આ દિવસોમાં દેશમાં ‘ભારત માતાની જય’ પર ચર્ચા થઇ રહી છે એટલું જ નહિ જયના આધારે જ દેશભક્ત અને દેશદ્રોહી નક્કી કરવામાં આવે છે, પરંતુ બુંદેલ ખંડની ઝાંસી જીલ્લામાં ‘વીરા’ એક એવું ગામ છે, જ્યાં હોળીના મોકા પર હિંદુ જ નહિ પરંતુ મુસલમાન પણ દેવીના નારા લગાવીને ગુલાલ ઉડાવે છે.
હોલિકા દહનની પહેલા જ ચડે છે હોળીનો રંગ:
ઝાંસીના મઉરાણીપુર કસ્બેથી લગભગ 12 કિલોમીટર દુર છે વીરા ગામ. અહિયાં હરસિદ્ધિ દેવીનું મંદિર છે. આ મંદિર ઉજ્જેનથી આવેલા પરિવારે વર્ષો પહેલા બનાવ્યું હતું, આ મંદિરમાં સ્થાપિત પ્રતિમા પણ આ પરિવારના લોકો સાથે જ લાવ્યા હતા. માન્યતા છે કે આ મંદિરમાં આવીને જે પણ મન્નતો માનવામાં આવે છે તે પૂરી થાય છે. વિસ્તારના પૂર્વ વિધાયક પ્રાગીલાલ બતાવે છે કે વીરા ગામમાં હોળીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગની સાથે મનાવવામાં આવે છે. અહિયાં હોલિકાના દહન પહેલા જ હોળીને રંગ ચડવા લાગે છે, પરંતુ હોલિકાના એક દિવસ પછી અહિયાંની હોળી સાંપ્રદાયિક સદ્દભાવનો સદેશ દેવા વાળી હોય છે. જેની મન્નતો પૂરી થાય છે તે હોળીના મોકા પર ઘણા કિલો ગુલાલ લઈને હરસિદ્ધિ દેવીના મંદિરમાં પહોંચે છે, આ જ ગુલાલ પછી ઉડાડવામાં આવે છે.
બધા ધર્મની છે ઊંડી આસ્થા :
પ્રાગીલાલ નું કહેવું છે કે આ હોળી માં હિંદુઓ ની સાથે મુસલમાન પણ ભાગ લે છે અને દેવી ના નારા પણ લગાવે છે.હોળી ના મોકા પર અહિયાં નો નજરો ઉત્સવમય હોય છે.કારણ કે લગભગ બધા ઘર માં મહેમાનો નો ઘેરો રહે છે, જે મન્નતો પૂરી થયા પછી અહિયાં આવે છે.સ્થાનીય વરિષ્ઠ પત્રકાર અશોક ગુપ્તા એ બતાવ્યું કે બુંદેલખંડ સાંપ્રદાયિક સદભાવ ની મિસાલ રહી છે.અહિયાં ક્યારેય ધર્મ ના નામ પર વિભાજન રેખા ખેંચી નથી.હોળી ના મોકા પર વીરા માં આયોજિત સમારોહ આ વાત નું જીવતું જાગતું પ્રમાણ છે.
નવા કપડામાં રમાય જાય છે હોળી :
અહિયાં ફાગના ગીતની શરૂઆત મુસ્લિમ સમાજના પ્રતિનિધિ જ કરતા રહે છે. એ ગીત ગાયા પછી જ ગુલાલ ઉડાવવા નો કાર્યક્રમ શરૂ થાય છે. હવે બધા સમાજ ના લોકો ફાગ ગાઈને જ હોળી મનાવે છ.એમાં મુસ્લિમ પણ શામિલ હોય છે.
વ્યાપારી હરિઓમ સમુહની મુતાબિક હોળીના મોકા પર આ ગામના લોકો જુના કપડા પહેરતા નથી પરંતુ નવા કપડા પહેરીને હોળી રમે છે કારણ કે એના માટે આ ખુશીનો તહેવાર છે. સામાજીક કાર્યકર્તા સંજય સિંહ હોળીને બુંદેલખંડના લોકો માટે સાંપ્રદાયિક સદભાવ અને સામાજીક સમરસતાનો પર્વ બતાવે છે. એનું કહેવું છે કે હોળી જ એક એવો તહેવાર છે, જ્યાં અહિયાંના લોકો સારી દુરીયો અને અન્ય કુ-રીતીઓ થી દુર રહેતા એક બીજાના ગાલો પર ગુલાલ અને માથા પર તિલક લગાવે છે. વીરા ગામ તો એની જીવતી-જાગતી મિસાલ છે.