જાણો સ્વર્ગ અને નર્ક એટલે શું? સ્વર્ગ અને નર્ક બધું અહી જ છે.

હરિને પ્રાપ્ત કરવા, સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત કરવાનો રસ્તો માત્ર ધાર્મિક કર્મકાંડ જ નથી, કેવળ પરલોકમાં મૃત્યુ પછી સ્વર્ગલોક પ્રાપ્ત કરવાનો આધાર જ માત્ર નથી, પરંતુ આ જે જીવન મળ્યું છે તેમાં સુખ- શાંતિથી, સદાચારથી, ધર્મમાં ઓત્તપ્રોત થવાનો રસ્તો છે. મૃત્યુ પામ્યા પછી સ્વર્ગ મળશે કે નહિં એ આપણે જાણતા નથી. પરંતુ આધ્યાત્મિક સાધનાના માર્ગ ઉપર ચાલતા રહીને જે જીવન મળ્યું છે તેમાં સ્વર્ગની સ્થાપના કરી શકીએ છીએ.

આયુર્વેદની ચરક સંહિતામાં સ્પષ્ટ લખ્યું છે કે આલોકમાં કે મરણ પછીનાં પરલોકમાં જે પરમ સુખ અનુભવાય છે તે દરેક પ્રાણીઓની પરમ મનની શાંતિ ને જ આધીન છે. અર્થાત સ્વસ્થ એના શાંતિમન એ જ પરમ શ્રેષ્ઠ સુખ-શાંતિ અને મુક્તિ છે. એજ સ્વર્ગ છે. એજ નરક છે. અશાંત ભટકતું મન જ મોટામાં મોટું દુ:ખ બંધન છે.

ભગવત્ ગીતાનું વાંક્ય છે કે’ પ્રસન્ન ચેતસોહયાશુ બુધ્ધિં પર્યવતિષ્ઢતે’ (અધ્યાય૨)

જો કોઈ ‘મન’ કો પરખલે તાકો કાલ ન ખાય.

જગતમાં જે કંઈ મેળવવાની ઝંખના છે. લોલુપ્તતા છે. એ દેહ ઇર્ષા છે. લોભ છે કામ-ક્રોધ તે સર્વે અસ્વસ્થમન થી થાય છે. પછી એ ઝંખના સત્તાથી હોય, કે પૈસા માગતી હોય કે મોક્ષની પરંતુ ઝંખના તે ઝંખના જ છે અને લોભ વૃત્તિથી ભરેલા પોટલા પૈસાના હોય કે પુણ્યનાં પરંતુ તે વૃત્તિઓ એક મનની આકાક્ષીય વૃત્તિજ છે, બંધન છે. અને તે દરેકમાં અસ્વસ્થ મનજ કારણભૂત છે.

એક ફિલ્મી ગીત છે. જેમાં ‘મન હી દેવતા. મન હી ઇશ્વર- મનસે બડા ન કોઈ’ તુલસીદાસજી કહેતા ‘મન’ કહી જૈસી ભાવના તૈસ ફલ તેહી દેત.કોણ સુખી છે ? અને કોણ દુ:ખી છે? મનનાં વિચારો જ આપણને સુખી-દુ:ખી કર્યા કરે છે. મહત્વાકાંક્ષાઓ જ વ્યકિતને, ઇર્ષામાં  સળગાવી શાંતિ હણે છે.  શાંત-સંતુષ્ટ સાત્વિક વિચાર વાળો મનુષ્યો માટે અહિંજ શાંતિને મુક્તિ કે મોક્ષ છે.

સ્વર્ગ મનુષ્યની દૃષ્ટિ અને વિચાર કરવાની રીતમાં જ રહેલું છે. એ કોઈ વિશેષ જગ્યાનું નામ નથી આવું પંડિત રામશર્માએ કહેલું. વળી સ્વર્ગની એ કલ્પના કરવી પણ વ્યર્થ છે કે જે આપણને મર્યા બાદ મળે છે. સુખ-શાંતિ, સંતોષ-પ્રેમ- સર્વપ્રાણીઓ પ્રત્યે દયાભાવ, શ્રદ્ધા વિગેરે વાળું જીવન જ સ્વર્ગ છે કલેશ ઝઘડા, દુશ્મની, વેર, ઝેર, ખરાબ કાર્યો કરવાવાળું જીવન, વ્યસન યુક્ત ઉદ્વૈગ, અસંતોષવાળું જીવન જ નરક છે.

પ્રાણિમાત્રની વેદના અને પ્રાણીઓનાં દુ:ખો દુર કરવાની વૃત્તિ એ જ સાચા સ્વર્ગનું પ્રમાણ છે. એ જ કામનાઓ કરભલા તો હોગા ભલાનું સૂત્ર સાર્થક કરીને જીવનને ઉજાળે છે.

નત્વહં કામયેત રાજ્યં ન સ્વર્ગ ન પુનર્ભવ :।

કામયેત દુ:ખ તપ્તાનાં પ્રાણિનાં આર્તનાશનમ્ ।।’

પ્રાણિમાત્રોની દુ:ખો કરવાની વૃત્તિ જ જીવનને સ્વર્ગ બનાવી દે છે. તુલસીદાસજી કહેતાં કે પરોપકાર એ જ ધર્મ છે એક બીજાને પિડા આપવી એ જ અધર્મ છે.આમ આપણે આપણાં જીવનને જ સ્વર્ગ બનાવી એવી પ્રભુને પ્રાર્થના કરીએ। સંતકબીર સાહેબ કહેતા’ મોં કો કહાં ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસમે.’ કહે કબીર સુનો ભા ઈ સાધો, સબ શ્વાસો કે શ્વાસમેં, ભગવતગીતામાં પણ શ્રીકૃષ્ણે કહેલું છે. ‘ઇશ્વર દરેકનાં હૃદયમાં જ રહેલો છે. ઇશ્વરની આરાધના કરીએ કે આપણું જીવન સુંદર બનાવીને આ પૃથ્વી પર જ સ્વર્ગનું નિર્માણ કરીએ. મંગળ કરીએ. દરેકમાં સિયારામનાં દર્શન કરીએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer