કોરોના સંકટ માં આશા નું કિરણ! ઝાયડસ કેડીલાની આ દવા બનશે સનજીવની સમાન..

વિરાફીનનો સિંગલ ડોઝ પણ ઓક્સિજન સ્તરમાં સુધારો કરી શકે, સાત દિવસમાં 91.16 ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના RTPCR ટેસ્ટ નેગેટીવ આવ્યા ઝાયડસનો દાવો. ઝાયડસ કેડિલાએ વિરાફીનનું વિતરણ શરૂ કર્યુ વિરાફીનના એક ડોઝની કિંમત રૂ.11 હજાર 995. ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી વિરાફીનને આપી ચુક્યુ છે મંજૂરી.

સિંગલ ડોઝ થેરાપી છે વિરાફીન :- કોરાના સામેની વૈશ્વિક મહામારીમાં ઝાયડસ કેડિયાલાએ બનાવેલી કોરોનાની દવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે એટલે વિરાફીન નામના આ દવા કોરોના દર્દીઓને ચોક્કસ પણે મળતી થઈ જશે, ઝાયડસ કેડિલાએ આ દવાનનું ચોક્કસ પણે વિતરણ પણ શરૂ કરી દીધું છે.

મનાઈ રહ્યું છે કે કોરોનાની સારવારમાં આ દવા ખૂબ કારગર સાબિત થઈ શકે છે, વિરાફીનનો સિંગલ ડોઝ પણ ઓક્સિજન સ્તરમાં સુધારો કરી શકે છે, એટલે સિંગલ ડોઝ થેરાપી છે વિરાફીન જેના થકી કોરોનાગ્રસ્ત દર્દીના ઓક્સિજનનું લેવલ ખુબ જ સારુ ચોક્કસ પણે થઈ શકે છે

વિરાફીન વરદાન રૂપ સાબિત થશે :- મહત્વનું છે કે કોરોના સંક્રમિત દર્દીનું ઓક્સિજન સ્તર ઘટવા લાગે છે ત્યારે તેને ઓક્સિજન આપવો ખુબ જ જરૂરી બની રહે છે.અને વેન્ટિલેટર પર રાખીને કૃતિમ રીતે ઓક્સિજન આપવો પડતો હોય છે. ઝાયડસ કેડિલાએ બનાવેલી આ દવા ઓક્સિજન સ્તરમાં સુધારો કરે છે .

આ દવાને ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી એ પણ મંજૂરી આપી દીધી છે જો કે આ દવા વિરાફીનના એક ડોઝની કિંમત રૂ 11 હજાર 995 છે કેડિલાએ આ દવાનું વિતરણ અને ડીસ્પેચ પણ શરૂ કરી દીધું છે એટલે ટૂંક સમયમાં જ આ દવા ઉપલબ્ધ થઈ જશે જે કોરોના સંક્રમિત દર્દીઓ માટે વરદાન રૂપ ચોક્કસ પણે સાબિત થશે તેવું જાણકારો કહી રહ્યા છે.

 

વિરાફીનના ઉપયોગથી દર્દી મળે છે રાહત :- ઝાયડસ કેડિલા કંપનીએ નવી દવા વિરાફીન અંગે દાવો કર્યો છે કે, આ ઇંજેકશનના ઉપયોગથી સાત દિવસમાં 91.16 ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના RTPCR ટેસ્ટ ચોક્કસ પણે નેગેટીવ આવ્યા છે.

આ એંટીવાયરલ ડ્રગ્સના ઉપયોગથી દર્દી કોરોનાથી રાહત મેળવાની સામે તેની સામે લડવાની તાકાત મેળવે છે. વધુમાં ઝાયડસ કેડિલાએ એમ પણ જણાવ્યું છે કે, કોરોના થવાના શરુઆતના જ લક્ષણમાં જો વિરાફીન દવા આપાવામાં આવે છે, તે કોરોનામાંથી બહાર આવવા સાથે તેમને પડતી મુશ્કેલીઓ ઓછી થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer