અનુપમા ફેમ સુધાંશુ પાંડેની બોડીની આગળ બધા ફેલ, સોશીયલ મીડિયા પર શેર કરી આવી તસ્વીર…

આજકાલ ટીવી શો ‘અનુપમા’માં અનુજ કાપડિયાની એન્ટ્રી ધમાલ મચાવી રહી છે. અનુજ બધું છોડીને અનુપમાનું દિલ જીતવા પોતાના શહેરમાં પાછો ફર્યો છે. બીજી બાજુ, અનુજનું આ રીતે આવવું વનરાજને થોડું બળતરા કરે છે અને હવે તેણે સોશિયલ મીડિયા પર કેટલીક ફોટો અને વીડિયો શેર કર્યા છે.

અનુપમા’માં મહત્વની ભૂમિકા ભજવનાર વનરાજ એટલે કે સુધાંશુ પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. અભિનેતાઓ દરરોજ સોશિયલ મીડિયા પર તેમની ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી સુધાંશુ પાંડે પોતાના પરફેક્ટ બોડીની તસવીરો શેર કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sudhanshu Pandey (@sudanshu_pandey)


ભલે તે સિરિયલમાં ત્રણ મોટા બાળકોના પિતાની ભૂમિકા ભજવે, પણ તેના રીલ બાળકો પણ તેની ફિટનેસ જોઈને હેરાન થઈ જશે. સુધાંશુ પાંડેની કારકિર્દીની વાત કરીએ તો તેમણે લગભગ 40 ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sudhanshu Pandey (@sudanshu_pandey)


તેણે પ્રિયંકા ચોપરા, રવિના ટંડન અને ગ્રેસી સિંહ સાથે કામ કર્યું છે.  તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું- ‘મેં સૌથી મોંઘી ફિલ્મ 2.0 માં વિલનનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય મેં જેકી ચાન સાથે આંતરરાષ્ટ્રીય ફિલ્મ પણ કરી છે. મેં ઘણું કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sudhanshu Pandey (@sudanshu_pandey)


જ્યારે હું ટીવી પર પાછો ફર્યો, ત્યારે હા કહેતા પહેલા મારે ઘણું વિચારવું પડ્યું. અનપુમાને જે લોકપ્રિયતા મળી રહી છે તે આશ્ચર્યજનક છે. મારી કારકિર્દી માટે આ સીમાચિહ્નરૂપ છે. ટીવી સિરિયલની વાર્તાની વાત કરીએ તો સુધાંશુ પાંડે સીરિયલ ‘અનુપમા’માં મહત્વની ભૂમિકામાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Sudhanshu Pandey (@sudanshu_pandey)


તે શોમાં અનુપમાનો પતિ હતો, પરંતુ છૂટાછેડા લીધા અને કાવ્યા સાથે લગ્ન કર્યા. અનુપમા છૂટાછેડા પછી પણ વનરાજના ઘરમાં રહે છે કારણ કે બાપુજીએ તેના નામે ઘરનો એક ભાગ આપ્યો છે. દરમિયાન, અનુપમાનો જૂનો મિત્ર દાખલ થયો છે જે અનુપમાને લવ કરે છે. હવે જોવાનું રહેશે કે અનુજ અનુપમાના જીવનમાં શું ફેરફાર લાવવા જઈ રહ્યો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer