ટીવી જોતા જોતા ખાવાથી તમે રોગ ના ભોગી બની શકો છો, જાણી લો આટલી બાબતો વિષે

જો તમે પણ ટીવી જોતી વખતે પલંગ પર સૂતાં-સૂતાં નાસ્તો કરો છો તો તમારી આ આદત તરત જ બદલી નાંખો. તમારી આ ટેવ તમને બીમાર પાડી શકે છે. ખાસ કરીને કિશોરાવસ્થા દરમિયાન, ટીવી જોતાં નાસ્તો કરવાની આદત હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ તારણ બહાર આવ્યું છે.

દિવસભરની ભાગદોડના કારણે મોટાભાગના લોકો સવારે નાસ્તો કરવાનું અથવા બપોરે જમવામાં શું ખાવું તે અંગે વધારે વિચાર નથી કરતા. લોકો ગમે તેવું આચરકુચર ખાઈને પેટ ભરી લેતા હોય છે. એવા પણ લોકો હોય છે જે ફિટ રહેવા માટે કોઈ ખાસ પ્રકારે ડાયટ ફોલો કરતા  હોય. તેમને એવું લાગે છે કે બસ આટલું તેમના શરીરના પોષણ માટે પુરતું છે.

હાલના સમયમાં એક આદત આપણા બધામાં સામાન્ય જોવા મળે છે. તે છે ઉતાવળમાં ખાવાનું કે નાસ્તો કરવાનું. જમવાના સમયે વધારે મોબાઈલ અથવા પછી ટીવી જોતાં જોતાં આપણે વધારે જમી લેતાં હોઈએ છીએ. જેના કારણે મોટી સમસ્યાઓ પેદા થાય છે. જમવાનો અર્થ એ છે કે, આપણે જમતી વખતે આનંદથી ખાવું જોઈએ તેથી આપણું પેટ ભરાઈ જાય.

સંશોધકોએ એવી જાણકારી એકઠી કરી છે કે જે બાળકો ટીવી જોતાં-જોતાં નાસ્તો કરે છે તેમના શરીરમાં મેટાબોલિક સિન્ડ્રોમનું જોખમ વધારે હોય છે. આ રિસર્ચ 12થી 17 વર્ષની ઉંમરના 33,900 કિશોરો પર હાથ ધરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે મેટાબોલિક સિન્ડ્રોમને લીધે બાળકોમાં બ્લડ પ્રેશરનું જોખમ વધ્યું છે, તેથી તેમના શરીરમાં હાઈ બ્લડ શુગર, કમરની ચરબી અને કોલેસ્ટેરોલ વધવાનું જોખમ વધી જાય છે.

મેટાબોલિક સિન્ડ્રોમ કોઈ રોગ નથી પરંતુ તે એકસાથે થતાં ઘણા રોગોને કારણે થાય છે. હાઇપરટેન્શન, શગુપ પ્રોબ્લેમ, કોલેસ્ટેરોલ વધવો અને મેદસ્વીતા આ તમામ બાબતો મેટાબોલિક સિન્ડ્રોમનું કારણ બને છે. ચાલો જાણીએ આવી બીમારીઓ વિશે જે મેટાબોલિક સિન્ડ્રોમ માટે જવાબદાર હોય છે. જો તમારા લોહીમાં ખરાબ કોલેસ્ટેરોલની માત્રા 150 મિલિગ્રામ છે તો શરીરમાં મેટાબોલિક સિન્ડ્રોમ હોવાનું જોખમ ઘણું વધી જાય છે.

સૌથી વધુ મેટાબોલિક સિન્ડ્રોમ હોવાનું જોખમ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓને રહે છે. સામાન્ય વ્યક્તિનું બ્લડ પ્રેશર 120/80 હોય છે. જો આ સામાન્ય સ્તર કરતાં વધારે હોય તો મેટાબોલિક સિન્ડ્રોમ હોઈ શકે છે. જો જમતા પહેલાં તમારા શરીરમાં શુગરની માત્રા 100 કરતાં વધારે છે, તો સચેત થઈ જવું જોઇએ. આ મેટાબોલિક સિન્ડ્રોમના જોખમને નિર્દેશ કરે છે. ખાસ કરીને પેટની આસપાસ જમા થતી વધારાની ચરબી મેટાબોલિક સિન્ડ્રોમનું સંભવિત કારણ હોઈ શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer