ભગવાન શ્રી રામના કોદંડ ધનુષની આ ખાસ વાતો ખુબ ઓછા લોકોને ખબર હશે, જાણી લો તમે…

ભગવાન શ્રીરામ ને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર માનવામાં આવે છે, જો કે તેમણે પોતાના ધનુષ અને બાણનો ઉપયોગ ખુબ જ મુશ્કેલ સમય હોય ત્યારે જ કર્યો છે. તેના ધનુષબાણ ને ‘કોદંડ’  કહેવામાં આવતુ હતું. देखि राम रिपु दल चलि आवा। बिहसी कठिन कोदण्ड चढ़ावा।।

અર્થાત: શત્રુઓ ની સેનાને નજીક આવતી જોઈ શ્રી રામચંદ્રજી એ હંસીને કઠીન ધનુષ કોદંડ ચડાવ્યું. ખુબ જ ઓછા લોકો જાણે છે કે ભગવાન શ્રીરામ ના ધનુષનુ નામ કોદંડ હતુ. તેથી શ્રીરામ ને કોદંડ કહેવામાં આવતા. કોદંડ નો અર્થ છે વાંસ માંથી નિર્મિત.

કોદંડ એક ચમત્કારીક ધનુષ હતુ જેને કોઇ ધારણ ન કરી શકતુ. કોદંડ નામથી ભિલાઇ પાસે એક રામમંદિર પણ છે જેને ‘કોદંડ રામાલયમ’  મંદિર કહેવામાં આવે છે. ભગવાન શ્રીરામ એ દંડકારણ્ય માં ૧૦ વર્ષથી વધુ સમય સુધી ભિલ, વનવાસી અને આદિવાસીઓ વચ્ચે રહીને તેમની સેવા કરી હતી.

કોદંડની ખાસિયત : કોદંડ એક એવુ ધનુષ હતુ કે જેમાથી છોડેલુ બાણ લક્ષ્યને ભેદીને પાછુ આવતુ હતુ. એક વખતની વાત છે કે જ્યારે દેવરાજ ઇન્દ્રના પુત્ર જયંતે શ્રીરામ ની શક્તિને પડકારવા માટે અહંકારવશ કાગડાનુ રૂપ ધારણ કર્યુ અને સીતાજીના પગ મા ચાંચ મારીને લોહી કાઢીને ભાગવા લાગ્યો.

તુલસીદાસજી લખે છે કે જેવી રીતે મંદબુદ્ધિ કિડી સમુદ્રને ભરી પિવા માગતી હોય તે જ પ્રકારે તેનો અહંકાર વધી ગયો હતો અને તે અહંકાર ના કારણે- ।।सीता चरण चोंच हतिभागा। मूढ़ मंद मति कारन कागा।। ।।चला रुधिर रघुनायक जाना। सीक धनुष सायक संधाना।।

તે મુઢ મંદબુદ્ધિ જયંત કાગડાના વેશમા સીતાજીના પગમા ચાંચ મારીને ભાગી ગ્યો, જ્યારે લોહી નિકળવા માંડ્યુ ને રઘુનાથજીને ખબર પડતા તેમણે ધનુષ પર તીર ચઢાવ્યુ તેથી જયંત બચવા માટે ભાગવા લાગ્યો. તે પોતાનુ અસલી રૂપ ધારણ કરીને ઇન્દ્ર પાસે ગયો,

પણ ઇન્દ્રએ પણ તેને શ્રીરામ નો વિરોધી સમજીને પોતાની પાસે ન રાખ્યો. ત્યારે જયંત ના હ્રદયમાં નિરાશા અને ભય ઉત્પન્ન થયો  અને તે ભયભીત થઈને ભાગતો રહ્યો, પણ કોઇ એ તેને શરણ ન આપી કેમ કે ભગવાન રામ નાં દ્રોહીને કોણ સાચવે?

જ્યારે નારદજીએ જયંતને ભયભીત અને વ્યાકુળ થયેલો જોયો તો તેમણે કહ્યુ કે હવે તો તને ફક્ત પ્રભુ શ્રીરામ જ બચાવી શકે છે. તુ રામના શરણમાં જ જા. ત્યારે જયંતે બોલાવીને કહ્યુ કે – ‘હે શરણાગત ના હિતકારી, મારી રક્ષા કરો પ્રભુ શ્રીરામ’, જેથી જયંત ની આજીજીને લિધે ભગવાન રામે તેની આ ભુલ બદલ ક્ષમા આપી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer