વૈશાખ મહિનાનો થયો શુભ આરંભ, આ ખાસ મંત્રના જપ થી મળશે લાભ.

હિંદુ ધર્મ કેલેન્ડર અનુસાર પવિત્ર વૈશાખ માસ નો પ્રારંભ થઇ ચુક્યો છે. તેમજ વૈશાખ મહિના પર ગુરુ નો પ્રભાવ બની રહે છે, તેમજ હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર વૈશાખ મહિનાની અદભુદ મહિમા જણાવેલ છે. હિન્દી કેલેન્ડર માં વૈશાખ નો મહિનો ખુબજ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. તેમજ આ પવિત્ર વૈશાખ માસ ખુબજ વિશેષ મહત્વ ધરાવે છે.

તેમજ વૈશાખ મહિનામાં ભગવાન શ્રી હરી વિષ્ણુ દેવની કૃપા બની રહે છે, ભગવાન વિષ્ણુ દેવ અને ગુરુ ગ્રહ ધન આપે છે. તેથી આ પવિત્ર વૈશાખ માસ માં ધન ધાન્ય થી ભરેલ માનવામાં આવે છે. વ્યક્તિ ને આ મહિનામાં રોજગાર અને વ્યાપાર માં વિશેષ લાભ પ્રાપ્ત થાય છે અને વૈશાખ મહિનામાં ગંગા જળ નાખીને પવિત્ર સ્નાન કરવું પણ ખુબજ શુભ માનવામાં આવે છે.  

વૈશાખ મહિનામાં આટલા ઉપાય કરવાથી મળે છે ખુબજ લાભ:- તમને જણાવી દઈએ કે વૈશાખના મહિનામાં એક સમય નું વ્રત રાખી શકાય છે, અને પછી સ્નાન કાર્ય બાદ તુલસી પૂજા કરવી ખુબજ આવશ્યક માનવામાં આવે છે. આખો મહિનો તુલસી પર જળ ચડાવવું ખુબજ શુભ માનવામાં આવે છે તેમજ તાંબા ના લોટામાં જળ દૂધ ગોળ ને મિક્સ કરી પીવું તેનાથી પણ ખુબજ લાભ થાય છે.

વૈશાખ મહિનામાં ગંગા સ્નાન કરવું ખુબજ શુભ માનવામાં આવે છે. તેમજ ખાસ તીર્થ યાત્રા પર જવું જોઈએ અથવા ઘરે પવિત્ર નદીઓ નું જળ લાવવું જોઈએ અને રાખવું જોઈએ. વૈશાખ મહિનામાં દાન કરવું પણ ખુબજ શુભ માનવામાં આવે છે.

આર્થિક લાભ માટે મંત્ર :- “ॐ ह्रीं श्रीं लक्ष्मीवासुदेवाय नमः”
સંતાન પ્રાપ્તિ માટે મંત્ર :- “ॐ क्लीं कृष्णाय नमः” 

સર્વ કલ્યાણ માટે મંત્ર :-“ॐ नमो नारायणाय”

Leave a reply:

Your email address will not be published.

Site Footer