સૂર્ય દેવના ચરણોના દર્શન શા માટે ના કરવા જોઈએ.


એટલું તો બધા જાણે છે કે કોઈ પણ ભગવાન ના દર્શન કરવાથી તન અને મન બંનેને શાંતિ મળે છે. એના દર્શન માત્રથી જ ભક્તોના બધા કષ્ટ દુઃખ દુર થઇ જાય છે. હિંદુ ધર્મમાં બધા દેવી-દેવતાની પૂજાનું અલગ વિધાન બતાવ્યું છે અને આ બધાના નિયમ પણ અલગ જ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે અમુક દેવી-દેવતાઓના ચરણો ના દર્શન કરવામાં આવતા નથી. જેમ રાધા રાણીના ચરણોના દર્શન ફક્ત રાધા અષ્ટમી પર જ કરવામાં આવે છે. તેમ જ સૂર્ય દેવના ચરણોના દર્શન કરી શકતા નથી. એની પૂજા કરતી વખતે પણ એના પગના દર્શન ન કરવા જોઈએ. તો ચાલો જાણીએ એની પાછળની પૌરાણિક કથાની વિશે, જેમાં એના પગ ના દર્શનને અશુભ બતાવ્યા છે.

સૂર્યદેવના લગ્ન પ્રજાપતિ દક્ષની પુત્રી સંજ્ઞા સાથે થયા હતા. સૂર્ય નું રૂપ પરમ તેજસ્વી હતું, જેને જોવું એ આંખો માટે સંભવ ન હતું. એટલા માટે સંજ્ઞા એના તેજ નો સામનો કરી શકતી ન  હતી. લગ્ન ના અમુક સમય પછી દેવી સંજ્ઞાના ગર્ભમાંથી ત્રણ સંતાનનો જન્મ થયો હતો. જેનું નામ માનું, યમ અને યમુના છે. દેવી સંજ્ઞા માટે સૂર્ય દેવનું તેજ સહન કરવું મુશ્કિલ થતું જઈ રહ્યો હતું. અમુક સમય પછી સંજ્ઞાએ એની છાયાને પતિ સૂર્ય ની સેવામાં લગાવી દીધા અને તે ત્યાંથી જતી રહી. અમુક સમય પછી જયારે સૂર્યને એ વાતની ખબર પડી કે એની સાથે સંજ્ઞા ની છાયા રહે છે ત્યારે એણે સંજ્ઞા ને બોલાવી અને આ રીતે છોડીને જવાનું કારણ પૂછ્યુંસંજ્ઞા એ સૂર્યના તેજથી થઇ રહેલી પરેશાની વિશે જણાવી દીધું.

દેવી સંજ્ઞાની વાત સમજતા સૂર્યદેવે દેવતાઓના શિલ્પકાર વિશ્વકર્મા ને નિવેદન કર્યું કે તે એના તેજ ને કોઈ પણ પ્રકારથી સારો કરી દે. વિશ્વકર્માએ એની શિલ્પવિદ્યા થી એક ચાક બનાવ્યું અને સૂર્ય ને એના પર ચડાવી દીધા. એ ચાકના પ્રભાવથી સૂર્યનું તેજ સામાન્ય થઇ ગયું. વિશ્વકર્માએ સૂર્ય ના સંપૂર્ણ શરીરનું તેજ તો ઓછુ કરી દીધું, પરંતુ એના પગનું તેજ ઓછુ કરી ન શક્યા. તેના કારણે એના પગનું તેજ અસહનીય થઇ ગયું. એ કારણે સૂર્યના ચરણોના દર્શન પ્રતિબંધિત કરી દીધા. એવું માનવામાં આવે છે કે સૂર્યના ચરણોના દર્શનથી દરિદ્રતા પ્રાપ્ત થાય છે, પાપ વધે છે અને પુણ્ય ઓછા થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer