ભાવનગરના મહારાજા વખતસિંહજી ગોહિલે 1748થી 1816 સુધી ભાવનગર રાજ્ય પર શાસન કર્યું હતું. તેઓ મા ખોડિયારના અનુયાયી હતા. તે પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાની સ્થાપના સિહોરમાં કરવા માટે ઈચ્છુક હતા.
મહારાજાએ પ્રાર્થના કરી મા ખોડિયારને પ્રસન્ન કર્યા. માતાજી પ્રસન્ન થઈને શરત રાખી હતી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારે પાછળ વળીને જોવાનું નહી. માતાની વાત માનીને મહારાજા આગળ આગળ ચાલતાં હતા. રાજધાની સિહોર પહોંચતા પહેલા મહારાજાના મનમાં શંકા થઈ કે મા ખોડિયાર પાછળ આવે છે કે નહીં? શંકા વધી જતાં નિરાકરણ માટે આખરે મહારાજાએ પાછું વળીને જોયું. એટલામાં જ તે જ સ્થળે માતાજી સમાઈ ગયાં (આ સ્થળ એટલે રાજપરા ગામ) અને આજે અહીં ખોડિયાર માતાજીનું મંદિર છે. અહીં ભાવનગરનો ગોહિલ વંશ કુળદેવી તરીકે મા ખોડિયારને પૂજે છે.
નિર્માણ: ખોડિયાર માતાજીનું સ્થાનક અહીં વખતસિંહજી ગોહિલ (1748-1816) વખતથી હતું. ત્યારે બાદ ભવ્ય મંદિરનું નિર્માણ 1911માં કરવામાં આવ્યું હતું. અહીં ભાવસિંહજીએ આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ચડાવ્યુ હતું. કહેવાય છે કે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયાં હતાં.
રાજપરા સ્થિત ખોડિયાર મંદિર, ભાવનગરમાં મહા સુદ આઠમના દિવસે લાપસી બનાવવામાં આવે છે
મુખ્ય
આકર્ષણો: રાજપરા
સ્થિત ખોડિયાર મંદિર, ભાવનગરમાં
મહા સુદ આઠમના દિવસે લાપસી બનાવવામાં આવે છે અને ભક્તોને પ્રસાદના રૂપમાં આપવામાં
આવે છે.
આરતીનો સમય
સવારે: 5.30 વાગ્યે
સાંજે: સૂર્યાસ્ત સમયે
દર રવિવારે આરતી સવારે 5.00 વાગ્યે કરવામાં આવે છે.
કેવી રીતે
પહોંચવું: ભાવનગર
મોટું શહેર છે. જે અમદાવાદથી 170 કિમી છે. અમરેલીથી 118 કિમી, જૂનાગઠથી 226 કિમી અને રાજકોટથી 175 કિમી દૂર છે.
ભાવનગર
શહેરમાં રેલવે સ્ટેશન અને એરપોર્ટ
આવેલા છે.
નજીકનાં મંદિરો :
1). પાલિતાણાનાં જૈનમંદિર 54 કિમી
2). સાળંગપુર હનુમાન મંદિર 82 કિમી
રહેવાની સુવિધા: મંદિર પરિસરમાં બે ધર્મશાળા છે. અહીં કુલ 35 રૂમ છે, જેમાં એસી રૂમનું ભાડું રૂ. 300 અને નોન એસી રૂમનું ભાડું રૂ. 250 છે. બન્ને ધર્મશાળામાં ચાર મોટા હોલ છે. જેમાં 100 બેડ છે એક બેડનું ભાડું રૂ. 50 છે.