હવે વોટ્સએપ માં 2 ને બદલે આવશે 3 ટિક.. દરેક મેસેજ પર રહેશે સરકારની નજર.. આવો મેસેજ વાયરલ છે.. જાણો એની હકીકત શુ છે??

અત્યારે સરકારની નવી પોલિસી ને લઈને જે સોસીયલ મીડિયા કમ્પનીઓ સાથે વિવાદ ચાલી રહ્યો છે એવામાં વોટ્સએપ ની નવી પોલિસી અંગે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે.. આપણે એ મેસેજ ની હકીકત શુ છે એ જાણીએ.. સૌથી પહેલા વોટ્સએપ માં વાયરલ થઈ રહેલ આખો મેસેજ વાંચો જે નીચે મુજબ છે.

અત્યારે ખોટી માહિતી અને ખોટા સમાચાર થકી સૌથી વધુ દૂષણ ખૂબ જ વધી રહ્યા છે. અને આ માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમ બન્યા છે. આ વાયરલ “વાયરસ”ને નાથવા સરકાર આગામી સમયમાં વોટ્સએપમાં ઘણાં બદલાવો લાવવા સરકાર કંપનીને મજબુર કરે તેવી શકયતા છે.

એમાં પણ હાલ જે વોટ્સએપ મેસેજના પહોંચવાથી લઈ વાંચવા સુધીના જે લાઈટ ડાર્ક કલર અને બ્લુ કલરના એક અને બે ટિક બતાવે છે. તેમાં ખાસ ફેરફાર કરી સરકાર યૂઝર્સ પર “તીસરી આંખ” સ્થાપે તેવી પ્રબળ સંભાવના છે. આ સિંગલ અને ડબલ ટિક હવે થી ટિકમાં પરિણમે તેવી શકયતા છે.

આ થ્રી ટિક થી શું થશે? સરકાર કેવોટ્સએપ તરફથી શું ચિહ્નન સમજવાનો? આ અંગેની માહિતી વર્ગીકરણથી સમજીએ.

• તમારા બધા મેસેજ,કોલ રેકોર્ડ થશે • તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાંપતી નજર રખાશે • તમારો ફોન જ આઈટી મંત્રાલય પાસે ટ્રેક થશે • કોઈ પણને ખોટા મેસેજ, ફેક માહિતી પહોંચાડવાનું બંધ કરો • સરકાર વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવતા મેસેજ કરવાનું કે હોર્ડીંગ કરતા હોવ તો તે બંધ કરી દો.

વોટ્સએપમાંડાર્ક, બ્લૂ અને રેડટીક આવશે!!

• 1. ✔ = સંદેશ મોકલ્યો • 2. ✔✔ = સંદેશ પહોંચ્યો • 3. બે વાદળી = સંદેશ વાંચ્યો • 4. ત્રણ વાદળી = સરકારે સંદેશની નોંધ લીધી • 5. બે વાદળી અને એક લાલ Government = સરકાર તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે.


• 6. એક વાદળી અને બે લાલ = સરકાર તમારી માહિતી ચકાસી રહી છે • 7. ત્રણ લાલ ✔✔✔ = સરકારે તમારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તમને જલ્દીથી કોર્ટ સમન્સ મળશે.

હવે આ મેસેજ વાયરલ થયેલ છે જે તદ્દન ખોટી વાત છે.. સરકાર આવું કઈ જ કરવા નથી માંગતી.. એટલે ધ્યાન રહે અને ખોટી અફવા થી સાવધાન રહેજો અને ખોટી અફવા ફેલાતા બચજો..

Leave a reply:

Your email address will not be published.

Site Footer