શિયાળામાં જામફળ ખાવાથી કેટલાક રોગો માંથી મળે છે મુક્તિ.. જાણો તેના વિશે…

જામફળ મીઠુ અને સ્વાદિષ્ટ ફળ હોવાની સાથે-સાથે ઘણા રોગોની સારવાર પણ કરે છે. તમને જણાવી દઇએ કે, શિયાળામાં જામફળ ખાવાથી અનેક ઘણા લાભ થાય છે. શરદી જેવી સમસ્યાઓમાં જામફળ સારું સિદ્ધ થાય છે. જામફળના પાન ચાવવાથી દાંત સંબંધિત રોગો પણ દૂર થઈ જાય છે.

જામફળમાં વિટામિન એ અને બી પણ વધારે પ્રમાણમાં હોય છે. તો આવો જાણીએ જામફળના આ અધધધ…ફાયદાઓ વિશે… જામફળ ખાવાનો પહેલો ફાયદો છે હાઈ એનર્જી ફ્રુટ. જામફળ એક હાઈ એનર્જી ફ્રુટ છે જેમાં ભરપુર માત્રામાં મિનરલ્સ અને વિટામીન જોવા મળે છે.

આ તત્વો આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખુબ જ જરૂરી હોય છે. ડીએનએ ને પણ સુધારવામાં મદદરૂપ છે જામફળ. જામફળમાં ઉપલબ્ધ વિટામીન B-9 આપણા શરીરની કોશિકાઓ અને ડીએનએ સુધારવાનું કામ પણ ખુબ જ સરળતાથી કરે છે.

હૃદય માટે પણ ખુબ જ જરૂરી છે જામફળનું સેવન. જામફળમાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અને આપણા શરીરની માંસપેશીઓને પણ મજબુત રાખે છે. અને ઘણી બધી બીમારીઓથી આપણને બચાવે છે.

જે આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો જામફળનું સેવન કરવું ખુબ જ ફાયદા કારક ગણાય છે. શરદી અને ઉધરસમાં પણ ખુબ જ ફાયદાકારક છે જામફળ. જામફળના સેવનથી આપણને તે સિઝનમાં થતી શરદી અને ઉધરસ જેવી બીમારીથી પણ છુટકારો મળે છે.

ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે જામફળ ખાવાથી શરદી થઇ જાય છે. પરંતુ તે વાત બિલકુલ ખોટી છે. વિટામીન A અને E થી ભરપુર હોય છે જામફળ. જામફળમાં રહેલ વિટામીન A અને E આપણી આંખ, વાળ, ત્વચાને ખુબ જ પોષણ આપે છે. જેનાથી આપણા વાળ મજબુત થાય છે.

આંખોની રોશની વધે છે અને આપણી ત્વચા ફ્રેશ રહે રહે છે. સ્કીન કેર માટે પણ જામફળ ફાયદાકારક છે. જામફળમાં બીટાકેરોટીન હોય છે જે શરીરને ત્વચા સંબંધી બીમારીથી બચાવવામાં મદદ કરે છે. ત્વચાને લાગતી બીમારીઓ જામફળ ખાવાથી ઓછી થઇ જાય છે.

કફમાં હોય તો તેનો રામબાણ ઈલાજ છે જામફળ. જામફળનું નિયમિત સેવન કરવાથી કફની સમસ્યામાં પણ ખુબ જ સરળતાથી રાહત મળે છે. જામફળ આપણા ખાવાની સિસ્ટમમાં પણ સ્વાદ વધારે છે. જામફળનું રાયતું, ચટણી, અથાણું અને જામફળ શેક ખાવામાં સ્વાદનો વધારો કરે છે.

તેનાથી ખાવામાં ટેસ્ટ વધે છે અને આપણે ભરપુર ખાવાનું ખાઈ શકીએ છીએ.મોં માં ચાંદી પડી હોય તો પણ જામફળ ખાવાથી તેમાં રાહત મળે છે. જામફળની સાથે સાથે તેના પાંદડા પણ ચાંદી માટે ખુબ અસરકારક છે. જામફળના એક પાંદડામાં મીઠું નાખીને ખાવામાં આવે તો એક જ વારમાં બધી ચાંદી દુર થઇ જાય છે.

કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલ કરે છે જામફળ. જામફળ આપણા શરીરના મેટાબોલીઝમને બરાબર રાખે છે. જેના દ્વારા આપણું કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. જો જામફળનું નિયમિત સેવન કરવામાં આવે તો તેનો આપણા શરીરને ભરપુર ફાયદો થાય છે.થાઈરોઈડ પણ સારો કરવામાં મદદ કરે છે જામફળ.

જો થાઈરોઈડ થયો હોય ત્યારે પણ ડોક્ટરો જામફળ ખાવાની સલાહ આપે છે. થાઈરોઈડના દર્દીએ વધારેમાં વધારે જામફળ ખાવા જોઈએ. જામફળને બને ત્યાં સુધી રાત્રે જમ્યા પછી ન ખાવું જોઈએ. કેમ કે તે પચાવવામાં થોડા કઠણ હોય છે.

આજે આપણે જે જામફળ વિશે વાતો જાણી તે બધી વાતો આયુર્વૈદ દ્વારા જણાવવામાં આવી છે. જામફળ આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી ફળ જે સિઝનમાં ખાવામાં આવે તો તેના અપાર ફાયદાઓ આપણને મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer