ઊંઘમાં મોઢામાથી નીકળતી લાળ અને તેનાથી થતા રોગના સંકેત જાણીને તમને ચોક્કસથી નવાઈ લાગશે

કેટલીક વાર તમે નોંધ્યું હશે કે જ્યારે પણ આપણે ઉંઘમાંથી સવારે જાગીએ ત્યારે ચહેરા પર સફેદ સુકાયેલો ડાઘ દેખાય છે, જે ખરેખર રાત્રે મોઢામાંથી નીકળેલ લાળ નો હોય છે, જો કે સૂતી વખતે લોકોના મોઢામાંથી લાલ નીકળવી એ એક સામાન્ય બાબત છે પરંતુ ઘણી વાર તે ખૂબ ગંભીર બીમારીનો સંકેત પણ હોઇ શકે, તો ચાલો જાણી લઈએ આપણી ઊંડી ઊંઘ અને લાળ વચ્ચેનો સંબંધ,

ઊંઘતી વખતે મોઢામાંથી લાળ નિકળવી તે સામાન્ય રીતે બાળકોમાં વધારે જોવા મળે છે, મોઢામાંથી નીકળતી લાળ ને મેડિસિનની ભાષામાં સિલોરીઆ કહેવામાં આવે છે, જે બાળકો ના દાંત બહાર આવી ગયા હોય અથવા સેરેબ્રલ પાલ્સી જેવી સ્નાયુબદ્ધ અથવા જેને ન્યુરોલોજીકલ સમસ્યા હોય તેવા બાળકોમાં આ બીમારી મોટા ભાગે જોવા મળે છે.

શરીરમાં અલગથી જોવા મળતી ગ્રંથીને કારણે મોઢામાંથી લાળ નીકળવાની પ્રક્રિયા થાય છે આ પ્રક્રિયા સૂતી વખતે ઊંઘમાં વધુ લાળ ઉત્પન્ન કરે છે, સામાન્ય રીતે આપણે દિવસના સમય દરમિયાન મુખ થી લાળ ગળી જતા હોઇએ છીએ, પણ જ્યારે આપણે સૂઈએ ત્યારે આપણી નસો વધારે આરામદાયક સ્થિતિમાં આવી જાય છે જેના કારણે મોઢા માંથી સીધી લાળ નીકળવા લાગે છે.

આ સમસ્યા ઘણી વાર મોટી ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે, પરંતુ ઘણા લોકોને માહિતી નથી કે મોઢા માંથી નીકળતી આ લાળ ઘણા રોગોનો સંકેત પણ આપે છે, તો ચાલો જાણીએ મોઢા માંથી નીકળતી લાળ કયા રોગોના સંકેતો આપે છે.

જ્યારે મોઢા ઉપર ની નસ આરામ કરે છે ત્યારે ગ્રંથિઓ લાળ તૈયાર કરતી હોય છે અને જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે તે મોઢામાંથી બહાર નીકળવા લાગે છે. જો તમને પણ લાગતું હોય કે તમારે પણ સૂતી વખતે મોઢામાંથી લાલ નીકળે છે, તો તમે પણ ઘણા રોગોનો સામનો કરી રહ્યા છો.

જો તમે પણ આ સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હો તો અમુક અસરકારક ઘરગથ્થુ ઉપાય અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, તો ચાલો જાણીએ મોઢામાંથી નીકળતા લાળ આપણને કયા રોગો નો સંકેત આપે છે. નાકની એલર્જીની સમસ્યા- ધૂળ અને અમુક ખાદ્ય પદાર્થોની એલર્જીને કારણે પણ લાળ વધુ ઉત્પન્ન થઇ શકે છે. જે આપણા શરીરના અર્થતંત્રને વેરવિખેર કરી શકે છે

પેટમાં નાના જીવડા થાય – જો રાત્રે ઊંઘમાં તમારા મોઢામાંથી લાળ નીકળે છે તો તે પેટ માં થતા કૃમિ ની નિશાની પણ હોઈ શકે છે, જો તમને પણ આ સમસ્યા વધારે થતી જોવા મળે તો તરત જ ડોક્ટર પાસે તપાસ કરાવો.
સાઇનસ ના ચેપ ની સમસ્યા – શ્વાસોશ્વાસના માર્ગમાં ઇન્ફેક્શનને કારણે સૂતી વખતે મોઢામાંથી લાળ પણ નીકળે છે આ સમસ્યામાં ડૉક્ટર ની તપાસ ખૂબ જ અનિવાર્ય છે.

પેટમાં થતી બળતરાની સમસ્યા – જે લોકોને પેટમાં બળતરા થતી હોય છે તે લોકોમાં પણ આ સમસ્યા સામાન્ય રીતે વધુ જોવા મળે છે. નિષ્ણાંતોના મત મુજબ એસિડ રિલક્સ એપિસોડ ને કારણે ગેસ્ટ્રિક એસિડ બને છે આ ઈસોગોસ્લિવેરીને ઉત્તેજીત કરે છે અને વધુ લાળ બનવામાં મદદ કરે છે

ટોન્સિલીટીસ ની સમસ્યા ટોન્ગિલ્સ ગ્રંથિ ગળાના પાછળના ભાગમાં હોય છે ગળામાં થતી બળતરા ટોન્સિલિસીસ ની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે, સોજાના કારણે ગળું ઘણું નાનું થઈ જાય છે, જેથી તે મોઢાની લાળ ને ગળામાં ઉતરવા દેતું નથી અને મોઢામાંથી વહેવા લાગે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer