તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીમાં નિર્ણય લેવાયો હતો પરંતુ આનાથી ઘણી મુશ્કેલી સર્જાણી છે. જ્યારે શિક્ષણવિદો સરકારની આ ભૂલ ગણી રહ્યા છે.
જેથી હવે આ 8.60 લાખ પાસ થશે એટલે પ્રવેશ મેળવવા પ્રવેશ સમસ્યા સર્જાશે એવું સૂત્રોનું કહેવું છે
સામાન્ય રીતે ધોરણ 10ના પરિણામ ઉપરથી વિદ્યાર્થીઓ અને વાલીઓ એ નિર્ણય ઉપર આવતા હોય છે કે સામાન્ય પ્રવાહમાં જોડાવું , વિજ્ઞાન પ્રવાહમાં જોડાવું કે કલા અને સાહિત્ય માં જોડાવું. એટલે કે ધોરણ 10 ની ટકાવારી ઉપરથી વિદ્યાર્થીઓ સાયન્સ , કોમર્સ કે ડિપ્લોમા જેવા વિવિધ વિષયો ઉપર અભ્યાસ નક્કી કરતા હોય છે. ધોરણ 10માં માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા છે કે હવે તેઓને ફિલ્ડ પસંદ કરવું.
આ ઉપરાંત એક નવી મુશ્કેલી એવી સર્જાણી છે કે ધોરણ 10માં ૭૯ હજાર વિદ્યાર્થીઓ છે જ્યારે ધોરણ ૧૧ બેઠકોની સંખ્યા ફક્ત 59000 જ છે. જો ડિપ્લોમા માં પણ પ્રવેશ આપવામાં આવે તો પણ હજુ 9000 વિદ્યાર્થીઓની સીટ નથી.
રાજ્ય સરકારે માત્ર 8.60 લાખ નિયમિત વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે, પરંતુ પરીક્ષા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા સૂત્રોના કહ્યા પ્રમાણે 3.50 લાખ વિદ્યાર્થી રિપીટર છે.
જેથી આ રિપીટર વિદ્યાર્થીઓની કોરોનાની સ્થિતિ થાળે પડ્યા પછી પરીક્ષા લેવાશે, જેના કારણે વિવાદ થવાની પૂરી શક્યતા છે.
જ્યારે માસ પ્રમોશન આપેલા વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા જવામાં પણ મુશ્કેલી સર્જાય છે
કેટલીક સ્કૂલોએ એવું કહ્યું હતું કે જો સરકાર દ્વારા કોઈ ગાઇડલાઇન નહીં આપવામાં આવે તો પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના આધારે વિધાર્થીઓને એડમિશન આપવામાં આવશે. જ્યારે કેટલીક સ્કૂલે એવું કહ્યું હતું કે અમે વિજ્ઞાન અને ગણિત ના માર્કસને પ્રાધાન્ય આપશું.
માસ પ્રમોશનને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. તો આ વિદ્યાર્થીઓને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇની આશરે 1.50 લાખ બેઠક છે. જેથી આ સ્થિતિ જોઈને વાલીઓમૂંઝવણમાં મૂક્યા છે.આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે.