આ અનાથ દીકરીના લગન માં હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, જિલ્લાના કલેક્ટર, અમદાવાદ પોલીસના મુખ્ય અધિકારીઓ, તમામ ધારાસભ્યો અને સિનિયર વકીલ સહિત અનેક નામી વ્યક્તિઓ હાજર રહ્યા. . જાણો શું હતું કારણ?

આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. પરંતુ શું તમે ક્યારેય પણ એવા લગ્ન જોયા છે. કે જેમાં રાજ્યના કલેકટર રાજ્યના કમિશનર અને રાજ્યના તમામ મોટા અધિકારીઓ મહેમાન બનીને આવે અને તે પણ કોરોના ના સમયગાળામાં સમાજમાં બધા લોકો ખભે ખભા મિલાવીને કામ કરે તો કોઈપણ વ્યક્તિને ક્યાં દુઃખ જ રહેતું હોય છે.

આમ અમદાવાદમાં અંદાજે પોણા બે મહિના પહેલા એક લગ્ન યોજાયા હતા કે તેમાં હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જિલ્લાના કલેક્ટર અમદાવાદ પોલીસના મુખ્ય અધિકારીઓ તમામ ધારાસભ્યો અને સિનિયર વકીલ સહિત અનેક નામી વ્યક્તિઓ હાજર રહ્યા હતા

તેમણે જેવી દંપતીના લગ્નમાં હાજર રહ્યા હતા અને તેમને ઉમરભર આશીર્વાદ આપ્યા હતા અને આ લગ્નની એવી તો શું ખાસિયત હતી કે જેમાં મોટી મોટી નામી હસ્તીઓ પણ હાજરી રહી હતી અને આ લગ્નની એક ખાસિયત હતી કે જે દીકરીના લગ્ન થઈ ગયા હતા તે દીકરી એ અનાથ હતી

તે દીકરી બિનવારસી તરીકે મળી આવેલી હતી અને તેમનું પાલન-પોષણ બાળ સંરક્ષણ ગૃહમાં શિવાની નામની દીકરી તરીકે થયું હતું અને આ દીકરી મોડાસાના એન્જિનિયર યુવક સાથે તેમના લગ્ન નિર્ધારિત થયા હતા અને દીકરી ની વિદાય વખતે સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી

કારણ કે આ દીકરીનું આ દુનિયામાં કોઈ ન હતો પરંતુ આ સુખદ કિસ્સાની વિગત એવી છે. કે ગુજરાત સરકારના અને અધિકારીઓએ તેમને પોતાનો પરિવાર બની અને પોતાની જવાબદારી નિભાવી રહી હોય તેવો કિસ્સા અનેક વખત સામે આવી ગયા છે.

ત્યારે હાલમાં થોડા દિવસો પહેલાં એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે તેમાં અમદાવાદના ગુજરાત હાઇકોર્ટના જજ અમદાવાદના કલેક્ટર અમદાવાદ ના એસપી સહિતનાં અનેક પોલીસના અધિકારીઓ સાથે મળી અને આ આનાથી યુવતીના લગ્ન ખૂબ જ ધામધૂમ પૂર્વક કરાવ્યા હતા

ત્યાર પછી તેમની તસવીરો પણ સામે આવી હતી અને આ લગ્નમાં દરેક અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ અધિકારી હોય તે યુવતીના પિતા બની અને તેમના લગ્નની તમામ જવાબદારીઓ પૂરી કરી હતી અને આ લગ્નમાં આવેલા દરેક અધિકારી ની આંખો ભીની થઈ ગઈ હતી

કારણ કે ગુજરાત સરકારના અનેક અધિકારીઓ દ્વારા અનાથ યુવતીના એક યોગ્ય અને માણસા ના રહેવાસી એવા એન્જિનિયર યુવક સાથે લગ્ન કરવામાં આવ્યા હતા અને આ શુભ અવસર ઉપર જજ કલેકટર ધારાસભ્યો અને સિનિયર વકીલો અને ઉપરાંત બાળ સંરક્ષણ ગૃહમાં ડ્યુટી પર રહેતા તમામ પોલીસ કર્મીઓ આ લગ્ન સમારંભમાં હાજર રહ્યા હતા

આ લગ્ન સમારંભમાં હાજર રહેલ જ કલેકટરથી લઈને આ અધિકારીઓએ યુવતીના પિતા અને પરિવારજનો તરીકે સંપૂર્ણ જવાબદારી નિભાવી હતી આમ અમદાવાદ પોલીસ અને બાળ સંરક્ષણ ગૃહ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એવી યુવતીના લગ્ન કરાવવામાં આવ્યા હતા

તે યુવતી જન્મ સમયે બિનવારસી તરીકે મળી આવેલી હતી અને તે યુવતીની અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી હતી પરંતુ તે યુવતીનું કોઈ પરિવાર જણ મળ્યું ન હતું અને તેમની સારસંભાળ લેવા માટે કોઈપણ વ્યક્તિ તૈયાર ન હતું તેને લઈને તેમના નિયમોને ધ્યાનમાં રાખી અને ત્યાર પછી તમામ અધિકારીઓ દ્વારા તેમના માણસાના એક એન્જિનિયર યુવક સાથે તે યુવતીના લગ્ન કરવામાં આવ્યા હતા

આ લગ્નમાં નિયમ પ્રમાણે મેટ્રોપોલિટન ના જજ સેશન્સ કોર્ટના જજ અને સહિત અન્ય સિનિયર અને વરિષ્ઠ વકીલો તે ઉપરાંત પોલીસ ના મુખ્ય અધિકારીઓ ડીસીપી ડીએસપી અને મહિલા ક્રાંતિ ક્રાઈમ બ્રાન્ચના એસપી અને બાળ સુરક્ષા ગ્રહ ના અધિકારીઓ ઉપરાંત પોલીસ કર્મી ની હાજરીમાં આ યુવક અને યુવતીના ખુબજ ધામધુમ પૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હતા

આ મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં બે વર્ષ પહેલાં બાળકોનું શોષણ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે અમદાવાદ પોલીસ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને તમામ લોકોને અને તમામ યુવતીઓને નિત્યાનંદ આશ્રમ માં મોકલી દેવામાં આવી હતી

ત્યાર પછી ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થાના કર્મચારીઓના સ્નેહીજનો માણસાના યુવક માટે લગ્ન અને યુવતીની શોધમાં હતો અને આ યુવકનું નામ હતું વિપુલ પટેલ અને તે સમયે તેમના પરિવારને સમગ્ર બાબત અંગે વાતચીત કરવામાં આવી હતી અને ત્યાર પછી તે પરીવાર લગ્ન માટે તૈયાર થયો હતો

ત્યાર પછી વેલ્ફેર સંસ્થા દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ તમામ અધિકારીઓને તે રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો અને ત્યાર પછી તે અધિકારીઓ દ્વારા આ યુવકનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું ત્યાર પછી તેમનો રિપોર્ટ અમદાવાદ શહેર પોલીસ ના મુખ્ય ન્યાયાધીશ કલેકટર અને શહેર પોલીસના મુખ્ય અધિકારીને મોકલવામાં આવ્યો હતો

તમામ જગ્યાએ ચકાસણી કર્યા બાદ બંને યુવક અને યુવતીને લગ્ન કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી આમા નથી યુવતી સાથે એન્જિનિયર વિપુલ પટેલના લગ્ન થતાં પરિવારમાં ખૂબ જ વધારે ખુશી અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો

લગ્ન પછી વરરાજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના પરિવારના લોકો લગ્ન માટે તેમના માટે યુવતીને શોધ કરી રહ્યા હતા તે દરમિયાન તેમના પરિવારના મિત્રો દ્વારા તેમને એવી જાણકારી આપવામાં આવી હતી કે નિત્યાનંદ આશ્રમ માં એક યુવતી છે. તે આશ્રમના લોકો તે યુવતી માટે ખૂબ જ સારો એક યુવક વધી રહ્યા છે. અને તેમને લઇને વાતચીત કરતાં તેમના સમગ્ર લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

Leave a reply:

Your email address will not be published.

Site Footer