બ્રહ્માંડનું શ્રી વિદ્યાનું પ્રતિક એટલે શ્રી યંત્ર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્રણ પ્રકારના શ્રી યંત્ર હોય છે. આ યંત્રના નામ છે સ્ફટિક, શનિ અને સંગસિતારા શ્રી યંત્ર. રાશિઓ અનુસાર વૃષભ, તુલા અને કર્ક રાશિવાળાને સ્ફટિક શ્રી યંત્ર રાખવું જોઈએ. વૃશ્ચિક, ધનુ, મકર અને કુંભ રાશિવાળાએ શનિ શ્રી યંત્ર રાખવું જોઈએ. આ સિવાય મેષ, મિથુન, સિંહ કન્યા અને મીન રાશિવાળાએ સંગસિતારા શ્રી યંત્ર રાખવું જોઈએ.

લક્ષ્‍મી પ્રાપ્તિ માટે સહાયક સ્ફટિક શ્રી યંત્ર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્ફટિક ધાતુનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. આ શ્રી યંત્ર વૃષભ, કર્ક અને તુલા રાશિના લોકો માટે ખુબજ શુભકારી માનવામાં આવે છે. આ યંત્રને રાખવાથી ધન-ધાન્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ યંત્રની નિયમિત રીતે પૂજા કરવાથી ધન અને વૈભવમાં ક્યારેય કમી નથી આવતી.

શ્રી યંત્ર રાખતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન
1. ઘરમાં એક જ શ્રીયંત્ર રાખો, એકથી વધુ ન રાખવા જોઈએ.
2. શ્રીયંત્રને જ્યાં પણ રાખો, ત્યાંથી તે અંદર તરફ આવતું દેખાવું જોઈએ.
3. ઘરના મુખ્ય દરવાજાની પાસે ક્યારેય શ્રીયંત્ર ન રાખો.
4.પ્રયાસ કરો કે શ્રીયંત્ર ઘરના મંદિરમાં જ સ્થાપિત કરવામાં આવે.
5. શ્રીયંત્રની રોજ પૂજા થવી જોઈએ. માત્ર રાખવાથી લાભ નહીં થાય.

આ રીતે શ્રીયંત્રની સ્થાપના કરો
શ્રીયંત્રની સ્થાપના શુક્રવારના દિવસે કોઈપણ શુભ મુહૂર્તમાં કરવી જોઈએ. શુક્રવાર લક્ષ્‍મીનો દિવસ માનવામાં આવે છે, શ્રીયંત્રને લક્ષ્‍મીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. સવારે શ્રીયંત્ર ઘરે લઈ આવો, તેને સાફ પાણીથી ધોયા બાદ, પંચામૃતથી અભિષેક કરો. અભિષેક દરમિયાન ૐ મહાલક્ષ્‍મ્યે નમ: મંત્રનો જાપ કરતાં રહો.

અભિષેક કર્યા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈને લાલ કપડા પર સ્થાપિત કરો. અબીર, ગુલાલ, કંકુ વગેરેથી પૂજા કરો. લાલ ગુલાબનું ફૂલ ચઢાવો. નૈવેદ્યમાં ખીર કે દૂધ રાખો. મહાલક્ષ્‍મીનું ધ્યાન કરીને શ્રીસૂક્ત કે લક્ષ્‍મી સૂક્તનો પાઠ કરો. શ્રીયંત્રની સ્થાપના કર્યા બાદ રોજ શ્રીસૂક્ત કે લક્ષ્‍મી સૂક્તનો પાઠ કરવામાં આવે તો તે ઘરમાં લક્ષ્‍મીનો વાસ થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer