યે રિશ્તામાં આવશે લીપ, અભિમન્યુ ના જીવનમાં એન્ટ્રી થશે નવી છોકરીની, અનીષા સુસાઇડ કરશે….

ટીવી સીરીયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આગળના દિવસોમાં એક મોતો ટ્વીસ્ટ જોવા મળવાનો છે. અનિશા કોઈ બીજા વ્યક્તિને પ્રેમ કરે છે તે અક્ષરા સામે આવી જશે. અને તેને પૂછશે કે તેને શા માટે તેના ભાઈ સાથે આવું કર્યું??

જ્યારે કાયરવ અને અભિમન્યુ સામસામે આવે છે ત્યારે મોટો ડ્રામા શરૂ થાય છે. અક્ષરા અનિશા નું બીજા કોઈ સાથે અફેર છે તે સાબિત કરી શકતી નથી. અક્ષરા અનીશાની કહે છે કે તે આ લગ્ન માટે ના પાડી દે. અનિશા કાયરવ સાથે છેતરપિંડી કરી રહી છે આથી અક્ષરા અનિશા ને કહે છે કે તે કોઈ પણ કિંમતે આ વાતને બક્ષશે નહીં. આથી આગળના દિવસોમાં બતાવવામાં આવશે કે અનિશા એક મોટું પગલું ભરશે..

કાયરાવ અને અનીશાના લગ્ન તૂટી જશે: કાયરવને જ્યારે ખબર પડે છે કે આનીશા બીજા કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે ત્યારે તે ખૂબ જ તૂટી જાય છે. જ્યારે ગોઇન્કા અને બિરલા પરિવાર તિલક વિધિ શરૂ કરે છે ત્યારે કાયરવ અનિશા સાથે લગ્ન કરવા માટે ના પાડી દે છે.

આથી બંને પરિવાર શોકમાં આવી જાય છે અને દુઃખી થાય છે. જ્યારે અભિમન્યુ અનીશાને ફોન કરે છે ત્યારે ખબર પડે છે કે કાયરવ અનિશા ની હોસ્પિટલમાં દાખલ કરવા માટે લઈ ગયો છે.. આગળના દિવસોમાં આપણને જોવા મળશે કે પરિસ્થિતિ ઘણી બગડશે અને અનિશા મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે.

અનીશા તેના લગ્ન તૂટતા જોઈને ચોંકી જશે અને તે આત્મહત્યા કરવાનું મોટું પગલું ભરશે. આ આત્મહત્યા શોમાં મોટો ટ્વિસ્ટ લાવશે. આ સમગ્ર મામલા પછી અભિમન્યુ કાયરવ અને અક્ષરા પર કાયમ માટે ગુસ્સે થઈ જશે. અભિ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખવાનો નિર્ણય કરીને અક્ષરા સાથે અલગ થઈ જશે. અભિમન્યુ અને અક્ષરાનું આ અલગ થવું શોમાં એક લીપ લાવશે.

અભિમન્યુના જીવનમાં એક નવી છોકરી આવશે : આગળના એપિસોડમાં આપણને જોવા મળશે કે અનીશાની ભૂલ માટે અભિમન્યુ અક્ષરા ને દોષી ગણે છે.. આમ અનીશા આત્મહત્યા કરવાનું પ્રયાસ કરશે જેની લઈને અભિમન્યુ અને અક્ષરા વચ્ચે સંબંધ બગડશે. આ બંને વચ્ચે કોઈ નવી વ્યક્તિની એન્ટ્રી થવાની છે. તે છોકરી બીજું કોઈ નહીં પરંતુ ડોક્ટર કુનાલની બહેન માયા હશે. સિરિયલમાં માયા અને અભિમન્યુ નો નવો ટ્રેક બતાવવામાં આવશે…

Leave a reply:

Your email address will not be published.

Site Footer