ફટકડીના આ અદ્ભુત ઉપાયો વિષે સાંભળીને તમને પણ નવાઈ જરૂરથી લાગશે, જરૂરથી જાણો 

સાધારણ દેખાતી ફટકડીમાં ઘણા બધા ગુણો હોઈ શકે છે, તમે તે પહેલાં ક્યારેય જાણ્યું નઈ હોઈ. ફટકડી સફેદ પથ્થર જેવું લાગે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ફટકડી પણ લાલ રંગની હોય છે. આ એટલા માટે છે કારણ કે આપણા ઘરોમાં ફક્ત સફેદ ફટકડીનો જ ઉપયોગ થાય છે. ફટકડીનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ માં કરવામાં આવે છે, ક્યારેક ખાવાની વસ્તુમાં ખટાશ લાવવા માટે તો ક્યારેક ચટણીનો સ્વાદ વધારવા માટે, અથવા તો ક્યારેક પાણી પુરીનું પાણી ખાતું બનાવવા માટે વપરાય છે.

ફટકડી બીજી પણ અન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે છે જેમકે જેમકે વાસ્તુ દોષ દુર કરવા માટે ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમને એવું લાગી રહ્યું હોય કે તમારી આજુ બાજુ માં પણ નકારાત્મકતા છે. તો ફટકડીના પાણી ને ઘરના ખૂણામાં રાખવાથી નકારાત્મકતા દુર થઇ જાય છે. અને જો ફટકડીના પાણી થી નહાવામાં આવે તો પણ ખુબજ ફાયદો થાય છે.

આજે અમે તમને એના વાસ્તુ દોષ વિશે નહિ પરંતુ તેની બીજી એક ખાસિયત વિશે જણાવીશું જેનાથી તમને ફાયદો અને હેરાની બંને થશે. ફટકડી ખુબજ ગુણકારી હોય છે એતો આપણે સૌ જાનીએજ છીએ પરંતુ તેના છુપા ગુનો વિશે કદાચ નહિ જાણતા હોય. તો ચાલો જાણીએ તેના છુપા ગુણો વિશેની જાણકારી જે ખુબજ મહત્વની છે. ફટકડીને ખાવાથી લયને ઘરના ઘણા બધા દોષ દુર કરવા ની જાણકારી તો આપણને છે જ પરંતુ એ કોઈ નહિ જંતુ હોય કે તેમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી બાયોટીક ગુણ પણ હોય છે. જે આપની ત્વચા માટે ખુબજ ફાયદાકારક હોય છે.

જો આપનો પગ મરડાઈ ગયો હોય તો ગરમ પાણી માં થોડી એવી ફટકડી નાખી પગ ને સેકવાથી ખુબજ રાહત મળે છે. અને જો કઈ વાગ્યું હોય અને કાપો પડી ગયો હોય કે વધારે વાગ્યું હોય તો ગરમ પાણી માં ફટકડી નાખી ઘાવ સાફ કરવાથી તે ઝડપથી સારું થાય છે. સાથે સાથે બેક્ટેરિયા પણ નાશ પામે છે. જો આપની ત્વચા ખુબજ ખરાબ અને કરચલીઓ થી ઘેરાયેલી હોય તો દરરોજ ૧૦ મિનીટ ફટકડી થી મસાજ કરવો જોઈએ.

તેનાથી ત્વચા પરના બધાજ દાગ દુર થઇ જાય છે. અને ચહેરાની ત્વચા ચમકવા લાગે છે. આમ ફટકડી આપણને ઘણી બધી રીતે ઉપયોગી સાબિત થાય છે અને એમાં ઘણા એવા ગુણ છે જે આપણા માટે લાભદાયી સાબિત થાય છે. લોકોને શરીરથી વધુ પરસેવો આવવાની સમસ્યા હોય તે લોકો નહાતી વખતે પાણીમાં ફટકડીને નાખીને નહાવાથી પરસેવો આવવો ઓછો થાય છે.

ફટકડીના પાણીથી યોનિને સવારે સાંજે નિયમિત ધુવો. પંસારી પાસેથી સંગે જરાહત અને ફટકડી લઈને બંને વાટી લો અને અડધો ગ્રામ ચૂરણની ફાંકીને તાજા પાણી સાથે કે ગાયના દૂધ સાથે સવાર સાંજ અને બપોરે ત્રણ વાર લો. થોડાક જ સમયમાં જરૂર લાભ થશે. શિયાળામાં પાણીમાં વધુ કામ કરવાથી હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ થઈ જાય છે. તેનાથી બચવા માટે થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો અને હવે આ પાણીથી આંગળીઓને ધોવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળે છે.

ફટકડી અને કાળા મરી વાટીને દાંતોની જડમાં ઘસવાથી દાંતોની પીડામાં લાભ થાય છે. સેવિંગ કર્યા પછી ચેહરા પર ફટકડી લગાવવાથી ચેહરો મુલાયમ થાય છે.અડધો ગ્રામ વાટેલી ફટકડીને મધમાં મિક્સ કરીને ચાટવાથી દમો અને ખાંસીમાં ખૂબ લાભ મળે છે. સેકેલી ફટકડી 1-1 ગ્રામ સવાર સાંજ પાણી સાથે લેવાથી લોહીની ઉલ્ટી બંધ થઈ જાય છે.

દાંતના દુખાવાથી બચવા માટે ફટકડી અને કાળા મરીને વાટીને દાંતોની જડમાં ઘસવાથી દાંતનો દુખાવો ઠીક થઈ જાય છે. ફુલાયેલી ફટકડીને એક તોલા અને સાકરને બે તોલા બારીક વાટીને રાખી લો. એક એક માશા રોજ સવારે ખાવાથી દમાનો રોગમાં લાભ થાય છે. રોજ બંને ટાઈમ ફટકડીને ગરમ પાણીમાં મિક્સ કરીને કોગળા કરો. તેનાથી દાંતના કીડા અને મોઢાની દુર્ગંધ દૂર થઈ જાય છે.

દોઢ ગ્રામ ફટકડી પાવડરને ફાંકીને ઉપરથી દૂધ પીવાથી વાગવાના થનારા દુખાવો દૂર થઈ જાય છે.ટાંસિલની સમસ્યા થતા ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠુ નાખીને કોગળા કરો. તેનાથી ટાંસિલની સમસ્યામાં જલ્દી આરામ મળી જાય છે.ઝાડાની પરેશાની બચવા માટે થોડી ફટકડીને ઝીણી વાટીને સેકે લો અને હવે આ સેકેલી ફટકડીને ગુલાબજળ સાથે મિક્સ કરીને પીવાથી લોહીના ઝાડા બંધ થઈ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer