શું તમે જાણો છો શિવાલિક પર્વત પર સ્થિત શિવખોડીનું રહસ્ય ?

જમ્મુ કશ્મીર રાજ્ય ના જમ્મુ થી થોડુ દુર આવેલ છે. રયાસી માં જ ભગવાન શિવ નું ઘર કહેવાતું શિવખોડી ગુફા સ્થિત છે. તેની સાથે જોડાયેલ સૌથી હેરાન કરનારી વાત એ છે કે આ ગુફા નો બીજો છેડો અમરનાથ ગુફા માં ખુલે છે. એજ કારણ છે કે શિવખોડી શિવ ભક્તોની આસ્થા નું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે.

આ ચમત્કારી ગુફા માં દેવો ના દેવ મહાદેવ ભોલાનાથ પોતાના પરિવાર સાથે વિરાજે છે. કહેવાય છે કે શિવખોડી ગુફા ના દર્શન કરવા જવા માટે એપ્રીલ થી જુન સુધીનો સમય સારો માનવામાં આવે છે. કારણ કે આ સમય માં અહી મોસમ ખુબજ ઠંડુ રહે છે. માનવામાં આવે છે કે શિવખોડી ગુફામાં ૩૩ કોટી દેવી દેવતા નિવાસ કરે છે. અને આ સ્થાન જમ્મુ થી લગભગ ૧૪૦ કિલો મીટર તેમજ કટરા ૮૫ કિલો મીટર દુર ઉધમપુર જીલ્લ્લા માં સ્થિત છે.
રનસુ થી શિવખોડી ની ગુફા ૩.૫ કિ.મી દુર છે. ત્યાંથી પેદલ અથવા ખચ્ચર દ્વારા બાબા ભોલાનાથ ની યાત્રા પ્રારંભ થઇ જાય છે. તેમજ ત્યાંથી થોડા આગળ જતા લોખંડ નો એક પુલ આવે છે જે નદી પરથી પસાર થાય છે. લોક માન્યતા અનુસાર આ નદીને દૂધ ગંગા કહે છે આ નદી નું પાણી શિવરાત્રી ના દિવસે દૂધ જેવું બિલકુલ સફેદ થઇ જાય છે. તેની આગળ એક કુંડ આવે છે જેને અંજની કુંડ ના નામથી ઓળખવામાં આવે છે. આ કુંડ ની પાસે નીલકંઠ ની સવારી નંદી ના પગ ના નિશાન છે. માન્યતા છે કે નંદી આ કુંડ માં પાણી પીવા માટે આવતો હતો.

અનેક જય જય કાર અને નારા સાથે ભક્તો નો કાફલો આગળ વધે છે. એક કિલો મીટર આગળ ચાલ્યા પછી ‘લક્ષ્મી ગણેશ’ મંદિર આવે છે. જેની અંદર નાની એવી એક ગુફામાં પ્રાચીન લક્ષ્મી ગણેશની મૂર્તિ છે. તે ઉપરાંત નીચેથી વહેતી એક દૂધ ગંગા ની કલ કલ ધ્વની મંદિર ની શોભા માં ચાર ચાંદ લગાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer