શ્રાદ્ધપક્ષ દરમિયાન આ પાંચને ભોગ ધરાવ્યા વિના અધૂરું માનવામાં આવે છે શ્રાદ્ધકાર્ય

પૂર્ણિમા તિથિથી અમાસ સુધી 16 શ્રાધ્ધ નાખવામાં આવે છે જેને શ્રાધ્ધ કર્મ કહેવામાં આવે છે. આ દિવસોમાં પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવામાં આવે છે. શ્રાધ્ધના માધ્યમથી આપણે આપણા પૂર્વજોને ઉર્જા આપી શકીએ છીએ. માન્યતાઓ અનુસાર શ્રાધ્ધ કરવાનો અધિકાર સૌ પ્રથમ પુત્રને ત્યારબાદ પૌત્રને તેમજ પ્રપૌત્રને આપવાનો અધિકાર છે.

જેમને પુત્ર ન હોય તેમને ભાઈ કે ભત્રીજા, પિતા કે માતા બહેન પણ શ્રાધ્ધ કરી શકશે. શ્રાધ્ધ કર્મ કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. પૂર્વજોની ગતિ થાય છે. પૂર્વજોની મુક્તિ માટે શ્રાધ્ધ પક્ષમાં પિતૃઓને ધૂપ અને ભોજન અર્પિત કરવામાં આવે છે. બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવે છે. પણ શું તમે જાણો છો આનાથી પણ એક ખુબજ મહત્વપૂર્ણ કાર્ય છે પંચબલિ કર્મ. પંચબલિ કર્મ વગર શ્રાધ્ધ અધુરૂ રહી જાય છે. પંચબલિ કર્મમાં શ્વાનને, ગાયને અને કાગડા તેમજ કાગડાને માટે 5 જગ્યાએ ભોજન આપવામાં આવે છે.

૧. પહેલું ગાયને ભોજન. પિતૃ પક્ષમાં જ્યારે તમે ગાયને ભોજન કરાવો તો એ વાતનું ધ્યાન રાખો કે ઘરના પશ્ચિમ ખુણે ગાયને મહુઆ કે પલાશના પાન ખવડાવો ભોજન કરાવ્યા બાદ ગૌભ્યો નમ: કહીને પ્રણામ કરો.

૨. બીજું ભોજન શ્વાનને કરાવો. પિતૃ પક્ષમાં શ્વાનને ભોજન કરાવો.
૩. કાગડાને ભોજન કરાવો પિતૃપક્ષમાં કાગવાસ નાખવાનું અનોખુ મહત્વ રહેલું છે. કાગડાઓને ભોજન આપવાથી પિતૃઓને તૃપ્તી પ્રાપ્ત થાય છે.

૪. ચોથું ભોજન દેવતાઓને અર્પિત કરો
દેવતાઓને આ દિવસોમાં ભોજન કરાવવાથી ઘરમાં લક્ષ્‍મીજીનો વાસ થાય છે અને ઘરમાં રહેલી નેગેટિવ એનર્જીનો નાશ થાય છે. સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

૫. પાંચમું ભોજન કીડીઓને આપો. શ્રાધ્ધનો પાંચમો ભાગ ખુબજ મહત્વનો ગણાય છે ગાય, શ્વાન અને દેવતાઓને ભોજન અર્પણ કર્યા પછી કીડીઓને ભોજન કરાવવું મહત્વનું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer