અસંખ્ય મહાકાય વ્રુક્ષોને ઉખાડી ને ફેકી દીધા પણ દ્વારકાધીશ અને સોમનાથ મંદિરની ધજાને ઉણી આંચ પણ ના આવી

તાઉ-તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી ગયું છે. વાવાઝોડું ગુજરાતના કાંઠે ટકરાય તો કાંઠા વિસ્તારને ભારે નુકસાન કરી શકે છે. ગુજરાતના દરિયાના કાંઠે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પર ભક્તોને પુરો વિશ્વાસ છેકે 6 વર્ષમાં 8 વાવાઝોડાએ ગુજરાતનું કંઇ બગાડયું નથી. ત્યારે તાઉ-તે વાવાઝોડા સામે ફરી સોમનાથ મહાદેવ પર ભક્તોને પુરો વિશ્વાસ છે કે, સોમનાથ દાદાની કૃપાથી આ આફત પણ ટળી જશે.

ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા મોટાભાગે પાકિસ્તાન, યમન અને ઓમાન જ્યારે બંગાળના અખાતમાં સર્જાતા વાવાઝોડાં મ્યાનમાર, બાંગ્લાદેશ જેવા દેશો તરફ જ ફંટાઈ જાય છે.

સોમનાથ મંદિરના ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ દાદાની અમી નજર ફી એકવાર જોવા મળી છે. તેમજ દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ફરી એકવાર સાબિત થઈ છે. જેના કારણે જ અતિ ભારે પવન વચ્ચે પણ સોમનાથ મંદિરની ધજા-ત્રિશુલ અડીખમ જોવા મળી રહ્યું છે. અતિ ભારે વાવાઝોડા વચ્ચે પણ સોમનાથ મંદિરની એકેય મિલકતને નુકસાન થયું નથી.

જે વાવાઝોડું ભારે તબાહી સર્જી દેશે તેવી આગાહી હતી તે વાવાઝોડું સોમનાથ દાદા અને દ્વારકાધીશ સામે વાવાઝોડાની તાકાત પણ કંઈ કરી શકી નહીં.દીવને ટકરાયા બાદ આ વાવાઝોડું જ્યાંથી પસાર થયું ત્યાં તબાહી સર્જી દીધી હતી. રસ્તામાં જે આવ્યું તે નેસ્તોનાબૂદ થઈ ગયું હતું.

વાવાઝોડાના કારણે જૂનાગઢ, ઉના સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. પરંતુ સોમનાથ મહાદેવના મંદિરે એક પથ્થર પણ હલ્યો નથી. આ મંદિરને જરા પણ અસર વાવાઝોડાની થઈ નથી.દરિયાની સાવ નજીક આવેલા સોમનાથ મંદિરને વાવાઝોડાની જરા પણ અસર થઈ નથી. મંદિર જ નહીં પરંતુ મંદિરની કોઈપણ મિલકતને પણ નુકસાની થઈ નથી.

જ્યાર બાદ સુપ્રસિધ્ધ યાત્રાધામ જગતમંદિર દ્વારકા ખાતે શિખર પર ફરકાવવામાં આવતી બાવન ગજની ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી. સોમવારથી જ ધજાને અડધી કાઠીએ ફરકાવવામાં આવી હતી અને દ્વારકાધીશની લીલા પણ જુઓ કે દ્વારકાના મંદિરને કોઈપણ નુકસાની થઈ નથી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer