૫૦૦૦ વર્ષ પહેલા પાંડવોએ ઉગાડેલો ઘઉંનો દાણો આજે પણ મૌજુદ છે આ જગ્યા પર, જાણો તેની પાછળની કથા 

ભારત દેશના પ્રાચીન ધર્મગ્રંથો ની અંદર મહાભારત નું નામ સૌથી મોખરે આવે છે. કેમકે મહાભારત ભારતનું સૌથી મોટું કાવ્ય છે, અને મહાભારત ની અંદર આપણે દરેક લોકો જાણીએ છીએ તેવી રીતે પાંડવો અને કૌરવો ની કહાની બતાવવામાં આવી છે..

મહાભારત ની અંદર બતાવવામાં આવ્યું છે કે પાંડવો અને કૌરવો વચ્ચે ખૂબ જ ખતરનાક યુદ્ધ થયું હતું અને આ યુદ્ધની અંદર પાંડવો ની જીત થઈ હતી. આ ઉપરાંત મહાભારત ની અંદર અનેક એવા કિસ્સાઓ આવે છે કે જે આપણા જીવન જીવવાની પ્રેરણા આપતા હોય છે,

અને એવો જ એક કિસ્સો છે જુગાર. મહાભારત ની અંદર જ્યારે પાંડવો કૌરવો ની સામે જુગાર રમવા બેસે છે ત્યારે તે હારી જાય છે અને આથી જ તેને એક વર્ષનો અજ્ઞાતવાસ પસાર કરવો પડે છે.

પોતાનું આ અજ્ઞાતવાસ પૂર્ણ કરવા માટે પાંડવો પોતાનો થોડોક સમય હિમાલયની અંદર વ્યતીત કરે છે અને આ માટે તે હિમાલયની અંદર આવેલ મમલેશ્વર મહાદેવ ના મંદિર ની અંદર થોડા દિવસો માટે રોકાય છે,

અને ત્યાં પોતાની ભોજન પૂર્તિ માટે તે ખેતી કરવાનો નિર્ધાર કરે છે, અને આથી જ તે તે મંદિરની આસપાસ ઘઉંનું વાવેતર કરે છે. જેટલા દિવસો સુધી પાંડવો તે જગ્યાએ વાસ કરે છે તેટલા દિવસ સુધી તે પોતે ઉગાડેલા અ ઘઉંમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.

પરંતુ તેના દ્વારા ઉગાડવામાં આવેલા આ બધા જ ગામમાંથી એક ઘઉંનો દાણો હજી પણ ત્યાં મોજૂદ છે, અને એવુ અનુમાન લગાવવામાં આવે છે કે ઘઉંનું આ એક જાણું જ ૨૦૦ ગ્રામ જેટલું વજન ધરાવે છે અને તે હાલમાં પાંચ હજાર વર્ષ જૂનો છે.

આપણા પૌરાણિક ગ્રંથો ની અંદર પણ કહેવામાં આવે છે કે પહેલાના સમયમાં ઘઉંનો દાણો આટલો જ મોટો અને આટલા વધુ વજન ધરાવતો હતો. આથી જ આ વસ્તુની સાબિતી મળી રહે છે કે અહીં રહેલું આ ઘઉંનો દાણો પાંડવો દ્વારા ઉગાવવામાં આવેલા ઘઉં માનો જ એક છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer