ભગવાન શ્રી ગણેશ ને તુલસી નથી ચડતી અને તુલસી વિવાહ માં ગણેશ નથી રાખવામાં આવતા. એની પાછળ પુરાણો માં એક રોચક કથા જાણવા મળે છે. એક સમય માં ધર્માંત્મજ નામ ના રાજા હતા તેમની કન્યા તુલસી યુવાની અવસ્થામાં હતી. પોતાના વિવાહ ની ઈચ્છા લઈને તુલસી તીર્થ યાત્રા પર નીકળી ગઈ.
તેમણે ઘણી જગ્યા ની યાત્રા કરતા એક સ્થાન પર તેમણે તરુણાવસ્થામાં ભગવાન શ્રી ગણેશ ને તપસ્યા માં લીન જોયા. ભગવાન ગણેશ નું રૂપ અત્યંત મોહક અને આકર્ષક હતુ. તુલસી ભગવાન ગણેશ ના આ રૂપ પર મોહી ગઈ અને પોતાના વિવાહ નો પ્રસ્તાવ તેમના સમક્ષ રાખવા માટે તેનું ધ્યાન ભંગ કરી દીધું.
ભગવાન ગણેશે સ્વયં ને બ્રહ્મચારી જણાવતા તુલસી ના પ્રસ્તાવ ને ના પાડી દીધી. તુલસી ને ભગવાન ગણેશ ના આ રૂખા વ્યવહાર અને પોતાનો વિવાહ પ્રસ્તાવ ને ના પાડવાથી ખુબ જ દુખ થયું અને તેમણે આવેશ માં આવી ને ભગવાન ગણેશ ને બે વિવાહ થાય તેનો શ્રાપ આપી દીધો. આ પર શ્રી ગણેશજી ને પણ તુલસી ને અસુર સાથે વિવાહ થવાના શ્રાપ આપી દીધો. પછી તુલસી ને પોતાની ભૂલ નો અહેસાસ થયો અને ભગવાન ગણેશ પાસે માફી માગી.
ન તમારો શ્રાપ ખાલી જશે નહિ મારો. હું રિદ્ધી અને સિધ્ધી ના પતિ બનીશ અને તમારો પણ રાક્ષસ જલંધર સાથે અવશ્ય થશે, પરંતુ અંત માં તમે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણ પ્રિયા બનશો અને કલયુગ માં ભગવાન વિષ્ણુ ની સાથે તમને પણ પુજવામાં આવશે. પરંતુ મારી પૂજા માં તુલસી નો ઉપયોગ નહીં કરવામાં આવશે.