જાણો દુનિયાના ૧૧ ખાસ ધર્મ સ્થળ વિશે

આજે અમે જણાવીશું દુનિયાના ખાસ ૧૧ એવા તીર્થો વિશે, તો ચાલો જાણીએ એ તીર્થ સ્થાનો ક્યાં આવેલા છે અને ક્યાં ધર્મ સાથે જોડાયેલા છે.

૧. કાશી (વારાણસી, ઉત્તર પ્રદેશ, ભારત)

આ સદાશિવ અને આદિ શક્તિ ત્રિદેવ જનનીનું સ્થાન છે. બાર જ્યોતિર્લીંગમાં મુખ્ય કાશી વિશ્વનાથ મંદિરને પહેલી વાર ૧૧૯૪ માં મુહમ્મદ ગૌરી એ તોડાવ્યો હતો. ઓરંગઝેબે અહી મસ્જિદ બનાવી હતી, છેલ્લે સન ૧૭૭૬માં અહલ્યાબાઈએ મસ્જિદની પાસે તેને ફરી બનાવ્યા.

૨. જગન્નાથ પૂરી (ભુવનેશ્વર, ઓડીસ્સા, ભારત)

કહેવાય છે કે શ્રી હરી બદ્રીનાથમાં સ્નાન કરતા, દ્વારિકામાં વસ્ત્ર પહેરતા, પૂરી માં ભોજન કરતા, અને રામેશ્વરમાં વિશ્રામ કરતા. દ્વાપર વિશે ભગવાન કૃષ્ણ પુરીમાં નિવાસ કરવા લાગ્યા જેણે જગન્નાથ કહેવામાં આવે છે.

૩. રામજન્મભૂમિ (અયોધ્યા, ઉત્તર પ્રદેશ, ભારત)

આ સ્થાન રામદૂત હનુમાનના આરાધ્ય પ્રભુ શ્રી રામનું જન્મ સ્થાન છે. ભગવાન રામનો જન્મ ૫૧૧૪ ઇસવી પૂર્વ ચૈત્ર માસની નોમ ના દિવસે થયો હતો. કહેવાય છે કે ૧૫૨૮ માં બાબર ના સેનાપતિ મીરબકીએ અયોધ્યામાં રામ મંદિર તોડીને બાબરી મસ્જિદ બનાવી હતી.

૪.શ્રી કૃષ્ણ જન્મભૂમી (મથુરા, ઉત્તર પ્રદેશ)

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરાના કારાગારમાં થયો હતો. મથુરામાં ભગવાન કૃષ્ણણી જન્મ ભૂમિ છે. અને એજ જન્મ ભૂમિના અડધા ભાગમાં બનેલી છે ઇદગાહ. કહેવાય છે કે ઓરંગઝેબએ ૧૬૬૦ માં મથુરામાં કૃષ્ણ મંદિરને તોડાવીને ઇદગાહ બનાવી હતી.

૫.ગોમતેશ્વત (શ્રવણબેલગોડા, કર્નાટક, ભારત)

આ પ્રાચીન તીર્થસ્થળ કર્નાટકના મડયા જીલ્લામાં શ્રવણબેલગોડાના ગોમતેશ્વર સ્થાન પર આવેલ છે. આ જૈન ધર્મ ના પ્રથમ તીર્થકર ઋષભદેવ પુત્ર ભગવાન બાહુબલીની તપોભૂમિ છે.

૬. શ્રીસમ્મેદ શિખરજી (ગિરીડીહ, ઝારખંડ, ભારત)

આ પુણ્ય સ્થળ પર જૈન ધર્મના ૨૪ માંથી ૨૦ તીર્થકરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. ગીરીહીડ જીલ્લામાં છોટા નાગપુર પઠાર પર સ્થિત આ મંદિર પાર્શ્વનાથ પર્વત પર છે.

૭. કુંડલપુર (નાલંદા, વૈશાલી, બિહાર, ભારત)

કુંડલપુર માં જૈન ધર્મના ૨૪મા તીર્થકર ભગવાન મહાવીરનો જન્મ ઈસા થી ૫૯૯ વર્ષ પહેલા પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલા ને ત્યાં ત્રીજા સંતાનના રૂપમાં ચૈત્ર શુક્લ તેરસના દિવસે થયો હતો.

૮. પાવાપુરી (નાલંદા, બિહાર, ભારત)

પાવાપુરી એ સ્થાન છે, જ્યાં જૈન ધર્મના ૨૪માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીને ૭૨ વર્ષની ઉમરમાં ૫૨૬ ઈસા પૂર્વ નિર્માણ પ્રાપ્ત કર્યું હતું.

9. લુમ્બિની (નૌગઢ, નેપાળ)

આ સ્થાન નેપાળની તરાઈમાં પૂર્વોત્તર રેલ્વેની ગોરખપુર નોતનવા લાઈનના નોતનવા સ્ટેશનથી ૨૦ માઈલ અને ગોરખપુર ગોંડા લાઈનની નૌગઢ સ્ટેશનથી ૧૦ માઈલ દુર છે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધ નો જન્મ થયો હતો.

૧૦. બોધગયા (ગયા, બિહાર, ભારત)

આ ભગવાન બુદ્ધનું નિર્વાણ સ્થાન છે, ભારતના બિહારમાં સ્થિત ગયા સ્ટેશનથી આ સ્થાન ૭ માઈલ દુર છે. અહિયાં પણ ૨૫૦૦ વર્ષ જુનું બોધિવૃક્ષ છે.

૧૧. સારનાથ (બનારસ, ઉત્તરપ્રદેશ, ભારત)

ભગવાન બુદ્ધએ સારનાથમાં પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો, અહીંથી તેમણે ધર્મચક્ર પ્રવર્તમાન પ્રારંભ કર્યો હતો. સારનાથમાં બૌધ ધર્મશાળા છે. આ પ્રમુખ બૌધ-તીર્થ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer