18 વર્ષથી નીચેના બાળકો માટે ખુશખબર, હવે આવી ગઈ છે તેમના માટે પણ કોરોના વેક્સીન, માતાપિતા જાણો વિગતવાર

અમેરિકાના સિનસિનાટીમાં ફાઈઝરની વેક્સિનની બાળકો પર ટ્રાયલ્સ દરમિયાન એક કિશોરીને વેક્સિન લગાવતી હેલ્થવર્કર. આ સ્ટડીમાં 2260 બાળકોને સામેલ કરાયા હતા. ફાઈઝરની વેક્સિન બાળકો માટે અપ્રુવલ મેળવનાર દુનિયાની પ્રથમ કોરોના વેક્સિન બની ગઈ છે.

કેનેડાના ડ્રગ રેગ્યુલેટર હેલ્થ કેનેડાએ 12થી 15 વર્ષના બાળકો માટે આ વેક્સિન લગાવવાની અનુમતિ આપી દીધી છે. આના પહેલા આ વેક્સિન 16 વર્ષથી વધુ વયના લોકોને અપાઈ રહી હતી. અમેરિકામાં પણ ફાઈઝર-બાયોએનટેકની કોરોના વેક્સિનને 12થી 15 વર્ષના બાળકોને આપવાની અનુમતિ ટૂંક સમયમાં મળે એવી આશા છે.

ફાઈઝરની વેક્સિનની બાળકો પર ટ્રાયલ્સ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન થઈ. ત્યારે વેક્સિન નિર્માતાએ કહ્યું હતું કે તેની વેક્સિન બાળકો પર સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેની ઈફેક્ટિવનેસ 100% સાબિત થઈ છે. અમેરિકામાં જ ફાઈઝર ઉપરાંત મોડર્ના અને જોનસન એન્ડ જોનસનની વેક્સિનની પણ બાળકોમાં ટ્રાયલ્સ કરવામાં આવી રહી છે.

મોડર્નાની વેક્સિનના ટ્રાયલ્સના પરિણામો જૂનમાં આવવાની આશા છે. જ્યારે, જોનસન એન્ડ જોનસનની વેક્સિનના પરિણામો તેના પછી આવશે. એટલે કે વર્ષના અંત સુધીમાં બંને કંપનીઓની વેક્સિન તમામ બાળકો માટે ઉપલબ્ધ થઈ શકે છે.

અત્યારના સમયે દુનિયામાં અનેક વેક્સિનની બાળકો પર ટ્રાયલ્સ ચાલી રહી છે. અમેરિકા જેવા દેશોમાં એમ કહેનારા પણ ઓછા નથી કે જ્યારે બાળકોને આ વાયરસથી જોખમ નથી તો તેમને વેક્સિન લગાવવાની જરૂર શું છે. અત્યારના સમયે દુનિયામાં અનેક વેક્સિનની બાળકો પર ટ્રાયલ્સ ચાલી રહી છે.

અમેરિકા જેવા દેશોમાં એમ કહેનારા પણ ઓછા નથી કે જ્યારે બાળકોને આ વાયરસથી જોખમ નથી તો તેમને વેક્સિન લગાવવાની જરૂર શું છે. આવો જાણીએ કે બાળકોની વેક્સિન પર દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે? ફાઈઝરની વેક્સિનની ઈફેક્ટિવનેસ કેટલી રહી છે?

કેનેડામાં ફાઈઝરની વેક્સિનને મંજૂરી મળ્યા પછી આગળ શું થશે? :- કેનેડામાં હેલ્થ રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યુ છે કે હવે આ વેક્સિન 12થી 15 વર્ષ સુધીના બાળકોને લગાવાશે. તેના પહેલા કંપનીએ 13 એપ્રિલે અમેરિકન ડ્રગ રેગ્યુલેટર (US-FDA) પાસેથી 12-15 વર્ષની વયના બાળકો માટે વેક્સિનનો ઉપયોગ કરવાની મંજૂરી માગી હતી.

અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનના રિપોર્ટ અનુસાર, આગામી સપ્તાહે અમેરિકામાં પણ ફાઈઝરની વેક્સિન 12-15 વર્ષના વયજૂથના બાળકો પર ઉપયોગ કરવાની મંજૂરી મળી જશે. US-FDAના અધિકારીઓની આગામી સપ્તાહે યોજાનાર મીટિંગમાં ફાઈઝરની વેક્સિન પર નિર્ણય થવાનો છે. મંજૂરી મળી જાય છે.

તો પછી સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ની એડવાઈઝરી કમિટીની બેઠક થશે. તેમાં નક્કી કરાશે કે વેક્સિનને બાળકોને કઈ રીતે અને ક્યારે લગાવવવામાં આવે. US-FDAની એક પ્રવક્તાએ વોશિંગ્ટન પોસ્ટને કહ્યું કે અમે ટૂંક સમયમાં અને સંપૂર્ણ પારદર્શિતા સાથે ફાઈઝરના અનુરોધની સમીક્ષા કરીશું.

હાલમાં ફાઈઝરની વેક્સિન 16 વર્ષથી વધુના વયજૂથના લોકોને આપવામાં આવી રહી છે. જ્યારે, યુરોપીયન સંઘ અને બ્રિટનમાં પણ 12-15 વર્ષના બાળકો માટે આ વેક્સિન મંજૂરી મેળવી શકે છે. ફાઈઝરની વેક્સિન આ દેશોમાં 16 વર્ષથી વધુ વયના લોકોને લગાવવામાં આવી રહી છે. ફાઈઝરે એમ પણ કહ્યું છે કે હવે તેનું ફોકસ 6 મહિનાથઈ 11 વર્ષ સુધીના બાળકો પર વેક્સિનની ટ્રાયલ્સ કરવા પર રહેશે.

બાળકો પર કેટલી અસરકારક છે ફાઈઝરની વેક્સિન? :- ફાઈઝરનો દાવો છે કે તેણે 12-15 વર્ષની વયના 2260 બાળકો પર વેક્સિનની ટ્રાયલ્સ કરી. 31 માર્ચ, 2021ના ઘોષિત પરિણામો અનુસાર આ વેક્સિન આ વયજૂથના સમૂહ પર 100% ઈફેક્ટિવ સાબિત થઈ છે.

તેનો અર્થ એ છે કે જેમને આ વેક્સિન લગાવાઈ, તેમાંથી કોઈ પણને વાયરસથી સંક્રમણ ન થયું.ટ્રાયલ્સમાં 18 બાળકો કોરોનાથી ઈન્ફેક્ટ થયા હતા, પરંતુ તેઓ તમામ પ્લેસિબો ગ્રૂપના હતા. તેના પછી પણ ટ્રાયલ્સમાં સામેલ બાળકો પર બે વર્ષ સુધી નજર રાખવામાં આવશે.

જેથી તેમના શરીર પર વેક્સિનની દૂરગામી અસરને સમજી શકાય. કંપની કહે છે કે બાળકોને ઝડપથી સ્કૂલે મોકલવા જરૂરી છે. જેથી તેઓ પોતાના મિત્રોને મળી શકે. દોસ્તો અને પરિવારની સાથે ચિંતા વિના આઉટડોરમાં રમી શકે.

દુનિયાભરમાં બાળકો માટે કોરોના વેક્સિનની શું સ્થિતિ છે? :- ફાઈઝરની વેક્સિન લગભગ તૈયાર છે. કેનેડા પછી અન્ય દેશોમાં પણ 12 વર્ષથી વધુ વયના બાળકોને રસી લગાવવાની અનુમતિ ટૂંક સમયમાં મળી શકે છે. દવા કંપનીએ માર્ચમાં 6 મહિનાથી 11 વર્ષ સુધીના નાના બાળકો પર ક્લિનીકલ ટ્રાયલ્સ શરૂ કરી.

