે આપને જણાવીશું કે કઈ સાવધાની સાથે રુદ્રાભિષેક કરવો જોઇએ અને સાથે ક્યારે રુદ્રાભિષેક કરવાથી તેનું વિશેષ ફળ મેળવી શકાય છે.
શ્રાવણ મહિનામાં ભક્તો પર ભગવાન શંકર પોતાની વિશેષ કૃપા વરસાવે છે. આ કારણ છે કે શ્રાવણમાં શિવભક્તિનું મહત્વ વધારે જોવા મળે છે. શ્રાવમાં ભગવાન ભોલેને ભક્તો મનાવતા રહે છે. દરેક ભક્ત પોતાની અલગ કોશિશ કરી રહ્યા છે.
દર મહિનાની શુક્લ પક્ષની બીજ અને નવમી તિથી પર, કૃષ્ણ પક્ષની પ્રતિપદા, અષ્ટમી અને અમાસના દિવસે, કૃષ્ણ પક્ષની ચોથ અને અગિયારસના દિવસે તથા પાંચમ અને બારસના દિવસે રુદ્રાભિષેક કરી શકાય છે.
આટલી બાબતોનું રાખવું જોઈએ ધ્યાન :
૧. શિવજીનું નિવાસ જોયા વિના ન કરો રુદ્રાભિષેક, નહીં તો મળશે વિપરિત પરિણામ.
૨. મનોકામનાની
પૂર્તિ માટે શિવજીનું નિવાસ સ્થાન અવશ્ય જુઓ.
૩. શુભમૂર્હૂતમાં
કરાયેલી ઉપાસનાથી મનોકામના પૂર્ણ થાય છે.