દેશ ભરમાં કોરોના નો ભય વ્યાપી રહ્યો છે. કોરોના વાયરસની બીજી લહરનો પ્રકોપ રોકાવાનું નામ લઈ નથી રહ્યો. તેને રોકવા દેશમાં કોરોના વેક્સિનેશન (કોરોના રસીકરણ) ચાલુ છે. 1 મેથી 18 વર્ષ ઉપરના લોકોને પણ કોરોના વૈક્સીન લગાવવામાં આવશે. પરંતુ તેને લઈ ને લોકો ના મન માં કેટલાક સવાલ પણ છે આમાં એકદમ અહમ સવાલ એ છે કે વૈકિસીન લગાવ્યા પછી તેની અસર કેટલા દિવસો સુધી રહે છે ?
તો ચાલો જાણીએ કે આ વિશે એક્સપર્ટ નું આ વિશે શું કહેવું છે. એક્સપર્ટ્સનું માનો તો વેક્સિન એ કોરોના વાયરસથી બચાવના ઉપાયમાંથી સૌથી બેસ્ટ ઉપાય છે. તે તમારી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે, જેનાથી તમારા બિમાર થવાના ચાન્સ ઓછા રહે છે પરંતુ અહીં ધ્યાન મા લેવા વાળી વાત એ છે કે વેક્સિન ની અસર હંમેશા માટે નથી રહેતી
આ ફક્ત એક નિશ્ચિત સમય સુધી જ રહે છે યુ.એસ. સેંટર ફોર ડિજીઝ કન્ટ્રોલ એન્ડ પ્રોવેન્શન (રોગ નિયંત્રણ અને નિવારણ) દ્વારા 4000 આરોગ્ય કર્મચારીઓ અને ફ્રેન્ચલાઇન વર્કર્સ પરના અને વૈકિનેશનમાં શૌધ્ધ દાખલ કરેલ આ સ્ટડીમાં તે ફિઝર-બાયોનેટટેક (ફાઇઝર-બાયોએનટેક) ની વૈકસીન 6 મહિના સુધી અસરકારક રહે છે.
ત્યારબાદ તમે કોરોના થી ભાગ્યે જ બચી શકો છો. તો અહી અન્ય બીજી વેક્સિન 6 મહિના થી વર્ષ સુધી પણ અસર કરતી હોય છે અહી મોડર્ના વેક્સિન ના બંને ડોઝ લેવા પર તે 6 મહિના સુધી કારગર રહેતી હોય છે. મોંડર્ના વેક્સિન થી તૈયાર થયેલ એટી-બોડીઝ 6 મહિના સુધી બોડીમાં રહે છે. પરંતુ હા કોઈ પણ વ્યક્તિ બીમાર થાય તો તે તેની ઇમ્યુન સિસ્ટમ પર ડીપેન્ડ કરે છે.
તેનો અર્થ એ છે કે ઇમ્યુનિટી પણ જેટલી મજબૂત હશે એટલી જ કોરોનાની ચિંતા ઓછી હશે. યુનિવર્સિટી ઓફ મેરીલેંડ સ્કૂલ ઑફ મેડિસિનની વૈક્સીન એક્સ્પેટ જણાવે છે કે વર્તમાનમા જેટલી પણ વેક્સિન ની પ્રાપ્તિ થઈ રહી છે જેની અસર એક વર્ષ સુધી થઈ રહી છે. તેથી જયારે કોરોના ની નવી વેરિએન્ટ્સ શરૂ થાય છે ત્યારે તે ચિંતાનો વિષય બનાવે છે.
જો વાયરસમાં પરિવર્તનશીલ બદલાવ થતા હોય તો અમે વિક્સીનને ફરીથી અપડેટ કરીશું. એક વાત તમને જણાવી દઇએ કે ઇમ્યુન સિસ્ટમ ને જરૂરિયાતથી વધુ મજબુત બનાવવું એ નુકશાનકારક પણ થઈ શકે છે. તે સમયે શરીરની ઇમ્યુન સિસ્ટમની બીમારીઓ સામે લડવાની બદલે આપણા શરીરમાં નુકશાન થઈ શકે છે.
આ સ્થિતિ ને સાઇટોકાઇન સ્ટોમ કહે છે આમાં, રોગપ્રતિકારક કોષો ફેફસાંની નજીક એકઠા થાય છે અને તેમના પર હુમલો કરે છે. આટલું જ નહીં, લોહીની નસો ફાટી નીકળે છે અને લોહીની ગાંઠ થઇ જાય છે. જો કે આ સ્થિતિને તપાસી અને સારવાર દ્વારા નિયંત્રિત કરી શકાય છે, પરંતુ કોવિડ -19 દર્દીઓના કિસ્સામાં કંઇ કહી શકાય નહીં.