સ્ત્રીઓની આંગળી જોઇને આવી રીતે જાણો તેનો સ્વભાવ અને કેટલીક ગુપ્ત વાતો….

કહેવાય છે કે માણસની હથેળીમાં તેનું ભાગ્ય હોય છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે હાથની આંગળીઓ પરથી માણસના વ્યક્તિત્વ વિશે જાણી શકાય છે. આંગળીઓ પરથી મહિલાઓના સ્વભાવ વિશે કેવી રીતે જાણી શકાય ચાલો જણાવીએ તમને.

મહિલાઓના મનની વાત આમ તો કોઈ જાણી શકતું નથી. તેને શું ગમે, શું ન ગમે જેવી વાતો તેના પાટર્નર કહ્યા વિના સમજી જાય તેવી ઈચ્છા મહિલાઓ રાખે છે. આવામાં તમે મહિલાઓના હાથની આંગળી જોઈ તેના સ્વભાવની ખાસ વાતો જાણી શકો છો. આ જાણકારી મનની અનેક દુવિધાઓને દૂર પણ કરી દેશે.

લાંબી અને પાતળી આંગળી -જે મહિલાની હાથની આંગળી લાંબી અને પાતળી હોય છે તે સર્જનાત્મક વૃત્તિ ધરાવે છે. આવી મહિલાઓ પ્રેમિકા, પત્ની, માતા, મિત્ર દરેક સંબંધમાં શ્રેષ્ઠ સાબિત થાય છે. આવી આંગળીવાળી મહિલાઓ સુંદર પણ હોય છે.

જાડી અને નાની આંગળી- આવી મહિલાઓ મસ્ત મૌલા સમાન હોય છે. પરંતુ તે તેમના જીવન અને સંબંધો માટે ગંભીર હોતી નથી. જો કે તેઓ સ્વભાવથી મૃદુ હોય છે અને તેની આસપાસ રહેતા લોકોને ખુશ રાખવાના પ્રયત્નો સતત કરે રાખે છે. જાડી અને ભરાવદાર આંગળી –

જે મહિલાના હાથની આંગળી ભરાવદાર હોય છે તેઓ પોતાના કામ અને સંબંધોને લઈ ગંભીર હોય છે. પરંતુ તે ખર્ચાળ સ્વભાવની હોય છે. નાની અને પાતળી :- આવી આંગળી ધરાવતી મહિલાઓ કંજૂસ હોય છે વળી તેમનો સ્વભાવ પણ ગુસ્સાવાળો હોય છે.

આ ઉપરાંત જે મહિલાની આંગળીમાં આવેલા ત્રણેય પર્વ સ્પષ્ટ હોય તે ભાગ્યશાળી હોય છે. સાથે જ જે મહિલાની આંગળીમાં ચાર પર્વ હોય અને ચોથા પર્વની લંબાઈ ઓછી હોય તે પતિ માટે ભાગ્યશાળી સાબિત થતી નથી.

જો કોઈ મહિલાના હાથની વચલી આંગળી મોટી હોય તો તે ઈમાનદાર અને અનુશાસન પ્રિય હોય છે. જેની આ આંગળી સામાન્ય લંબાઈની હોય તે ગંભીર સ્વભાવની હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer