ઘણી વખત ઉર્ફી સાડીનો પલ્લુ સરકાવી ને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદ ક્યારે શું કરી રહી છે તે કોઈને ખબર નથી. તે જે રીતે કપડાં કાપીને પોતાના માટે ડ્રેસ બનાવે છે જે જોઈને લોકો ચોકી જાય છે. તેની અસામાન્ય ફેશન જોઈને ઘણા લોકો વિચારે છે કે ઉર્ફી ને આખરે આવો વિચાર ક્યાંથી આવે છે? હવે ઘણા લોકો તેની ફેશનની સાથ આપી રહ્યા છો. આ દરમિયાન ઉર્ફીનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ઉર્ફી ફરીવાર ટ્રોલ થઈ રહી છે.
ઉર્ફી જાવેદનો એક નવો વીડિયો સામે આવ્યો છે. ઉર્ફી આ વીડિયોને લીધે ફરી એકવાર ચર્ચામાં આવી છે. વીડિયોમાં આપણે જોઈ શકિયે છીએ કે ઉર્ફી એક ઈવેન્ટમાં પહોંચી છે. આ દરમિયાન તેણે બ્લેક કલરની પારદર્શક સાડી પહેરી છે, પરંતુ બધાની નજર ઉર્ફીના બ્લાઉઝ પર અટકેલી છે. માહિતી અનુસાર ઉર્ફી હાલમાં જ મુંબઈમાં આયોજિત એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે બ્લેક ટ્રાન્સપરન્ટ બ્લાઉઝને બદલે બ્લેક કલરની બ્રા પહેરી હતી. તેણે નાકમાં નથ અને ઝુમ્મર પાસા પહેર્યા હતા. ત્યાં તેણે વાળમાં બનવાળી હેર સ્ટાઇલ લીધી હતી. ત્યારે તે કેમેરાની સામે તેની સાડીનો છેડો સરખો કરતી જોવા મળી છે. તેમજ ઘણી વખત ઉર્ફી સાડીના પલ્લુને સરકાવીને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયોમાં સિંગર અબ્દુ રોજિક ઉર્ફી સાથે જોવા મળે છે. ઉર્ફી ઇવેન્ટમાં, અબ્દુ રોજિકની બાજુમાં બેસીને તેની સાથે વાત કરતી જોવા મમળી હતી. અબ્દુ ભલે 18 વર્ષનો હોય પરંતુ તે નાના બાળક જેવો દેખાય છે. આ કારણથી અબ્દુ રોજિકને જોઈને લોકો તેને બાળક કહી ને બોલાવી રહ્યા છે. આ વીડિયો જોઈને એક યુઝરે કોમેન્ટ કરી કે, “આ બાળકને ઉર્ફી થી દૂર રાખો”