એમ તો ટીવી સીરીયલ માં ઘણા બાળ કલાકારોએ કામ કર્યું છે, પરંતુ ઘણા એવા કલાકારો છે જેઓ એ દર્શકોનું દિલ જીતી લીધું છે. આ બાલ કલાકારોમાં ન ફક્ત પોતાની એક્ટિંગ થી પરંતુ પોતાની માસૂમિયત થી પણ લોકોને પોતાના દિવાના બનાવ્યા છે. તમને સિરિયલ બડે અચ્છે લગતે હૈ તો યાદ હશે જ જી હા નાની એવી અને વહાલસોયી પિહુ એ જેમાં એ પોતાની માસૂમિયત થી બધાના દિલ જીતી લીધું હતું.
એવી જ એક છોકરી હતી જેણે પોતાના અભિનયથી બધાનું મન મોહી લીધું હતું, કલર્સ ચેનલ પર આવતી ધારાવાહિક જય શ્રી કૃષ્ણ માં નાની એવી બાળકી જે ઉમદા અભિનય કરતી હતી. તે બાળકીને જોઈને લાગતું હતું કે માનો સાચે માં જ શ્રીકૃષ્ણ ભગવાનનું બાળપણ છે. આ ધારાવાહિક દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતું.
આજે અમે તમને આ બાળકી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને આ ધારાવાહિકમાં શ્રીકૃષ્ણના બાળપણનો રોલ કર્યો હતો. ક્રિષ્ના નો રોલ કરવા વાળી આ બાળકીનું નામ ધૃતિ ભાટિયા છે. આ પછી તે ધૃતિ ટીવી સ્કિન પર ખૂબ જ ઓછી જોવા મળી હતી. પરંતુ આજે અમે તમને ધૃતિ ના થોડાક લેટેસ્ટ ફોટાઓ બતાવવા જઈ રહ્યા છીએ. જેમાં તે ખુબ જ સુંદર અને પ્રેમાળ લાગી રહી છે. તેનાં આવા ફોટા જોઈને તમે તેના ખૂબ જ મોટા ફેન બની જશો.
જય શ્રી કૃષ્ણ સિવાય ધૃતિ બીજી સિરિયલમાં પણ જોવા મળી હતી. પરંતુ તેને જેટલો પ્રેમ અને ઓળખાણ કૃષ્ણા ના રૂપ માં મળી હતી, એટલો પ્રેમ તેને બીજા ધારાવાહિક માં મળ્યો ન હતો. તેના સિવાય તે ઇસ પ્યાર કો ક્યા નામ દુ અને માતા કી ચોકી માં પણ જોવા મળી હતી. આ સીરિયલ સિવાય તેણે થોડીક એડ્સ અને કમર્શિયલ પણ કર્યા હતા.
એક વાર વાતચીત દરમિયાન ધ્રુતિ એ કહ્યું હતું કે તે શ્રી ક્રિષ્ના માં પોતાનો રોલ અને તે શો ક્યારેય ભૂલી શકશે નહીં. તેણે તે સમય યાદ કર્યો જ્યારે તે અચાનકથી ભગવાન બની જતી હતી. અને લોકો તેને ખૂબ જ રિસ્પેક્ટ કરતાં હતા. ઓફ સ્ક્રીન હોય અથવા તો ઓન સ્ક્રીન લોકો તેને બાલ ગોપાલ ના બાળક સ્વરૂપ માનતા હતા. શુટિંગ પર બધા લોકો તેને કનૈયા ના નામથી બોલાવતા હતા અને તે પોતાની શૂટિંગ ખૂબ જ આનંદથી પૂરી કરી લેતી હતી.
આ વર્ષોમાં ધ્રુતિ હવે મોટી થઈ ચૂકી છે અને પોતાનું ભણતર પુરું કરવા લાગે છે. તે પોતાના ભણતર સાથે કામ પણ સારી રીતે કરે છે. ધૃતિ એ પોતાના નવા ફોટોઝમાં ઓળખવી મુશ્કેલ છે. કારણ કે આ ફોટા માં તે આજે પણ એટલી જ માસૂમ અને વ્હાલસોયી લાગે છે. તમે પણ જુઓ આ ધ્રુતિ ની નવી તસવીરો.