નિષ્ઠુર કુદરત, કોરોના દર્દીની સેવા કરી સૌરાષ્ટ્ર થી સુરત આવતા 3 યુવાનને નડ્યો અકસ્માત, ત્રણેયના મૌત, ૐ શાંતિ

સવારે સુરતમાં રહેતા અશોકભાઇ ગોકુલભાઇ ગોદાણી (ઉં.વ.36), સી-102, યોગીનગર સોસાયટી, સરથાણા-સુરત ખાતે રહેતા સંજયભાઇ ઉર્ફે ચંદુ હસમુખભાઇ ગોદાણી (ઉં.વ. 27) અને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાંભણિયા ગામ રહેતા રાજુભાઇ ગીરધરભાઇ ગોંડલિયા (ઉં.વ. 42) કારમાં સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પર આવવા નીકળ્યા હતા.

દરમિયાન વડોદરા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે કાર ચાલકને ઝોકું આવી જતાં તેમણએ પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો.

વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રણ યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. અકસ્માતની વિગત માં જોઈએ તો ડ્રાઈવર ને ચાલુ ડ્રાઇવિંગ એ ઊંઘ આવી ગઈ હતી

જેથી રીંગ સાઇડ ઉપર અથડાઈને કારે રોંગ સાઈડ પર પહોંચી ગઈ હતી ત્યાં સામેની સાઈડ થી આવતી ટ્રક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોતને ભેટેલા ત્રણ યુવાનો સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી સુરત પરત આવી રહ્યા હતા.

તો બીજી બાજુ રોડ ઉપર બનેલા એકસીડન્ટ ને કારણે એક કલાક માટે ટ્રાફિક પણ જામ થયો હતો.. જેવી આ ઘટનાની જાણ પોલીસને થઈ કે તુરંત પોલીસ પણ આ જગ્યાએ પહોંચી ગઈ હતી.

આ ગોઝારા અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલી કારમાં સવાર ત્રણ યુવકોના મૃતદેહ ફસાઈ ગયા હતા જેથી તેમને ફાયરબ્રિગેડની મદદ વગર બહાર કાઢવા અશક્ય હતા જેથી ફાયર બ્રિગેડને બોલાવી તેમની મદદથી ત્રણ યુવાનોનાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા અને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer