ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના પુત્ર સાથે સ્ત્રીનું રૂપ લઈને કર્યા હતા લગ્ન, જાણો હેરાન કરી દેનારી આ કથા…

પાંડવો થી લઈને કૌરવો સુધી મહાભારતમાં ઘણા એવા કિરદાર છે જેની કહાની હેરાન કરી દે એવી હોય છે. જાણવા જેવું એ છે કે આ કહાનીના બધા કિરદાર એક બીજા સાથે કોઈને કોઈ રૂપમાં જોડાયેલા હોય છે અને મહાભારતના યુદ્ધ માં એની મહત્વની ભૂમિકા પણ છે.

એમાંથી જ એક કહાની ઈરાવન ની પણ છે. ઈરાવન અર્જુન અને નાગ કન્યા ઉલૂપી નો પુત્ર હતો. એના વિશે કહેવામાં આવે છે કે એમણે પાંડવોની જીત માટે માં કાલી ની સામે એનું બલિદાન આપ્યું અને કિન્નરો ના ભગવાન બન્યો.

ભગવાન ઈરાવન ની શું છે કહાની મહાભારત ની કહાની અનુસાર અર્જુન ના પુત્ર ઈરાવન ખુબ જ આક્રામક અને કુશળ યોધ્ધા હતો. એમણે મહાભારત ના યુદ્ધ માં ભાગ લઈને કૌરવો વિરુદ્ધ લડાઈ કરી અને નુકશાન પહોચાડ્યું.

૯ મી સદીમા લખવામાં આવેલ મહાભારત ના તમિલ વર્જન ‘પરાતા વેનપ્પા’ માં વર્ણિત કથા અનુસાર યુદ્ધ દરમિયાન એક એવો સમય આવ્યો જયારે પાંડવો ને યુદ્ધ જીતવા માટે એક ખાસ રસમ ‘કાલાપલ્લી’ ને નિભાવવાની જરૂરત મહેસુસ થઇ.

એનો મતલબ હતો માં કાલી ની સામે બલિ આપવી અને જે પક્ષ એને કરવામાં કામયાબ થાય, તેની જીત સુનિશ્ચિત થઇ શકતી હતી. પાંડવોના પક્ષ માંથી જયારે કોઈ સામે ના આવ્યું તો ઈરાવન પોતે આ બલી માટે તૈયાર થઇ ગયો.

શ્રીકૃષ્ણ ના નારી રૂપ સાથે શા માટે થયા ઈરાવનના લગ્ન બલી પહેલા ઈરાવને લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી હતી. હવે પાંડવો ની સામે મુશ્કિલ હતું કે જે વ્યક્તિ નું મૃત્યુ થવાનું છે એની સાથે કેવી રીતે કોઈ પિતા એની છોકરી ના લગ્ન કરાવી શકે.

પાંડવો ની સામે દુવિધા હતી કે કઈ નારી ને ઈરાવન સાથે લગ્ન માટે રાજી કરવામાં આવે. એવા માં ભગવાન શ્રીકૃષ્ણ એ સ્વયં મોહિની રૂપ લઈને ઈરાવન સાથે લગ્ન કર્યા અને તે રાત એની સાથે પસાર કરી.

પછીના દિવસે શરત અનુસાર ઈરાવન એનું માથું માં કાલી ના ચરણોમાં અર્પણ કરે છે. ઈરાવન ની મૃત્યુ પછી શ્રીકૃષ્ણ એ જ મોહિની રૂપમાં એના પતિના મૃત્યુ પર ઘણા સમય સુધી વિલાપ કરે છે અને પછી પોતાના પુરુષ રૂપમાં આવી જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer