જાણો વૃંદાવનના નિધિવન વિશે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ આજે પણ ગોપીઓ સાથે રાસ રચાવે છે

આજે આપણે જાણીશું આ અનોખા સ્થાન અંગે ભારતમાં કેટલીયે એવી જગ્યાઓ છે જે આજે પણ પોતાનામાં રહસ્ય છુપાવીને રાખે છે આવીજ એક જગ્યા છે વૃંદાવન સ્થિત નિધિવન. એક એવી જગ્યા જેનો ઈતિહાસ ખુબજ રસપ્રદ છે. જો તમે પણ વૃંદાવન ગયા હશો તો આ જગ્યા અંગે જરૂરથી તમે સાંભળ્યુ હશે.

નિધિવન અંગે માન્યતા છે કે અહીં આજે પણ રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ગોપીઓ સાથે રાસ લીલા રચાવે છે. આથી અહીં સંધ્યાના સમયે સુરજ અસ્ત થાય પછી આ જગ્યા પર કોઈ રહી નથી શકતુ. ત્યાં સુધી કે અહી કોઈ પશુ પક્ષી પણ નથી ટકી શકતુ.

માન્યતા છે કે સાંજે આરતી પછી આ મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે. કપાટ બંધ થયા પછી અહી આવવા જવાની મનાઈ છે. મંદિરના પૂજારી પણ અહી નથી રોકાઈ શકતા. મંદિરની આસપાસ જે ઘરોમાં નિધિવન તરફ બારી બારણાઓ છે તે બંધ કરી દે છે. કોઈ આ સમય દરમિયાન ઘરની છત પર નથી ચડતું. ભૂલથી પણ કોઈ આ તરફ નથી ફરકતું કેમકે માન્યતા છે કે જો કોઈ આ તરફ જુએ તો તે આંધળું થઈ જાય છે અને પોતાની દૃષ્ટી ગુમાવી દે છે. તેની સાથે કંઈ અઘટીત થઈ જાય છે.

લોકમાન્યતા અનુસાર રાત્રી થતા જ અહીં પાયલ અને ઘુઘરૂના અવાજ સંભળાવા લાગે છે. નિધિવનમાં 16000 વૃક્ષો છે જેમને કૃષ્ણની ગોપીઓ માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે કાનુડા સાથે રાધાજી રાસ રચાવે તો ઝાડ ગોપીઓનું રૂપ ધારણ કરી લે છે. અહીંના આ વૃક્ષો પણ અજીબ છે મોટા ભાગે વૃક્ષ આકાશ તરફ જતા હોય અહીં તેની ડાળીઓ જમીન તરફ જુકવા લાગે છે.

નિધિવનની અંદર જ એક રંગમહેલ છે પૌરાણિક કથા અનુસાર અહીં રોજ રાત્રે રાધા-કૃષ્ણ આવે છે. રંગ મહેલમાં ભગવાનના બિસ્તરને સજાવવામાં આવે છે. પલંગની સાથે પાણી અને પાન રાખવામાં આવે છે. રાધા રાણી માટે શૃંગારનો સામાન રાખવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે સવારે મંદિરના કપાટ ખોલવામાં આવે છે સારો સામાન વપરાયેલો અને વિખેરાયેલો જોવા મળે છે.

ભક્તો માને છે ભગવાન આજે પણ રોજ રાત્રે અહી આવે છે. આ કોઈ ચમત્કારથી ઓછી વાત નથી. જે લોકો આને અંધવિશ્વાસ માને છે જે લોકો છુપાઈને નિધિવનનું સત્ય જાણવા અને રાસ જોવા અહી રહે છે તે માણસ પાગલ થઈ જાય છે કોઈ આંધળો તો કોઈ મોક્ષને પ્રાપ્ત કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer