જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ… શુભ અંક અને શુભ રંગ સાથે! તા. ૨૦/૦૧/૨૦૨૧

મેષ – અ, લ, ઇ(Aries):

આજનો મોટાભાગનો સમય પરિવારની સાથે આરામ તથા મનોરંજનમાં વ્યતીત થશે અને ઘણી મુશ્કેલીનો નિરાકરણ થવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે. વ્યક્તિગત તથા વ્યવસાયિક સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ બનશે. આર્થિક દ્રષ્ટિથી પણ સમય અનુકૂળ છે. બેદરકારીને કારણે કોઇ મહત્વપૂર્ણ કામ અધૂરું રહી શકે છે. કામમાં કોઈ કારણે અડચણ આવવાથી તણાવ રહેશે. વિવાહિત સંબંધો મધુર રહેશે. શુભઅંક :-૧ શુભરંગ :- લાલ

વૃષભ – બ, વ, ઉ(Taurus):

આજે ધનદાયક પરિસ્થિતિ બનેલી છે, સાથે જ કોઈ મહત્વપૂર્ણ યોજનાને કાર્યરત કરવાની ઊર્જા પણ બની રહી છે. વિદ્યાર્થી પોતાની શિક્ષા થી સંબંધિત કોઇ ઉત્તમ સમાચાર મળવાથી મનમાં પ્રસન્નતા અનુભવી શકે છે. આજના દિવસે તમારી ક્ષમતા અને ઊર્જાનો ખૂબ ઉપયોગ કરવો. કોઈ નજીકના સંબંધીની સાથે કોઇ વાતને લઇને ગેરસમજ ઉત્પન્ન થઇ શકે છે. આજે કોઈ નવા કામની શરૂઆત કરવા માટે દિવસ ઉત્તમ છે. શુભઅંક :- ૫ શુભરંગ :- સફેદ

મિથુન – ક, છ, ઘ(Gemini):

આજે તમારી યોજનાને ગોપનીય રીતે કાર્યરત રાખવી. આજના દિવસે તમારા પ્રત્યેક કાર્ય પ્રત્યે જાગૃતતા રાખવાની જરૂરત છે. થોડી સતર્કતા રાખવા થી તમારી યોજના તથા કાર્ય સફળ રહેશે. કોઈ ઘનિષ્ઠ મિત્રોનો સહયોગ તમારા માટે સહાયક રહેશે. સંતાનથી સંબંધી કેટલીક આશામાં અછત આવવાને કારણે મન ચિંતિત રહી શકે છે. પતિ-પત્ની વચ્ચે કોઈ નાની વાતને લઈને થોડી નોક ઝોક રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. શુભઅંક :- ૬ શુભરંગ :- લીલો

કર્ક – દ, હ(Cancer):

આજે યોજનાબધ્ધ તથા ડીસિપ્લીન રીતે કાર્ય ને સુચારુ રૂપ થી સંપન્ન કરવામાં સક્ષમ રહેશો. તમારી કોઈ સિધ્ધિ થી સમાજ તથા નજીક ના સંબંધી વચ્ચે માન સન્માન વધશે. રાજનૈતિક સંબંધ તમારા માટે ફાયદાકારક રહેશે. જૂની વીતેલી વાતો ને વર્તમાન પર હાવી ન થવા દેવું. તેના કારણે કોઈ મિત્ર થી સંબંધ ખરાબ થવાની આશંકા છે. બિઝનેસ નાં કામ માં થોડી અછત રહેશે. આજ ના દિવસે તમારી કાર્યપ્રણાલી ને થોડી પરિવર્તિત કરવાની જરૂર છે. શુભઅંક :- ૯ શુભરંગ :- ક્રીમ

સિંહ – મ, ટ(Leo):

આજ ના દિવસે મોટાભાગ નો સમય આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓ માં વિતાવવો. તમારા વ્યક્તિત્વ માં પણ સકારાત્મક બદલાવ આવી શકે છે. પારિવારિક વાતાવરણ ને વધુ સારું બનાવવા માટે કેટલીક યોજના બનાવવી અને તેમાં સફળ રહેશો. ક્યારેક ક્યારેક તમારા વધુ અનુશાસન થવાથી બીજા ને મુશ્કેલી ઉદભવી શકે છે. કાર્યક્ષેત્ર માં કોઈ મહત્વપૂર્ણ ઓથોરિટી મળી શકે છે. શુભઅંક:-૩ શુભરંગ :- કેસરી

કન્યા – પ, ઠ, ણ(virgo):

અાજે ઉત્તમ ગ્રહ સ્થિતિ બનેલી છે. ઈશ્વરીય સતા પર વિશ્વાસ રાખવો. તમારી બુદ્ધિમતા તથા વ્યાપારિક વિચાર થી લાભ ના નવા સ્તોત્ર બનશે. ઘર તથા બહાર બંને જગ્યા પર તમારું વર્ચસ્વ રહેશે. કયારેક કયારેક ગેરસમજ ને કારણે ભાઈ બહેન નાં સંબંધ માં તિરાડ પડી શકે છે. વ્યવસાય માં કોઈ પણ નવી ગતિવિધિ પર કાર્ય ન કરવું. આજ ના દિવસે જે ચાલે છે તેમ ચાલવા દેવું તેમાં જ તમારી શક્તિ લગાડવી. શુભઅંક :- ૮ શુભરંગ :- લીલો

તુલા – ર,ત(libra):

તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા કોઈ પારિવારિક વિવાદ ને પૂરો કરવામાં સફળ રહેશો. તથા ઘરમાં સુકુન અને શાંતિ ભરેલું વાતાવરણ રહેશે. જો ઘર માં બદલાવ સબંધી કોઈ યોજના બની રહી છે તો સમય ખૂબ અનુકૂળ છે. ધ્યાન રાખવું કે કોઈ અજાણ્યા વ્યક્તિ તરફ થી તમને નુકસાન પહોંચી શકે છે. પાર્ટનરશીપ સંબંધી કામો માં ફાયદાકારક પરિસ્થિતિ બની રહી છે. કોઈ પણ કામ માં તમારા સહયોગી ની સલાહ ફાયદાકારક રહશે. શુભઅંક:-૮ શુભરંગ :- ગુલાબી

વૃશ્ચિક – ન,ય(scorpio):

સ્વાસ્થ્ય ઠીક રહશે. ફક્ત મગજ દ્વારા કામ કરવાને કારણે માથું ભારે અને થાક નો અનુભવ થશે. પતિ પત્ની એ એકબીજા સાથે વિવાદ માં ન પડવું.એક બીજા નું સન્માન બનાવીને રાખવું તમારા માટે તથા પરિવાર માટે ઉચિત રહશે. કાર્યક્ષેત્ર માં કોઈ પણ કાર્ય સંબંધી નિર્ણય લેવામાં સાવધાની રાખવી. આજે કેટલાક બદલાવ ની જરૂરત છે. અનિર્ણય ની સ્થિતિ માં કોઈ અનુભવી વ્યક્તિ ની સલાહ તમારા માટે માર્ગદર્શન નું કામ કરશે. શુભઅંક :- ૩ શુભરંગ:-લાલ

ધનુ – ભ,ફ,ઢ, ધ(sagittarius):

તમારા ઉચિત કાર્યશૈલી ને કારણે સમાજ માં તમારી ઓળખ બનશે. તથા મહેનત નું સકારાત્મક પરિણામ પણ મળી શકે છે. કોઈ નજીક ના સંબંધી ના ઘર ધાર્મિક સમારોહ માં ભાગ લેવાની તક મળી શકે છે. પરંતુ તમારી કોઈ વહેમ ના કારણે સંબંધી સાથે બોલચાલ થઈ શકે છે. બિઝનેસ માં મહેનત મુજબ પરિણામ મળી શકે છે. પારિવારિક વિષય માં વધુ હસ્તક્ષેપ ન કરવું. તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખવી. શુભઅંક :- ૯ શુભરંગ :- પીળો

મકર – ખ, જ(Capricorn):

કેટલાક દિવસ થી ચાલી રહેલી થાક ભરેલી દિનચર્યા થી આરામ મેળવવા માટે આજે મોટાભાગ નો સમય ઘર તથા પરિવાર ના લોકો સાથે વ્યતીત થશે. તથા તમે તમારી અંદર ફરી નવી ઊર્જા નો સંચાર અનુભવશો. સામાજિક તથા ધાર્મિક ગતિવિધિઓ માં રુચિ વધી શકે છે. કોઈ નજીક ના સંબંધી ના વિવાહ જીવન માં વિઘ્ન જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થવાથી મન વ્યથિત રહશે. કાર્યક્ષેત્ર માં પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગ સંબંધી કામ પર ધ્યાન આપવું. શુભઅંક :- ૬ શુભરંગ :- આસમાની

કુંભ – ગ, શ, સ(Aqarius):

તમારા પ્લાનિંગ થી કામ કરવું તથા સકારાત્મક વિચાર તમારા પરિવાર તથા તમારા માટે નવી દિશા પ્રદાન કરશે. જો ઘર માં કોઈ પ્રકાર ની સુવિધા સંબંધી યોજના બની રહી છે તો વાસ્તુ ના નિયમો નો અવશ્ય પ્રયોગ કરવો,તેવું કરવાથી તમારા માટે ફાયદાકારક રહશે. વ્યવસાયિક કર્યો માં સહયોગી તથા ઘર ના અનુભવી વ્યક્તિ ઓ ના નિર્ણય ને પ્રાથમિકતા દેવી. કારણ કે આજ ના દિવસે ગ્રહ સ્થિતિ આ કહી રહી છે કે તમે તમારા નિર્ણય પ્રત્યે થોડા કનફ્યુજ રહશો. પતિ પત્ની બંને મળી ઘર ની સમસ્યા પર વિચાર વિમર્શ કરે તો જલ્દી ઘરનું વાતાવરણ વધુ ખુશનુમા થઈ જશે. શુભઅંક :- ૫ શુભરંગ :- નીલો

મીન – દ, ચ, ઝ, થ(Pisces):

આજે તમે તમારી યોગ્યતા અનુસાર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેશો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સંતાન ની તરફ થી કોઈ ગંભીર ચિંતા દૂર થશે. કોઈ પરિવાર માં માંગલિક આયોજન સંબંધી યોજના પણ બનશે. ભાઈઓ ની સાથે સંબંધ માં ખટાશ ન આવવા દેવી. ગુસ્સા અને જીદ ને કારણે પરિસ્થિતિ બગડી શકે છે. વધુ ચિંતા ક્યારેક ક્યારેક આત્મ બળ ની અછત નો અનુભવ કરાવી શકે છે. શુભઅંક :- ૯ શુભરંગ :- કેસરી

Leave a reply:

Your email address will not be published.

Site Footer