જાણો અહી શુકન અપશુકનના કેટલાક ખાસ સંકેતો વિશે વિસ્તારથી

શુકન શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલ તમામ સારા નરસા પાસાને દર્શાવવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક એવા સંકેત છે જે દર્શાવે છે કે જો તમને આવા કોઈ શુકન થાય તો સમજો કોઈ પણ અવરોધ વગર તમારૂ કાર્ય થઈ જશે. આને ખુબજ શુભ માનવામાં આવે છે.

૧. સફેદ ગાય દેખાય : કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હો અને તમને સામેથી સફેદ ગાય દેખાય તો સમજી લેવુ તમારા આ કાર્યને કોઈ અટકાવી નહી શકે. શુકનશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે કાર્યમાં સફળતા જરૂરથી પ્રાપ્ત થશે.

૨. સવારે ઉઠતા વેત જો થાય આવુ : શુકનશાસ્ત્ર અનુસાર જો સવારે ઉઠતાની સાથે જ મંદિરની ઘંટડીઓનો અવાજ સંભળાય તો આને ખુબજ શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી તમારો આખો દિવસ ખુબજ સારો જશે અને સફળતા તમારા કદમોમાં આળોટશે.

૩. મોર, શંખ, હંસ કે નાળિયેર દેખાય : કહેવાય છે કે કોઈ શુભ કાર્ય કરો તે પહેલા જો તમને મોર, શંખ, હંસ કે પછી નાળિયેર દેખાય તો તમે જે પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તે અવશ્ય પૂર્ણ થશે. શુકનશાસ્ત્રમાં આ તમામ સંકેતોને ખુબજ શુભ માનવામાં આવ્યા છે.

૪. કોઈ સુહાગન સ્ત્રી દેખાય : શુકનશાસ્ત્ર અનુસાર જો કોઈ કાર્ય પર જતી વખતે સામેથી સુહાગન સ્ત્રી દેખાય તો અથવા તો કોઈ સ્ત્રીના હાથમાં પૂજાની થાળી ગોય અને આવી સ્ત્રી સામે દેખાય તો સમજી લેવું કે તમારૂ કામ થઈ જશે. આ ખુબજ શુભ માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer