આ જગ્યાએ આજે પણ પ્રજ્વલિત છે શિવ-પાર્વતીના વિવાહ મંડપની અગ્નિ

રુદ્રપ્રયાગમાં સ્થિત ‘ત્રીયુગી નારાયણ’ એક પવિત્ર જગ્યા છે. માનવામાં આવે છે કે સતયુગમાં જયારે ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા ત્યારે આ જગ્યા  ‘હિમવત’ ની રાજધાની હતી તે જગ્યા પર આજ પણ દર વર્ષે દેશ ભરથી લોકો સંતાન પ્રાપ્તિ માટે ભેગા થાય છે. અને દર વર્ષે સપ્ટેમ્બર મહિનમાં બાવન દ્વાદશીના દિવસે અહી મેળાનું આયોજન કરવમાં આવે છે.  

આજે પણ પ્રજ્વલિત છે વિવાહ મંડપની અગ્નિ:

માન્યતા છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ત્રીયુગી નારાયણ મંદિરથી આગળ ગૌરી કુંડના સ્થાન પર માતા પાર્વતી એ તપસ્યા કરી હતી ત્યાર બાદ તેજ મંદિરમાં ભગવાન શિવે માતા સાથે લગ્ન કર્યા હતા કહે છે આજે પણ તે હવાન કુંડમાં આગ પ્રજ્વલિત છે.

દેશ ભર થી આવે છે લોકો :

સંતાન પ્રાપ્તિ માટે આ અગ્નિના આશીર્વાદ લેવા માટે દેશના બધા ભાગ માંથી લોકો આવે છે. એવી માન્યતા છે કે ભગવાન કેદારનાથની યાત્રા પહેલા અહી દર્શન કરવાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer