આ મંદિરમાં છે અનોખી પરંપરા, લગ્ન કરીને ફરજીયાત આવવું પડે છે દર્શન કરવા, જાણો… 

આજે અમે તમને જણાવીશું જેજુરીના ખંડોબા મંદિર વિશે . મહારાષ્ટ્રનુ જેજુરી ખંડોબાના મંદિર માટે સુપ્રસિધ્ધ છે. મરાઠીમાં આને ખંડોબાચી જેજુરી તરીકે ઓળખવામાં આવે છે. જેજુરીના ભગવાન – મ્હાળસાકાંત કે મલ્હારી માર્તડ – ધનગર સમુદાયના લોકો વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે.

(ઘનગર મહારાષ્ટ્રની સૌથી જૂની જાતિઓમાંથી એક છે) ખંડોબાને તેઓ પોતાના કુળદેવતાના રૂપમાં પૂજે છે. મરાઠા પરંપરાના મુજબ વિવાહ પછી નવ દંપતિને ખંડોબાના મંદિરમાં આવવુ અત્યંત જરૂરી હોય છે. મરાઠા ના દરેક લોકો લગ્ન પછી આ મંદિરમાં ભગવાનના આશીર્વાદ લેવા અચૂક આવે છે.

પુરંદર પોતાના ઐતિહાસિક કિલ્લા માટે જાણીતુ છે અને જેજુરી પુરંદર જિલ્લા હેઠળ આવે છે. ખંડોબાનુ મંદિર એક નાનકડી પહાડી પર આવેલુ છે, જ્યાં પહોંચવા માટે લગભગ ૨૦૦ જેટલી સીડીઓ ચઢવી પડે છે. પહાડીથી સંપૂર્ણ જેજોરીનુ મનમોહક દ્રશ્ય જોવા મળે છે.

ચઢાઈ કરતી વખતે મંદિરના આંગણમાં સ્થિત દીપમાલાનુ મનમોહક દ્રશ્ય જોવા મળે છે. જેજુરી પોતાની પ્રાચીન દીપમાલા માટે ખૂબ જ જાણીતુ છે.  મંદિરને મુખ્ય બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યુ છે. પહેલો ભાગ મંડપ કહેવાય છે, જ્યાં શ્રધ્ધાળુ એકત્ર થઈને પૂજા ભજન વગેરેમાં ભાગ લે છે.

જ્યારે કે બીજો ભાગ ગર્ભગૃહ છે જ્યાં ખંડોબાની ચિત્તાકર્ષક પ્રતિભા વિદ્યમાન છે. હેમાડપંથી શૈલીમાં બનેલ આ મંદિરમાં 10 x 12ફીટ આકારનુ પીત્તળમાંથી બનેલો કાચબો પણ છે. મંદિરમાં ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હથિયાર મૂકવામાં આવ્યા છે.

દશેરાના દિવસે તલવારને વધુ સમય માટે ઉઠાવવાની પ્રતિસ્પર્ધા પણ ખૂબ જ પ્રસિધ્ધ છે.  કહેવાય છે કે શિવાજી એક લાંબા સમય પછી પોતાના પિતા શાહાજીને અહી મળ્યા હતા. અને પછી બંને મળીને મોગલો વિરુધ્ધ રણનીતિ તૈયાર કરી હતી. એ સમયે જેજુરી દક્ષિણિ શહેરનો એક મુખ્ય કિલ્લો હતો. 

જેજુરી મધ્યપ્રદેશના હોલકર રાજવંશને પણ કુળદેવતા માનવામાં આવે છે. હિન્દુ કેલેંડર મુજબ ચૈત્ર, માર્ગશીર્ષ, પોષ અને મહા મહિનામાં અહી વિશેષ યાત્રાનુ આયોજન કરવામાં આવે છે. આ યાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ દર્શન માટે જેજુરી આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer