20 કિલો ની ચાવી લઈને સાથે આવે છે બાબા, જાણો એનું રહસ્ય

આધ્યાત્મ અને આસ્થા ને સમેટ પ્રયાગરાજ ના કુંભ રહસ્યમય બાબાઓ ના જમઘટ માટે પણ જાણીતા છે. અહિયાં અજબ ગજબ વેશભૂષા તેમજ એમની ચમત્કારિક શક્તિઓ ના કારણથી ઓળખાતા હજારો બાબા આકર્ષણ નું કેન્દ્ર બનેલા છે. એ બાબાઓ માં થી એક બાબા હાથ માં લોખંડ ની ૨૦ કિલો ની ચાવી ની સાથે ફરતા તમને સંગમ ની રેતી પર નજર આવશે. એના ગળામાં , કમર પર અથવા શરીર પર હંમેશા લોખંડ ની ચાવી ઉપલબ્ધ રહે છે, જે સામાન્ય ચાવી ની જેમ દેખાય તો છે, પરંતુ એનો આકાર તેમજ એની પાછળ છુપાયેલું આધ્યાત્મિક સાર તેમજ દર્શન ખુબ જ પ્રભાવશાળી છે.

જાણો કોણ છે આ રહસ્યમય ચાવી વાળા બાબા. ઉત્તર પ્રદેશ ના રાયબરેલી જીલ્લા માં લગભગ ૪૫ વર્ષ પહેલા હરીશચંદ્ર વિશ્વકર્મા નો જન્મ થયો હતો. બાળપણ થી જ આધ્યાત્મિકતા માં ઘણી રૂચી હતી, પરંતુ ઘર વાળા ના ડર થી સ્કુલ જઈને ભણવાની સાથે ઉમર વધવા ની સાથે કબીરપંથી વિચારધારા મન માં તેજ થતી ગઈ.

કબીર ના અંશાવતાર કહેવા વાળા હરીશચંદ્ર વિશ્વકર્મા એ સમાજ માં વ્યાપ્ત ખરાબીઓ અને નફરત થી લડવાનો ફેસલો કરી લીધો અને માત્ર ૧૬ વર્ષ ની ઉમર માં ઘરેથી નીકળી ગયા. અમુક જ દિવસ માં એને લોકો કબીરા બાબા જ કહેવા લાગ્યા અને તે હરીશચંદ્ર વિશ્વકર્મા થી કબીર બાબા બની ગયા. જલ્દી જ આધ્યાત્મિકતા માં તે ખુદ ને પ્રવાહિત કરતા ગયા અને જીવન ના અલગ દર્શન રચ્યા. એ દર્શન થી જ એક ચાવી ની એમણે પરિકલ્પના ની બાજુ અને પછી તે ચાવી એના જીવનનું અને એના આધ્યાત્મ જ્ઞાન નું મૂળ બની ગયું.

એમના હાથ માં ૨૦ કિલો ની ચાવી લઈને દેશ ભર માં પદયાત્રા કરવા વાળા હરીશચંદ્ર વિશ્વકર્મા ક્યારે કબીરા બાબા થી ચાવી વાળા બાબા બની ગયા. આ ખુદ એને પણ અહેસાસ થયો નહિ. બસ હવે તો અધ્યાત્મ ના એમના દર્શન ના કારણ થી એની પાસે મોટી સંખ્યામાં એના ભક્ત છે. લખનઉ થી દિલ્લી હોય કે કન્યાકુમારી એની સફર સતત ચાલુ રહે છે. એમની યાત્રા અને અધ્યાત્મ વિશે ચાવી વાળા કબીરા બાબા જણાવે છે, કે એમણે સત્ય ની શોધ કરી છે. લોકો ના મન માં વસેલા અહંકાર ના તાળા તે એમની આ ચાવી થી ખોલે છે.

પરંતુ એના માટે કોઈની પાસે સમય નથી, કોઈ જાણવા નથી માંગતું. પરંતુ તે કોઈને રોકીને કંઇક કહે છે તો લોકો આ કહીને મોઢું ફેરવી લે છે કે બાબા મારી પાસે છુટા નથી. લગભગ લોકો ને લાગે છે કે હું રૂપિયા માંગી રહ્યો છું. સમાજ માં વ્યાપ્ત ખોટું, ભ્રષ્ટાચાર ખત્મ કરી એક નવા યુગ ની કલ્પના મેં કરી છે, એના માટે મારું પૂર્ણ જીવન સમર્પિત કરી ચુક્યો છું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer