જાણો પંચાગનુ મહત્વ અને પંચાગના અંગો ની માહિતી

લગભગ દરેક લોકો કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પહેલા કોઈ બ્રાહ્મણ પાસે મુર્હુત જોવડાવે છે. કોઈ પણ શુભ કાર્ય પહેલા પંચાંગ જરૂરથી જોવું જોઈએ. પંચાંગ એ હિન્દૂ કેલેન્ડર છે. હિંદુ ધર્મમાં પંચાગ નું ખુબ જ મહત્વ રહેલું છે.

પંચાગ શબ્દ
પંચાંગમાં પાંચ અંગ શબ્દની રચના થાય છે જેના કારણે તેને પંચાંગ કહેવામાં આવે છે. પંચાંગના પાંચ પ્રમુખ અંગ છે નક્ષત્ર, તિથિ, યોગ, કરણ અને વાર. ક્યો દિવસ કેટલો શુભ છે કેટલો અશુભ છે તે પંચાગથી જાણી શકાય છે. આજે અમે તમને જણાવીશું પંચાગના આ પાંચ અંગ વિશે અને એની પૂરી માહિતી..

પહેલું અંગ નક્ષત્ર
પંચાંગનું પહેલુ અંગ છે નક્ષત્ર. જ્યોતિષ અનુસાર 27 પ્રકારના નક્ષત્ર હોય છે. પણ જ્યારે મુહૂર્તનો સમય કાઢવામાં આવે છે ત્યારે 28 નક્ષત્રોની ગણતરી થાય છે. તેને કહેવાય છે અભીજીત નક્ષત્ર. લગ્ન, ગ્રહ પ્રવેશ, શિક્ષા, વાહન ખરીદી કરતી વખતે નક્ષત્ર જોવામાં આવે છે.

બીજું અંગ તિથિ
પંચાંગનો બીજો ભાગ છે તિથિ. તિથિ 16 પ્રકારની હોય છે. તેમાં પૂર્ણિમા અને અમાસ બે મુખ્ય તિથિઓ છે. આ બંને તિથિઓ મહીનામાં એકવાર જરૂરથી આવે છે. હિન્દી કેલેન્ડર અનુસાર મહીનાને બે ભાગમાં વહેચવામાં આવેલ છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. અમાસથી પૂર્ણિમા વચ્ચેના સમયને શુક્લ પક્ષ અને પૂર્ણિમાથી અમાસના સમયને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે જોવા જઈએ તો એવી માન્યતા છે કે કોઈ પણ મોટુ કે મહત્વપૂર્ણ કામ કૃષ્ણ પક્ષના સમયે ન કરવુ જોઈએ. આવુ એટલે કહેવામાં આવે છે કેમકે આ સમયે ચંદ્રમાની શક્તિઓ કમજોર પડી જાય છે. અંધકાર હાવી થઈ જાય છે. તો આ જ કારણે તમામ શુભ કામ જેવા કે લગ્ન જેવા કાર્ય શુક્લ પક્ષમાં કરવામાં આવે છે.

ત્રીજું અંગ યોગ
પંચાંગનો ત્રીજો ભાગ યોગ છે. યોગ કોઈ પણ વ્યક્તિના જીવન પર પ્રભાવ પાડી શકે છે. પંચાંગમાં 27 પ્રકારના યોગ માનવામાં આવે છે. આના કેટલાક પ્રકાર છે, વિષ્કુંભ, ધ્રુવ, સિદ્ધિ, વરીયાન, પરિધિ, વ્યાઘાત વગેરે.

ચોથું અંગ કરણ
પંચાંગનો ચોથુ અંગ કરણ છે. તિથિના અડધા ભાગને કરણ કહેવામાં આવે છે. મુખ્ય રૂપથી 11 પ્રકારના કરણ હોય છે. તેમાં ચાર સ્થિર હોય છે અને સાત પોતાની જગ્યા બદલે છે. બવ, બાલવ, તૈતિલ, નાગ, વાણિજ્ય જેવા કરણના પ્રકાર છે.

પાંચમું અંગ વાર
પંચાંગનું પાંચમુ અંગ છે વાર. એક સૂર્યોદય અને બીજો સૂર્યોદય વચ્ચેની અવધી. રવિવાર, સોમવાર,મંગળવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર અને શનિવાર તેમાં સોમવાર, બુધવાર, ગુરૂવાર અને શુક્રવારને શુભ માનવામા આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer