રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતી ચૂકેલી અભિનેત્રી સુરેખા સિકરીનું મુંબઈમાં નિધન થયું છે. કાર્ડિયાક એરેસ્ટને કારણે તેમણે 75 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. પ્રખ્યાત સીરિયલ બાલિકા વધુમાં દાદી સાની ભૂમિકા નિભાવનારા સુરેખાના મૃત્યુને કારણે હિન્દી ટીવી દુનિયામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
અભિનેત્રીના મેનેજરે તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. મેનેજરે કહ્યું કે દુખની વાત છે કે સુરેખા જી હવે આ દુનિયા માં નથી. આજે સવારે 75 વર્ષની વયે તેમનું અવસાન થયું.
બીજા બ્રેઇન સ્ટ્રોક પછી તેઓ ઘણી મુશ્કેલીમાં હતાં. બ્રેઇન સ્ટ્રોક પછી સુરેખા પર સારવારની કંઈ ખાસ અસર જોવા મળી ન હતી. તે લાંબા સમયથી હોસ્પિટલમાં હતાં.
તેના ફેફસાં પાણીથી ભરાઈ ગયા હતા અને દવાઓ પર જે અસર થવી જોઈએ તે થઈ રહી ન હતી. મગજના સ્ટ્રોકને કારણે રચાયેલી ગાંઠ સર્જરી દ્વારા દૂર કરવામાં આવી હતી. સમાચારો અનુસાર, સુરેખાને વર્ષ 2020 માં બ્રેઇન સ્ટ્રોક થયો હતો.
તે જ સમયે, એવી અફવા ઉડી હતી કે અભિનેત્રીનું આજે હૃદય રોગને કારણે અવસાન થયું છે. તેઓ બીજા મગજનાં સ્ટ્રોકને કારણે મુશ્કેલીઓ સામનો કરી રહ્યા હતાં.
સુરેખાએ થિયેટર, ફિલ્મ અને ટીવીમાં ઘણું કામ કર્યું છે. તેમણે 1978 ની સાલમાં રાજકીય ડ્રામા ફિલ્મ ‘કિસા કુર્સી કા’ ફિલ્મથી શરૂઆત કરી હતી. તે પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સુરેખાને સહાયક અભિનેત્રી માટે ત્રણ વખત રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળ્યો છે.