શું ભુપેન્દ્ર પટેલ નીતિન પટેલ અને વિજય રૂપાણીને નડી રહ્યા છે? જુઓ હાલના કાર્યક્રમની વાયરલ તસ્વીરો આપી રહી છે સાબિતી…

અમદાવાદના પાટીદાર સમાજ દ્વારા યોજાયેલ એક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચેનું અંતર કેટલું વધ્યુ છે અને વચ્ચે કોણ આવી ગયું છે તે એક તસવીર પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જેમા રૂપાણી અને નીતિન પટેલની ખુરશીની વચ્ચે નવા બનેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની ખાલી ખુરશી આવી રહી છે.

રૂપાણી અને નીતિન પટેલની તસવીર બની ચર્ચાનો વિષય

જેથી રૂપાણી અને નીતિન પટેલે ભૂપેન્દ્ર પટેલની ખુરશીના પાયાને પકડીને ચર્ચા કરી રહ્યા છે. જોકે થોડીવાર બાદ ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાની ખુશી છોડીને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે વાત કરવા માટે ચાલ્યા ગયા હતા. છેલ્લા થોડા સમયમાં ભાજપ હાઈ કમાન્ડે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની આખી સરકાર ને વેતી કરી દીધી હતી.

રાતોરાત મુખ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીમંડળના રાજીનામાં સ્વીકાર્યા હતા. જે બાદ નવા મંત્રીઓની રચનામાં ઘણું લોબિંગ પણ થયું હતું. નીતિન પટેલ અને વિજય રૂપાણીની રિસામણા પણ ચાલી હતી. પરંતુ અંતે નો-રિપીટ ફોર્મ્યુલાને આધારે આખું નવું મંત્રીમંડળ ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં ઊભું કરવામાં આવ્યું હતું.

ભાજપના અન્ય પૂર્વ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા

નવા નિશાળિયા ભુપેન્દ્ર પટેલ નું મંત્રીમંડળ આવ્યું છે ત્યારથી જ વિજય રૂપાણી નીતિન પટેલ જાહેર કાર્યક્રમોમાં દેખાવા લગભગ બંધ થઈ ગયા છે. પરંતુ વિશ્વ ઉમિયા ફાંઉડેશન ના એક કાર્યક્રમમાં આજે આ બંને નેતાઓની ઉપસ્થિતિ હતી.

આ કાર્યક્રમમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ બંને વહેલા પહોંચી ગયા હતા. જ્યારે ભુપેન્દ્ર પટેલ તેમના વ્યસ્ત કાર્યક્રમને કારણે મોડા પડ્યા હતા. તે દરમ્યાન નીતિન પટેલ અને વિજય રૂપાણી ની ખુરશી વચ્ચે ભુપેન્દ્ર પટેલ ની ખુરશી હતી જે બંને વાત કરવામાં નળી રહી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer