એલોન મસ્કે 8 ડોલરના બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામને હાલ પૂરતો સ્થગિત કર્યો, જાણો શા માટે આ પગલું ભર્યું

ટ્વિટર ખરીદ્યા બાદથી એલોન મસ્ક સતત પોતાના યૂઝર્સને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. હવે તેણે તેના 8 ડોલરના બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામને હાલ પૂરતો સ્થગિત કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ આ નિર્ણય જાણીતી બ્રાન્ડના ફેક એકાઉન્ટમાં વધારાને કારણે લીધો છે.

વેબસાઇટ પ્લેટફોર્મે પહેલા ફેક એકાઉન્ટ વિશે માહિતી આપી હતી. જો કે, હાલના ટ્વિટર વપરાશકર્તાઓ પાસે હજી પણ તેમના એકાઉન્ટની એક્સેસ હશે. તેઓ તેને સામાન્ય રીતે સંચાલિત કરી શકશે. આ સાથે જ કંપનીએ હાઇપ્રોફાઇલ એકાઉન્ટ્સ માટે ‘ઓફિશિયલ’ બેજ પણ રિસ્ટોર કરી દીધો હોવાના અહેવાલ છે.

આ પહેલા ટ્વિટર પર બ્લૂ ટિક ઓળખની ચકાસણી બાદ યૂઝર્સ માટે ઉપલબ્ધ હતું, જેમાં યૂઝરની ઓથેન્ટિકેશન અને ભરોસાપાત્રતા જોવા મળી હતી. હવે યુઝર્સ પૈસા આપીને બ્લુ ટિક ખરીદી શકે છે. બુધવારે ટ્વિટરે આ સેવા શરૂ કરી છે. યુઝર્સે પણ તેને અજમાવવાનું શરૂ કરી દીધું હતું. આ પછી બ્લૂ ટિકવાળા ફેક એકાઉન્ટનું પૂર આવ્યું હતું. આ વેરિફાયેબલ એકાઉન્ટ્સથી ફેક ટ્વિટ્સ પણ આવવા લાગ્યા હતા, જે બાદ ટ્વિટરે હાલ પૂરતો પેઇડ સર્વિસનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો.

એવા અહેવાલ આવ્યા હતા કે ટ્વિટરે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. વાસ્તવમાં તે ટ્રમ્પના નામે ફેક ટ્વિટર એકાઉન્ટ ચલાવતો હતો. તેને જોઈને, તમે નકલી હોવાનો અંદાજ લગાવી શકતા નથી, કારણ કે તેની પાસે વાદળી રંગની ટિક હતી.

આ સાથે જ નિન્ટેન્ડો ઇન્ક નામની પ્રોફાઇલ પર બ્લુ ટિક પણ હતું. એણે સુપર મારિયોનો પોતે અસલી કંપની હોવાનો દાવો કરતો એક ફોટો પોસ્ટ કર્યો હતો, જે વાંધાજનક હતો. આવી જ રીતે લેજન્ડરી ફાર્મા કંપની એલી લીલી એન્ડ કંપની બ્લુ ટિકને લીધા બાદ એક વ્યક્તિએ ટ્વીટ કર્યું હતું કે, ઇન્સ્યુલિન હવે ફ્રી થઇ ગયું છે.

એક વ્યક્તિએ તો ટેસ્લા ઇન્કના સિક્યોરિટી રેકોર્ડની મજાક પણ ફેક એકાઉન્ટ બનાવીને ઉડાવી હતી. પરંતુ આ એકાઉન્ટ્સના ખુલાસાના કારણે ટ્વિટરને પોતાની નવી સર્વિસમાં ખૂબ જ ગંભીર ખામી જોવા મળી, જે બાદ તેમણે હાલ પૂરતી આ સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો.

ટ્વિટરના નવા સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામના પ્રાપ્તકર્તાને વધારાની સુવિધાઓ સાથે ટ્વિટર પર બ્લુ ટિક અથવા બેજ પણ આપવામાં આવી રહ્યો હતો. ભારતમાં આ સર્વિસને લઈને કહેવામાં આવ્યું હતું કે, ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન આ મહિનાના અંત સુધીમાં રિલીઝ થઈ જશે.

અમેરિકા અને અન્ય દેશોમાં તેની કિંમત 7.99 ડોલર રાખવામાં આવી હતી. ભારતમાં તેની કિંમત વિશે એક નવો અહેવાલ આવ્યો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ટ્વિટર બ્લૂના સબ્સક્રિપ્શન અમેરિકા કરતા વધારે મોંઘા હોઈ શકે છે. આ માટે યૂઝર્સને દર મહિને 719 રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. જો કે ફાઈનલ ફીચર જાહેર કરતી વખતે કંપની પોતાના ચાર્જમાં ફેરફાર કરી શકે છે.

 

 

 

Leave a reply:

Your email address will not be published.

Site Footer