જાણો યમુના નદી સાથે જોડાયેલ પૌરાણિક કથા અને હિંદુ ધર્મમાં તેનું મહત્વ

યમુના નદી ભારતની પવિત્ર નદીઓ માં ની એક છે. આ નદી રાધા કૃષ્ણ ની રાસ સ્થળી વૃંદાવન માંથી થઈને વહે છે. યમુના નું ઉદ્ગમ સ્થાન યમનોત્રી છે. જે ઉત્તરી હિમાલય માં સ્થિત છે. અહી થી યમુના નીચે આવીને વ્રજ મંડળ માં પ્રવેશ કરે છે. યમુના નદી પર બનેલ દરેક ઘાટ ભગવાન કૃષ્ણની લીલાઓ સાથે સબંધ ધરાવે છે.

કૃષ્ણ ની ચોથી પત્રની યમુનાજી: ભગવાન શ્રી કૃષ્ણ ની ચોથી પત્રની શ્રી યમુના જી છે જેને કૃષ્ણ ભક્ત કાલિન્દી ના નામ થી પણ બોલાવે છે. જન્મ થી લઈને કિશોરાવસ્થા સુધીની મોટા ભાગની લીલાઓ ભગવાન શ્રી કૃષ્ણ એ યમુના નદીના કિનારે જ રચી હતી.

કૃષ્ણ સ્પર્શ થી થયો વહાવ ઓછો : શ્રી કૃષ્ણ ના જન્મ સમયે તેમની રક્ષા માટે વાસુદેવ કૃષ્ણ ને ગોકુલ લઇ જઈ રહ્યા હતા ત્યારે યમુના ખુબજ તેજ ગતિ થી વહી રહી હતી. પરંતુ કૃષ્ણ ના ચરણ નો સ્પર્શ થતા જ તે શાંત થઇ ગઈ અને સામાન્ય ગતિ માં વહેવા લાગી. યમુના નદીમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સખાઓ ની સાથે સ્નાન કરતા.

યમુના નો પરિવાર: યમુના સૂર્ય અને છાયા ની પુત્રી છે. અને મૃત્યુના દેવતા યમરાજની બહેન છે. છાયા નો રંગ શ્યામ હતો તેથી બંને ભાઈ બહેન પણ શ્યામ થયા.

વ્રજની આત્મા છે યમુના :

કૃષ્ણ ની મહાન બાળ લીલાઓ ની સાક્ષી યમુના હંમેશા વંદનીય છે. વ્રજ ની સંસ્કૃતિ નો તે અરીસો છે. ગોવર્ધન અને યમુના વગર વ્રજ સ્થળી અધુરી છે. દરેક કૃષ્ણ ભક્ત માટે એ કૃષ્ણ સ્વરૂપ છે. મથુરામાં યમુના જી પર ચોવીસ ઘાટ બનાવામાં આવેલ છે. જે તીર્થ કહેવાય છે. જે યમુના ઘાટ પર ભગવાન કૃષ્ણ એ ગોપીઓ ના વસ્ત્ર ચોર્યા હતા એ “ચીર ઘાટ” છે.

ભાઈ બીજ પર વિશેષ સ્નાન:-

યમુનાજી ને મળેલ વરદાન ના કરને ભાઈ બીજ ના દિવસે અહી હજારો શ્રદ્ધાળુઓ યમુનાજીના ઘાટ પર પવિત્ર સ્નાન કરવા માટે જાય છે. તેમજ દર મહીને આવતી એકાદશી અને પૂર્ણિમા પર પણ વિશેષ સ્નાન નું મહત્વ છે. આ ઘાટો પર કૃષ્ણ પોતાના ગોવાળો અને ગોપીઓ ની સાથે સ્નાન કરતા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer