જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે માં વૈષ્ણોદેવી ભવનથી ભૈરો ઘાટી માટે યાત્રી રોપવે સેવાનું ઉદઘાટન કર્યું. ૮૫ કરોડ રૂપિયાથી બનાવેલી આ સુવિધાથી માં વૈષ્ણોદેવી મંદિર આવવા વાળા તીર્થયાત્રીઓ ને ઘણી સવલતો મળી છે.
રાજ્યપાલ મલિક શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના અધ્યક્ષ પણ છે. અધિકારીક પ્રવક્તા અનુસાર રાજ્યપાલ મલિકે અહી રાજ ભવન સમારોહમાં એક અત્યાધુનિક સેવાનું લોકાર્પણ કર્યું છે. તેમણે કહ્યું કે રોપવેની સુવિધા શરુ થવાથી ભવન અને ભૈરો મંદિર વચ્ચેનો યાત્રાનો રસ્તો 1 કલાક થી ઘટી ને ૩ મિનીટનો થઇ જશે. શ્રાઈન બોર્ડે ટીકીટનો દર ઓછો રાખવાનો નિર્ણય કર્યો તેથી અહી ૧૦૦ રૂપિયા પ્રતિ યાત્રીના દેવા પડશે. રાજ્યપાલે આ મેગા પરિયોજનાને વાત્વીકતામાં બદલવા વાળા અધિકારીઓ તેમજ એન્જીનીયરોના પ્રયાસોની પ્રસંશા કરી હતી.
૮૦૦ યાત્રી પ્રતિ કલાકની ક્ષમતા આ રોપવેની છે.
૮૫ કરોડ રૂપિયાનો આરોપવે છે.
કેબીન તેમજ ઘણા ઉપકરણો સ્વીત્ઝરલૅન્ડ થી મંગાવામાં આવ્યા હતા.
પશ્ચિમ બાજુની છે આ રોપવેની ડીઝાઇન
ભૈરો ઘાટીની ૬,૬૦૦ફૂટ ની ચઢાય છે:
ધાર્મિકમાન્યતા છે કે માં વૈષ્ણોદેવીના દરબારમાં આવવા વાળા શ્રધાળુંની યાત્રા ત્યાર સુધી પૂરી માનવામાં નથી આવતી જ્યાં સુધી શ્રધાળું ભૈરો ઘાટી સુધી જઈને મંદિરમાં દર્શનના કરી લે પણ, મોટા ભાગે વૈષ્ણોદેવીના દર્શન બાદ ભક્તો એટલા થાકી જાય છે કે તે ભૈરો ઘાટીની ૬૬૦૦ ફૂટની સીધી ચઢાઈ પૂરી નથી કરી શકતા અને દર્શન કર્યા વિના જ પાછા જતા રહે છે. વૈષ્ણોદેવીથી ભૈરો ઘાટી માત્ર ૩.૫ કિમી દુર છે પણ તેની ચઢાય વધુ છે.