જો તમે પેશાબ ને રોકી રાખતા હો તો અત્યારે જ થઇ જાઓ સાવધાન, આ ભૂલ તમને પડી શકે છે ભારે  

પેશાબ કરવા જવું દરેક વ્યક્તિની દૈનિક ક્રિયા છે. જો પેશાબને વધુ સમય સુધી રોકી રાખવામાં આવે, તો એનાથી શરીરને ઘણું નુકશાન થાય છે. આપણે ત્યાં ઘણા ઓછા લોકો એવા છે જે એ વાત જાણે છે કે, શૌચ અને પેશાબનો સીધો સંબંધ આપણા આરોગ્ય સાથે હોય છે. જણાવી દઈએ કે, ડોક્ટર્સના જણાવ્યા અનુસાર સમયસર શૌચ જે પેશાબ કરવા જવું એક જરૂરી પ્રક્રિયા છે.

એનાથી આપણા શરીરની બધી ગંદકી બહાર નીકળી જાય છે. પણ ઘણી વખત જોવામાં આવે છે કે, ઓફીસ કે ઘરમાં કોઈ કામમાં વ્યસ્ત રહેવાને કારણે લોકો પોતાનો પેશાબને ઘણા સમય સુધી રોકી રાખે છે. લોકો પોતાનું કામ પૂરું કર્યા પછી જ બાથરૂમ જાય છે. તે ઉપરાંત બીજી પણ ઘણી વસ્તુ થાય છે. જે આપના આરોગ્ય ઉપર ગંભીર અસર કરે છે.

આ બધી વાતોને ધ્યાનમાં રાખીને, આજે લોકો દ્વારા પેશાબને લઈને કરવામાં આવતી ભૂલો વિષે અમે જાણકારી આપવાના છીએ. આ ભૂલો એવી છે જે મોટાભાગે દરેક માણસ અજાણતામાં જ કરી રહ્યા છે. સૌથી પહેલી વાત કે જે લોકો દિવસને બદલે રાતના સમયે ઘણી વખત પેશાબ જાય છે. તેને સાવચેત થઇ જવાની જરૂર છે. કારણ કે ડોક્ટર્સના જણાવ્યા મુજબ, રાત્રે પેશાબ જવાની ટેવ આમ તો લોકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે. પેશાબ કરતી વખતે હંમેશા લોકો અજાણતા થોડી એવી ભૂલો કરે છે. જે પાછળથી જીવલેણ બીમારીઓને જન્મ આપે છે.

આ સૌથી સામાન્ય ભૂલ છે. અને મોટાભાગે એવું જોવામાં આવે છે કે, ઓફીસ કે ઘરમાં કોઈ કામમાં વ્યસ્ત હોવાને કારણે લોકો પોતાનો પેશાબ ઘણી વાર સુધી રોકી રાખે છે. લોકો પોતાનું કામ પૂરું કર્યા પછી જ બાથરૂમ જાય છે. તો આવા લોકોએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે, વધુ સમય સુધી પેશાબ રોકવાથી કિડનીઓ ઉપર ઘણી ખરાબ અસર પડે છે. તેનાથી કીડની ખરાબ થવાનો ભય વધી જાય છે. અને એવું કરવાથી બીજા પ્રકારની બીમારીઓ થવાનો ભય પણ વધી જાય છે.

સામાન્ય રીતે જે લોકો ઘણું ઓછું પાણી પીવે છે, એમને હંમેશા પીળો પેશાબ આવવાની તકલીફ રહે છે. તમારા આરોગ્યની તપાસ કરવાની સૌથી સારી રીત પેશાબની તપાસ કરાવાની છે. તમે પણ જોયું હશે કે ડોક્ટર્સ મોટાભાગની બીમાંરીઓમાં પેશાબની તપાસ કરાવવાની સલાહ આપે છે. ખાસ કરીને તમે તમારા પેશાબનો રંગ જોઇને જાણી શકો છો કે તમારું આરોગ્ય કેવું છે. જો પેશાબનો રંગ સામાન્ય છે. તો તમે એકદમ સ્વસ્થ છો. પણ પેશાબનો રંગ પીળો છે. તો તમારે સાવચેત થઇ જવાની જરૂર છે.

પોષ્ટિક આહાર લેવો અને યોગ્ય પ્રમાણમાં પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એટલે કે પાણી આપણા શરીર માટે ખુબ વધુ જરૂરી છે. ડોક્ટર્સ એવું જણાવે છે કે, એક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી પીવું જ જોઈએ. પણ લોકો પોતાની વ્યસ્તતાને કારણે એવું નથી કરી શકતા અને શરીરને જરૂરી પ્રમાણમાં પાણી નથી મળી શકતું. અને પેશાબ મારફતે શરીર માંથી ખરાબ તત્વો બહાર નથી નીકળતા. જે શરીરને નુકશાન પહોંચાડે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, યુટીઆઈ એટલે કે યુરીનરી ટ્રેક ઇન્ફેકશન એક એવી ગંભીર બીમારી છે, જેમાં મહિલાઓના પેશાબમાં વધુ દુર્ગંધ આવે છે. આ બીમારીઓમાં મહિલાઓને મૂત્રમાર્ગમાં બળતરા પણ થાય છે. યુટીઆઈનો ચેપ પેશાબની કોથળીમાં હોય છે. તેથી આવી તકલીફમાં તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ વાતો ભલે નાની નાની છે પણ તેને ધ્યાન બહાર કરીને તમે ગંભીર બીમારીઓની નજીક જઈ શકો છો. તેથી આ નાની નાની વાતોને ધ્યાન બહાર ન કરો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer