વૈકુઠનો શાબ્દિક અર્થ થાય છે- જ્યાં કુંઠા ના હોય એ. કુંઠા એટલે કે નિષ્ક્રિયતા, અકર્મણ્યતા, નિરાશા, હતાશા, આળસ, અને દરિદ્રતા. કહેવાય છે કે પુણ્ય અને સારા કર્મો કરનાર લોકો મૃત્યુ પછી વૈકુઠ ધામ જાય છે. વેદોમાં જણાવ્યા મુજબ વેદોમાં મૃત્યુ પછી મોક્ષ વિશે જણાવેલ છે. આજે અમે પુરાણોના આધાર પર જણાવીશું કે વૈકુઠ ધામ ક્યાં છે અને કેવું છે.
વૈકુઠ ધામ ક્યાં છે? હિંદુ ધર્મ અનુસાર કૈલાસ પર મહાદેવ, બ્રહ્મલોક માં બ્રહ્મા રહે છે. તેમજ ભગવાન વિષ્ણુનું નિવાસ સ્થાન વૈકુઠ માં છે. વૈકુઠ ધામ ની સ્થિતિ ત્રણ જગ્યાએ દર્શાવેલ છે. ધરતી પર, સમુદ્ર પર અને સ્વર્ગમાં. વૈકુઠને વિષ્ણુલોક અને વૈકુઠ સાગર પણ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અવતાર પછી તેને ગૌ લોક પણ કહેવાય છે. સામાન્ય રીતે વૈકુઠ ધામ ત્રણ છે જે આ મુજબ છે:
૧. પહેલું વૈકુઠ ધામ બદ્રીનાથ ધામને કહેવામાં આવે છે.
૨. બીજું વૈકુધ ધામ ધરતીની બહાર દર્શાવેલ છે, તેને બ્રહ્માંડની બહાર અને ત્રણે લોક ની ઉપર દર્શાવેલ છે.
૩. ત્રીજું વૈકુઠ ધામ ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકા ઉપરાંત બીજું એક નગર વસાવ્યું હતું જેને વૈકુઠ ધામ કહેવામાં આવે છે.
વૈકુઠ અને પરમધામ માં અંતર:-
પરમ ધામ: કહેવાય છે કે પરમધામ માં ગયા પછી જીવાત્મા હંમેશ માટે જીવન અને મરણ ના ચક્ર માંથી મુક્ત થઇ જાય છે. આ ધામ સૌથી ઉપર અને સર્વોચ્ચ ધામ છે. અહી ના કોઈ સુખ છે કે ના તો કોઈ દુખ અહી ફક્ત આનંદ છે.
વૈકુઠ ધામ : માન્યતા છે કે અહી આત્મા થોડા સમય માટે આનંદ અને સુખ પ્રાપ્ત કરે છે, પરંતુ સુખ ભોગવ્યા પછી ફરીથી મૃત્યુ લોક માં આવે છે. આ સ્થાનને સ્વર્ગની ઉપર દર્શાવેલ છે.