આશા છે કે આ ટ્રાયલ્સના શરૂઆતના પરિણામો સપ્ટેમ્બર સુધીમાં મળી જશે.ટ્રાયલના પ્રથમ ફેઝમાં કંપની ત્રણ વયજૂથમાં વોલિન્ટિયર્સને વહેંચશે – 6 મહિનાથી 2 વર્ષ, 2થી 5 વર્ષ અને 5થી 11 વર્ષ સુધીના બાળકો. પ્રથમ 5થી 11 વર્ષના બાળકો માટે ડોઝ નક્કી થશે. તેના પછી તેનાથી ઓછી વયના બાળકો માટે ડોઝ નક્કી કરાશે.

જ્યારે, અમેરિકામાં મંજૂર બીજી વેક્સિન બનાવનારી કંપની મોડર્ના કહે છે કે તેની વેક્સિનની કિશોરો અને નાના બાળકો પર ટ્રાયલ્સ ચાલી રહી છે. શરૂઆતના પરિણામો જૂન-જુલાઈમાં આવશે. અમેરિકામાં મંજૂર ત્રીજી વેક્સિન જોનસન એન્ડ જોનસન પણ પીડિયાટ્રીક ટ્રાયલ્સની યોજના બનાવી રહી છે.

એક અન્ય અમેરિકન કંપની નોવાવેક્સે પણ 12-17 વર્ષના વયજૂથના 3000 કિશોરો પર પોતાની વેક્સિનની ટ્રાયલ્સ શરૂ કરી દીધી છે. નોવાવેક્સની વેક્સિનને અત્યાર સુધીમાં કોઈપણ દેશમાં મંજૂરી મળી નથી. તેમાં સામેલ થઈ રહેલા બાળકો પર બે વર્ષ સુધી નજર રાખવામાં આવશે.

ભારતમાં બાળકોની વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે? :- હાલ કંઈપણ કહેવું મુશ્કેલ છે. ભારત બાયોટેકે ફેબ્રુઆરીમાં બાળકોને કોવેક્સિન ટ્રાયલ્સમાં સામેલ કરવા અરજી કરી હતી. પરંતુ ડ્રગ રેગ્યુલેટરે એમ કહીને અરજી નકારી હતી કે પ્રથમ પુખ્તો પર વેક્સિનની ઈફેક્ટિવનેસ સાબિત કરો.તેના પછી માર્ચમાં કહેવામાં આવ્યું કે ભારત બાયોટેક ટૂંક સમયમાં બાળકો પર પોતાની વેક્સિનની ટ્રાયલ્સ શરૂ કરી શકે છે.

જો કે ગત મહિને જ ભારત બાયોટેકે ફેઝ-3 ટ્રાયલ્સના બીજા વચગાળાના પરિણામો જારી કર્યા અને કહ્યું કે તેની વેક્સિન 78% સુધી ઈફેક્ટિવ છે. આ પરિણામોના આધારે આશા રખાઈ છે કે કોવેક્સિનને બાળકો પર ટ્રાયલ્સની અનુમતિ મળી જશે. તેના પછીથી જ ભારતમાં બાળકો વચ્ચે તેની ટ્રાયલ્સ થઈ શકશે.
ગયા મહિને ભારત સરકારે વિદેશ વેક્સિનોને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. તેના અંતર્ગત ફાઈઝર, મોડર્નાની સાથે જોનસન એન્ડ જોનસની વેક્સિન પણ ભારતમાં ઉપલબ્ધ થવાના આસાર છે. અત્યારે એ જોવાનું રહેશે કે જો અમેરિકા અને યુરોપીયન યુનિયન બાળકો માટે વેક્સિનને મંજૂરી આપશે તો પ્રાઈવેટ માર્કેટમાં આવનાર વિદેશી વેક્સિનને ભારતમાં બાળકોને આપવાની અનુમતિ અપાય છે કે નહીં.

Leave a reply:

Your email address will not be published.

Site Footer