ધુણીવાળા દાદાજીની ગણતરી ભારતના એક મહાન સંત માં થાય છે, દાદાજી ધુણીવાળાનું પોતાના ભક્તો વચ્ચે એવું સ્થાન છે જેવું શિરડી વાળા સાઈબાબાનું છે.તેમનું સમાધિ સ્થળ ખંડવામાં છે. દાદાજી એક ખુબજ મોટા સંત હતા અને તેઓ ખુબજ ફરતા રહેતા હતા. દરરોજ દાદાજી પવિત્ર અગ્નિની સામે ધ્યાન મગ્ન બનીને બેસી રહેતા હતા. તેથી લોકો તેને ધુણીવાળા દાદાજી કહેતા હતા, દાદાજી ધુણીવાળાને શિવનો અવતાર માનીને પૂજવામાં આવતા હતા. અને કહેવાય છે કે તેના દરબાર માં આવતાજ માંગ્ય વિના દુઆ પણ પૂરી થઇ જાય છે.
દાદાજી નું જીવન વૃતાંત પ્રમાણિક રૂપથી ઉપલબ્ધ ના હતું, પરંતુ તેમની મહિમા ના ગુણગાન કરનારી ઘણી કથા પ્રચલિત છે. દાદાજીનો દરબાર તેની સમાધિ સ્થળ પર બનાવામાં આવેલ છે. દેશ વિદેશમાં દાદાજીના અસંખ્ય ભક્તો છે. દાદાજીના નામ પર ભારત અને વિદેશમાં સત્તાવીસ ધામ છે. આ સ્થાનો પર દાદાજી ના સમયથી આજ સુધી નિરંતર ધુણી ચાલુ જ છે. માગશર મહિનામાં દિવસ સન ૧૯૩૦ માં દાદાજીએ ખંડવા શહેરમાં સમાધિ લીધી હતી. આ સમાધિ રેલ્વે સ્ટેશન થી ૩ કિલોમીટર દુર છે.
રાજસ્થાનના દીન્ડવાણા ગામમાં એક સમૃદ્ધ પરિવારના સદસ્ય ભંવરલાલ દાદાજી ને મળવા આવ્યા, મુલાકાત પછી ભંવરલાલે પોતાની જાતને દાદાજીના ચરણમાં સમર્પિત કરી દીધા હતા. ભંવરલાલ શાંત પ્રવૃત્તિના હતા અને દાદાજીની સેવામાં લાગેલા રહેતા હતા. દાદાજીએ તેને પોતાના શિષ્યના રૂપમાં સ્વીકાર્યા હતા અને તેનું નામ હરિહરાનંદ રાખ્યું હતું.
હરિહરાનંદજી ને ભક્તો છોટે દાદાજી નામથી બોલાવતા હતા, દાદાજી ધુણીવાળાણી સમાધિ પછી હરિહરાનંદજી ને તેમના ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. હરિહરાનંદજી બીમારીના કારણે સન ૧૯૪૨ માં મહાનિર્વાણ ને પ્રાપ્ત થયા હતા. અને તેમની સાધી પણ દાદાજીની સમાધિની પાસે જ રાખવામાં આવેલી છે.