આ ઘરેલું ઉપાય રાતોરાત દુર કરશે મોઢામાં પડેલી કરચલીઓ

સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે સાથે દરેક સ્ત્રી અને પુરૂષના શરીરમાં ફેરફાર થતા હોય છે, અને એમાં પણ વધતી ઉંમરની સાથે વ્યક્તિના ચહેરાની કરચલીઓ પણ વધતી જાય છે. જેથી ચહેરો જોઈને અન્યને ઉંમરનો ખ્યાલ આવી જતો હોય છે. જોકે આ સમસ્યાથી બચવા સ્ત્રી અને પુરૂષ એમ બન્ને નિત-નવા નુસખા અને પ્રોડક્ટનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તે લાંબા ગાળે તે તમારા શરીરમાં નુકસાન કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરમાં જ કેટલાક એવા કારગર નુસખા અપનાવી કરચલીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. તો જાણી લો કરચલીથી બચવા માટે રામબાણ અને સચોટ એવા નુસખા…

આંખોની નીચે નાની રેખઓ અથવા કરચલી સુંદરતાને ખતરામાં મુકી શકે છે, અને એટલા માટે જલદી જલદી તેના પર ધ્યાન આપવું જરૂરી છે. 30 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરવાળી મહિલાઓ પોતાના ચહેરા પર મોટાભાગે રેખાઓ અથવા કરચલીઓ જોઇ શકે છે જે આંખોની નીચે પણ જોવા મળે છે.

જવા દો, ખૂબ મોંધી વસ્તુઓ પસંદ કરીને પોતાના ખિસ્સાને હળવું કરવાના બદલે, અહીં કેટલીક પ્રાકૃતિક રીત છે જે તમારી આંખોની નીચે દેખાતી કરચલીઓને સરળતાથી છુટકારો અપાવવા માટે કારગર છે.

આ સામગ્રીઓને તમે આંખોની નીચે લગાવવામાં આવતી ક્રીમના રૂપમાં ઉપયોગ કરી શકો છો! આંખોની નીચે પડનાર કરચલીઓને ઓછી કરવા માટે કેટલાક પ્રાકૃતિક ઘરેલૂ ઉપાયો તરફ ધ્યાન આપો.

અનાનસના રસમાં હાજર વિટામીન સી અને એંટીઓક્સિડેંટની એક મોટા ત્વચા પર ઉંમર વધારવાના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. આ સરળતાથી આંખોની નીચે પડનાર કરચલીઓને દૂર કરે છે. અનાનસના રસમાં હાજર એંટી-ઇન્ફલામેટ્રી ગુણ અને અલ્ફા-હાઇડ્રોક્સી એસિડ તમારી ત્વચાને જવાન બનાવવામાં પણ મદદ કરે છે. કેટલાક અનાનસના ટુકડા લો અને તેમાંથી રસ કાઢો. હવે આંખોની નીચે લગાવીને તેને થોડીવાર પછી ઠંડા પાણી વડે ધોઇ દો.

રોજમેરી તેલ એક મહત્વપૂર્ણ તેલ છે જે આંખોની નીચે કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. રોજમેરી તેલ વડે તમારી ત્વચાની માલિશ કરવાથી ત્વચાને પોષણ મળે છે, તેનાથી આંખોની નીચેની ઝીણી રેખાઓ અને કરચલીઓ ઓછી થાય છે. કરચલીઓવાળી જગ્યા પર રોજમેરી તેલના થોડા ટપકાં લગાવો અને ઉપરની દિશામાં માલિશ કરો. 15 મિનિટ બાદ ધોઇ લો.

નારિયેળ તેલ આંખોની નીચેવાળી રેખાઓના ઉપચારમાં ખૂબ જ અસરકારક છે. નારિયેળના તેલના થોડા ટીપા લગાવીને ધીરે ધીરે આંખોની આસપાસ માલિશ કરો. આંખોની નીચે નારિયેળ તેલનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચાની બનાવટમાં સુધારો આવે છે અને આંખોની નીચે પડનાર કાળા કુંડાળાને રોકવામાં મદદ મળે છે. તમે નારિયેળ તેલમાં જૈતૂનના તેલના થોડા ટીપાં મિક્સ કરીને પણ તમારી ત્વચાની માલિશ કરી શકો છો.

દ્રાક્ષનું તેલ એક પ્રભાવી તેલ છે જે આંખોની નીચેની રેખાઓને યોગ્ય કરવામાં મદદ કરે છે. આ ત્વચાના એપિડર્મિસ પડમાં નમી જાળવી રાખવામાં મદદ કરે છે, તેનાથી તમારી ત્વચા જવાન બની રહે છે. દ્વાક્ષના તેલનો ઉપયોગ કરવાથી ચહેરા પર કરચલીઓ અને ઝીણી રેખાઓ પણ રોકવામાં મદદ મળે છે. આ તમારી ત્વચાને મુલાયમ અને કોમળ બનાવી રાખે છે.

થોડું ગરમ દૂધ લો અને તેમાં થોડું બ્રાઉન શુગર મિક્સ કરો. હવે દૂધને ઠંડુ કરો અને તેને તમારા પર લગાવો. આ મિશ્રણ વડે આંખોની નીચે માલિશ કરો, કારણ કે આ ચહેરા પર બારીક રેખાઓ અને કરચલીઓને ઓછી કરવામાં મદદ કરે છે. આ ચહેરા પરથી ગંદકી અને ધૂળ માટીને સાફ કરવામાં મદદ કરે છે, તેનાથી તમારી ત્વચા ચમકદાર બને છે. ઝીણી રેખાઓમાંથી સારી રીતે છુટકારો મેળવવા માટે આ પ્રક્રિયાને બે વાર કરો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer