શું તમે જાણો છો ભગવાન શ્રી ગણેશના વિવાહ કોણે કરાવ્યા હતા? જજાણી લો આજે અહીં….

ભગવાન ગણેશ દરેક દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. ગણેશજી ના લગ્ન સમયની પુરાણોમાં એક કથા ખુબ જ પ્રચલિત છે. અને એ કથા અનુસાર ગણેશજીના રૂપ ના કારણે કોઈ પણ કન્યા તેની સાથે લગ્ન માટે તૈયાર થતી ન હતી.

ત્યારબાદ ઘણા સમય સુધી ગણેશજી માટે ઘણી કન્યાઓ જોવાનું ચાલુ કર્યું તેમ છતાં પણ શ્રી ગણેશ માટે કોઈ કન્યા મળતી ન હતી. આ વાતથી ભગવાન ગણેશ ખુબજ ચિંતામાં રહેતા હતા, અને જયારે પણ કોઈ દેવતાઓના લગ્ન થતા ત્યારે ગણેશજીનો ઉંદર દરેક વખતે મંડપ ખોખલા કરી દેતો હતો

અને આ વાતથી બધા જ દેવતાઓ ખુબ જ પરેશાન હતા, તેથી દરેકે આ બાબતે વિચાર કરી પોત પોતાના વિચારો રજુ કર્યા હતા. ત્યારબાદ આ બધા દેવી દેવતાઓ એ નક્કી કર્યું અને પછી તે લોકો બધા એક સાથે સમસ્યા નો ઉકેલ લેવા માટે ભગવાન શિવ પાસે ગયા.

આ સમસ્યાનું સમાધાન લાવવા માટે બધા જ દેવતાઓ માતા પાર્વતી અને ભગવાન શિવજી પાસે પહોચ્યા. દરેક દેવતાઓ ની વાત સાંભળી તેને બ્રહ્માજીની પાસે જવાની સલાહ આપી.

બ્રહ્માજી એ દેવતાઓ ની સમસ્યા સાંભળ્યા પછી પોતાના યોગબળ અને બુદ્ધિથી બે કન્યાઓ રીધ્ધી અને સિદ્ધિ પ્રગટ કરી, અને આ બંને કન્યાઓ બ્રહ્માજી એ ભગવાન ગણેશજી ને આપી. પછી બધા દેવી દેવતાઓ શાંત પડી ગયા. ત્યાર બાદ દરેક દેવતાઓ એ બ્રહ્માજી નો આભાર માન્યો.

જયારે પણ ઉંદર ભગવાન ગણેશજીને કોઈ દેવતાના લગ્નની માહિતી આપવા આવે ત્યારે રીધ્ધી અને સિદ્ધિ તેને વ્યસ્ત રાખે જેથી ગણેશજીનું ધ્યાન ભટકી જાય અને જયારે ગણેશજી ને આ વાત ની ખબર પડી ત્યારે તેને ખુબ જ ગુસ્સો આવ્યો.

જેથી તેઓ ક્રોધિત થઇ ગયા અને ગણેશજી રીધ્ધી સિદ્ધિને લઈને બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ તેની સામે વિવાહ નો પ્રસ્તાવ રાખ્યો. અને આવી રીતે ગણેશજીના લગ્ન સંભવ થયા અને દરેક દેવતાઓની સમસ્યાનું સમાધાન આવી ગયું. લગ્ન પછી ગણપતિને બે પુત્ર થયા અને તેમના નામ શુભ અને લાભ રાખવામાં આવ્યું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer