નીતિન પટેલ, રૂપાણી સહીત ભાજપના 59 MLA ને ઘરે બેસાડી દેવાની તૈયારી….

યુપી સહિત 4 રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ગુજરાતમાં ભાજપ નવો રાજકીય કીમિયો શરૂ થવાનો છે. રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં હાલના 59 ધારાસભ્યનાં નામ કપાશે.

પાર્ટીએ રાજ્યમાં નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની ચાલ નક્કી કરી છે. જે રીતે રૂપાણી સરકારના રાજીનામા બાદ નવા મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાને સ્થાન અપાયું હતું એ જ પેટર્ન પર આગામી ચૂંટણીમાં યુવા લોકોને સ્થાન અપાશે.

જેઓ અગાઉ વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી તેવા ભાજપના કાર્યકરો ને અજમાવાશે. આગામી ચૂંટણીમાં ઉંમરની સીમારેખા તરીકે 65 વર્ષની મર્યાદા રખાઈ છે. આ ઉપરાંત પાર્ટી અગાઉ ત્રણ કે ચાર વખત ચૂંટણી લડી ચૂક્યા હોય તેવા કોઇપણ ધારાસભ્યને હવે રીપિટ કરશે નહિ. અમુક બેઠકો પર માત્ર સ્થાનિક સમીકરણો અને જ્ઞાતિ-જાતિની ત્રિરાશી પરથી નિર્ણય લેવાશે.

પક્ષના વરિષ્ઠ નેતાઓના મનમાં અસંતોષ ન જન્મે એવા આશયથી પ્રયત્નો શરૂ થઇ ગયા છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ હાલ ગુજરાતમાં છે અને જે મોટા નેતાઓનાં નામ પર કાતર ફરવાની છે તેમાંના ઘણાની સાથે મિટિંગ કરી રહ્યા છે. વિજય રૂપાણી સરકારનું રાજીનામું પડ્યું તેના એક દિવસ પહેલાં જ સંતોષ ગુજરાત આવ્યા હતા અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી પક્ષ સાથે બળવાખોરી ન થાય તેવા પ્રયત્નો શરૂ કર્યા હતા.

આ નેતાઓના નામમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી , નીતિન પટેલ , ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા , પ્રદીપસિંહ જાડેજા , આર સી ફળદુ, કૌશિક પટેલ , સૌરભ પટેલ, દિલીપ ઠાકોર , ગણપત વસાવા કુંવરજી બાવળિયા , પુરુષોત્તમ સોલંકી , ઇશ્વરસિંહ પટેલ , કનુ દેસાઈ , કિરીટસિંહ રાણા , રાઘવજી પટેલ , ગજેન્દ્રસિંહ પરમાર , નીમાબેન આચાર્ય , પંકજ દેસાઇ , જેઠા ભરવાડ , આર. સી. પટેલ , આત્મારામ પરમાર , બાબુ બોખરિયા , યોગેશ પટેલ , જયદ્રથસિંહ પરમાર, વાસણ આહીર , વિભાવરી દવે , વલ્લભ કાકડિયા , કિશોર કાનાણી , બચુ ખાબડ , રમણલાલ પાટકર, અરુણસિંહ રાણા , બાબુ જમનાદાસ પટેલ ,જિતુ સુખડિયા , મધુ શ્રીવાસ્તવ , જિતુ ચૌધરી , કિશોર ચૌહાણ , કાંતિ બલર , પીયૂષ દેસાઇ , મોહન ઢોડિયા , ગીતાબા જાડેજા , કેશુ નાકરાણી , અરવિંદ પટેલ , ધનજી પટેલ , ગોવિંદ પટેલ , સુરેશ પટેલ , વિવેક પટેલ , સી કે રાઉલજી , પુરુષોત્તમ સાબરિયા , રાકેશ શાહ , કરસન સોલંકી , કેસરીસિંહ સોલંકી , અભેસિંહ તડવી , શંભુજી ઠાકોર , બલરામ થાવાણી , વી ડી ઝાલાવાડિયા , કાંતિ બલર , સુમન ચૌહાણ , વિજય પટેલ , ગોવિંદ પરમાર જેવા નેતાઓનો સમાંવેશ થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer